ઉત્સવ મંડપ – વિઠ્ઠલા મંદિર – હમ્પી
#ભારતનાં_અદભૂત_શિલ્પો
#ઉત્સવ_મંડપ_વિઠ્ઠલા_મંદિર_હમ્પી
હમ્પી એ વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતું. હમ્પી એ ખોવાયેલું નગર હતું દટાયેલું નહીં, કહેવાનો મતલબ છે કે હમ્પી એ ભુલાયેલું નગર – ખોવાયેલું નગર સામ્રાજ્ય હતું. ચીનના બીજિંગ પછી એશિયાનું બીજું સૌથી મોટું સામ્રાજ્ય !
જેની ગણના સમગ્ર વિશ્વમાં પણ સૌથી વધારે અને સૌથી પહેલી થતી હતી. હમ્પી એ સમયે પણ એટલું સમૃદ્ધ હતું કે સમગ્ર વૈશ્વિક સંસ્કૃતિ માં પણ એની જાહોજલાલીની ચર્ચા ચોરે અને ચોંટે થતી હતી અને આજે પણ થાય છે. હમ્પી શહેર એટલે કે વિજયનગર સામ્રાજ્ય પર અનેક રાજવાનશોએ રાજ કર્યું અને વિજયનગર સામ્રાજ્યને વિકસિત કર્યું. મધ્યકાળમાં જે ફુલયુફળ્યું અને મધ્યકાળમાં જ એનો અંત આવ્યો. મુસ્લિમ સુલતાનોની સાંઠગાંઠના પરિણામસ્વરુપ એ ખંડેર બની ગયું. મુસ્લિમોએ આક્રમણ નહીં પણ આક્રમણો કર્યા અને ત્યાંના રાજવંશોનો અંત આવ્યો, પરિણમે હમ્પી ખંડેર બની ગયું.
ટૂંકમાં…
હમ્પી એટલે – ખંડેરનો ખુમાર. હમ્પીનાં ૫૦૦ જેટલાં સ્મારકો અને શિલ્પ સ્થાપત્યોમાં એ ખુમારી ભારોભાર છલકે છે. આમ તો હમ્પી એ વિસરાયેલી વિરાસત છે ભારતવર્ષની પણ તે સમયથી તે આજપર્યંત એ વિરાસતે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને સમગ્ર વિશ્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિનો જોરશોરથી ડંકો વગાડ્યો છે. હમ્પીનાં એ ૫૦૦ સ્મારકો – શિલ્પ સ્થાપત્યો વિશે હું શોધી શોધીને લખવા માંગુ જ છુ. જેને વિશે જે મળે એ લખું છું. ક્યાંક માહિતી પીરસુ છું તો ક્યાંક ફોટોનો પ્રસાદ આપું છું .
આજે આ ઉત્સવ મંડપનો વારો એ પહેલા એ જણાવી દઉં કે હમ્પીના ઉત્કૃષ્ટ સ્મારકો અને શિલ્પસ્થાપત્યો એ આ વિઠ્ઠલ મંદિર સંકુલમાં જ છે. બીજી વાત એ કે ભારતના ઘણાં શહેરોમાં પરાં હોય છે એમ અહીં પણ હમ્પીનું પરું ગણો તો પરું અને નાનકડું ગામ ગણો તો ગામ વિઠ્ઠલપુર કે જેના અવશેષો પણ અહીંથી પ્રાપ્ત થયાં છે. તમે અંદાજો લગાવી જ શકો છો કે હમ્પી કેટલું મોટું શહેર સામ્રાજ્ય હતું તે ! હમ્પીનો પતખ્યાત પાષાણ રથ પણ આ જ મંદિર વિસ્તારોમાં સ્થિત છે. જે વિશે હું નજીકના ભવિષ્યમાં એક લાંબો લેખ લખવાનો જ છું. પણ અત્યારે તો ઉત્સવ મંડપ, ઉત્સવ મંડપ અથવા વિજય વિઠ્ઠલા મંદિરનો રંગ મંડપ, હમ્પી – કર્ણાટક, ભારત.
હમ્પીમાં વિઠ્ઠલ મંદિર અથવા વિજય વિઠ્ઠલ મંદિર એ એક પ્રાચીન સ્મારક છે જે તેની અસાધારણ સ્થાપત્ય અને અજોડ કારીગરી માટે જાણીતું છે. તે હમ્પીની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની સૌથી મોટી અને સૌથી પ્રખ્યાત સંરચનામાંની એક માનવામાં આવે છે. આ મંદિર હમ્પીના ઉત્તર પૂર્વ ભાગમાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે.
પ્રતિષ્ઠિત મંદિરમાં અદ્ભુત પથ્થરની રસ્થાપત્યકલા છે જેમ કે અજોડ પથ્થરનો રથ અને આકર્ષક સંગીતના સ્તંભો.
પ્રખ્યાત વિટ્ટલ મંદિર એ ૧૫મી સદીનું છે. તે વિજયનગર સામ્રાજ્યના શાસકોમાંના એક રાજા દેવરાય -૨ ( ઇસવીસન૧૪૨૨ – ઇસવીસન ૧૪૪૬.) ના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું. વિજયનગર રાજવંશના સૌથી પ્રસિદ્ધ શાસક કૃષ્ણદેવરાય ( ઇસવીસન૧૫૦૯- ઇસવીસન ૧૫૨૯) ના શાસન દરમિયાન મંદિરના કેટલાક ભાગોને વિસ્તૃત અને વધારવામાં આવ્યા હતા. તેમણે સ્મારકને તેનો વર્તમાન દેખાવ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વિઠ્ઠલ મંદિરને શ્રી વિજયા વિઠ્ઠલ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વિઠ્ઠલાને સમર્પિત છે. મંદિરમાં વિઠ્ઠલ-વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. દંતકથા છે કે આ મંદિર ભગવાન વિષ્ણુના તેમના વિઠ્ઠલ સ્વરૂપમાં નિવાસસ્થાન તરીકે બનાવવામાં આવ્યું હતું. જો કે, ભગવાનને મંદિર તેમના ઉપયોગ માટે ખૂબ જ ભવ્ય લાગ્યું હતું અને તેઓ તેમના પોતાના પહેલાંનાઘરમાં રહેવા પાછા ફર્યા હતા.
બાકી…
ખૂટતું કરતું તમને આ ફોટો જ કહી દેશે !
!! જય વિઠ્ઠલા !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply