ગઢી પઢવાલી – મોરેના, મધ્યપ્રદેશ
#ભારતનાં_ભવ્ય_મંદિરો
#ગઢી_પઢવાલી_મોરેના_મધ્ય_પ્રદેશ
👉 મોરેનાનું નામ ભારતીય ઇતિહાસમાં ચોસઠ યોગીની મંદિર માટે જાણીતુ છે. આ ચોસઠ યોગીની મંદિરની ખાસિયત એ છે કે ભારતનું સંસદ ભવન આના પરથી જ બન્યું છે. બિલકુલ આબેહુબ એની જ પ્રતિકૃતિ જોઈલો ! મધ્યપ્રદેશમાં આવાં યોગીની મંદિરો ઘણાં સ્થિત છે, આ મંદિર વિષે મેં લખ્યું છે અને બહુ જ ટૂંક સમયમાં હું ફરીથી પણ લખવાનો જ છું. એટલે એ વાત એટલેથી રહી !!!
👉 વાત છે ગઢી પઢવાલી મંદિર મોરેનાની, તો આ મંદિર કંઈ બિલકુલ ચોસઠ યોગીની મંદિરની બાજુમાં કે એના પરિસરમાં નથી આવ્યું. પણ એ છે તો મોરેનામાં જ સ્થિત ચોસઠ યોગીની મંદિરથી એ કેટલું દુર છે એ તો જાતે જઈને ત્યાં જોઈએ તો જ ખબર પડે !
👉 આ મંદિર એ મધ્યકાળની સ્થાપત્યકળાનો ઉત્તમ નમુનો છે, કહો કે સીમાસ્તંભ છે ! આ મંદિર દુરથી અને બહારથી કિલ્લા જેવું લાગે છે, પણ છે તો આ મંદિર જ ! એની અંદર અને બહાર કેટલાંક ભવ્ય શિલ્પ સ્થાપત્યો છે એ બહુ જ અદ્ભુત છે, એ હજી એવાંને એવાં જ છે. જે સમયે સ્થપતિએ કોતરાવ્યા હતાં એવાં ને એવાં જ !
👉 આ મંદિર મુખ્યત્વે ભગવાન શિવજીને સમર્પિત છે, એટલે કે એ મૂળ તો શૈવ મંદિર જ છે.
👉 ઇસવીસનની ૧૮મી સદીમાં ધૌલપુરનાં રાજાએ આને કિલ્લમાં પરિવર્તિત કર્યો. કારણ કે મંદિરનો એક મોટો પથ્થર પડી ગયો, કોઈની નજર નાં લાગે અને ગામલોકોની આસ્થા અને શ્રદ્ધા જળવાઈ રહે અને મંદિર તૂટેલું છે એવું જોઈ કોઈ એણે વધારે તોડે નહીં. કારણ કે કમબખ્ત મલેચ્છ મોગલોનો કોઈ જ ભરોસો નહીં, એટલે મંદિરને સુરક્ષા પ્રદાન કરવાં અને એની સાચવણી માટે એણે કિલ્લમાં પરિવર્તિત કરી દીધો. એ વખતે ક્યાં વંશનું શાસન ત્યાં હતું કે એ રાજાનું નામ શું હતું એ તો ભગવાન જાણે! આમેય એનું કામ પણ શું છે? એમનું કર્તુત્વ જ મહત્વનું ગણાય બાકી બીજું બધું ગોન -ક્ષુલ્લક જ છે. ઈતિહાસ અને શિલ્પ સ્થાપત્ય આ વાત જલ્દીથી સમજી લે તો સારું છે !
👉 ધૌલપુરના રાજવી આ બધું કર્યું તેમ છતાં પણ આજે મુખ્ય મંદિર કયા હતું એનો કોઈજ અતોપતો નથી. આવું ભારતના ઘણાં મંદિરોમાં થયું છે, બદનામ થાય છે ખાલીખોટા આક્રમણકારો ! એ બધી વાર્તાઓ ઉદભાવનાર વામપંથી ઈતિહાસકારો જ છે ! મધ્યપ્રદેશ પર ગ્વાલિયરસિવાય બહુ આક્રમણો થયાં જ નથી. રહી વાત અવંતિ અને કનૌજની તો એની વાત આપણે વિગતવાર ઈતિહાસલેખોમાં ચર્ચીશું. અહી એ વાત અસ્થાને જ ગણાય ! પણ…. આ બધામાં મૂળવાત તો એ છે કે આ મુખ્યત્વે શૈવ મદિર હોવાં છતાં એનું શિવલિંગ ક્યાં હતું અને ક્યાં ગયું કે ગર્ભગૃહ ક્યાં હતું એની કોઈનેય કહ્બ્ર નથી. એ તો સારું છે કે એ વિષે કોઈ વાર્તાઓ નથી ઉદ્ભવી ત્યાના સ્થાનીય લોકો દ્વારા, નહીં તો આ એક સારાં અને અદ્ભુત મંદિરની પત્તર ખંડાઈ ગઈ હોત ! આ બધું અવશેષ બની ગયું છે એનો માત્ર મંડપ અને દરવાજો જ શેષ બચ્યાં છે
👉 આ મંદિરમાં સમગ્રતયા સુંદર કળાકોતરણી થી એક એવી આકૃતિ-આભા ઉભી કરવામાં આવી ચ્ચે જે મુખ્ય મંદિરની ખોટ સાલવા નથી દેતી. આ મંદિરના ફ્લોર અને છત પર એટલી સુંદર કલાકોતરણી છે જે જોતાં જ અવાક થઇ જવાય! આ મંદિરમાં ત્રિદેવ – બ્રહ્મા વિષ્ણુ અને મહેશની કલાકોતરણી એટલી બધી સુંદર છે કે એની વાત જ ના પૂછો, આ જ તો આ મંદિરની વિશેષતા છે ! આ બધા કલાકોતરણીવાળા શિલ્પોમાં ઘણી બધી વણકહી વાર્તાઓ છુપાઈ છે, એ ગુઢ રહસ્યો જયારે આવે ત્યારે પણ જે ચછે એ અદ્ભુત જ છે !
👉 આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે એનાં પગથીયા ચડતાં પહેલાંએક બાજુ સિંહ અને અણી બીજી બાજુ સિંહણની પત્થરમાંથી બનેલી મૂર્તિઓ છે. જે મંદિરને એક નવો જ ઓપ આપે છે, સિંહ અને સિંહણ સિવાય કોઈ આવી જગ્યાએ મંદિરની રક્ષા ન કરી શકે એટલાં જ માટે અહી સિંહ-અને સિંહણના સ્થાપત્યો પ્રસ્થાપિત કરવામાં આવેલાં છે
👉 એક વાત તો કહેવાની રહી જ ગઈ કે આ મંદિરની આજુબાજુ પણ મંદિરો સ્થિત છે, જે એના સ્તંભો અને દીવાલો અને ગોખના કલાકોતરણીને કારણે નોખાં તારી આવે છે. કદાચ આ પ્રાચીનકાળના અસ્ત અને મધ્યકાળનાં ઉદય વખતે બન્યાં હોય એવું પ્રતિત થાય છે, આટલા બધાં વર્ષો થયાં હોય તો કાળની થપાટો આગે જ વાગે. એટલે જ એ અવશેષ બની ગયાં છે, પણ જે છે તે અદભૂત છે એણે માણો તોય ઘણું છે !
👉 આ મંદિર ખરેખર ક્યારે કોના કાળમાં અને કઈ શૈલીમાં બન્યું તે વિષે હજી સુધી આપણે અજ્ઞાત જ છીએ, ખબર નહીં ક્યાં સુધી અજ્ઞાત રહીશું તે જ !
👉 પણ આ વિશિષ્ટ મંદિર જે ભગવાન શિવને સમર્પિત છે એ જોવાં ખાસ મોરેના જવું જ રહ્યું ! તો જી આવજો બધાં વેળાસર અને ભૂલ્યા વગર !
!! હર હર મહાદેવ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply