નાલંદા – વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી
વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી ❣️
આ જાણીને દરેક માનુષને આનંદ થવો જોઈએ
એનો સમયગાળો જોતાં આપણને આપણા ઇતિહાસ અને વૈદિક સભ્યતા પર ગર્વ થવો જોઈએ
યુનિવર્સિટી હોય એટલે અધ્યાપકો પણ હોય અને વિદ્યાર્થીઓ પણ હોય
મહિલાઓ કેટલી ભણતી હતી તે સમયમાં એ એક પ્રશ્ન ખરો ?
પણ એ જે હોય તે હોય
આપણી છાતી ગજગજ ફુલવી જ જોઈએ
જો કે વિશ્વની પ્રથમ યુનિવર્સિટી એટલે કે વિશ્વ વિદ્યાલય એ તક્ષશીલા છે. નાલંદા એ બિહાર સ્થિત વિશ્વ વિદ્યાલય છે. તક્ષશિલા ના એક જગવિખ્યાત અધ્યાપક ચાણક્ય અને એમનાં ખાસમખાસ અને પ્રિય શિષ્ય (વિદ્યાર્થી) ચંદ્રગુપ્ત મૌરીથી આપ સૌ સુપરિચિત છો જ ! આને કહેવાય સાચી ગુરુ-શિષ્ય પરંપરા અને આ જ તો છે સનાતન ધર્મની આગવી લાક્ષણિકતા. આ તો સલી ભારતની કમનસીબી છે કે વિશ્વવિદ્યાલયો આપણે ત્યાં હોવાં છતાં આ સાલા ગ્રીકો પોતાનાં જ ગુણગાન ગવામાંથી ઊંચા આવતાં નથી. સત્ય છે જ નહીં એ તેમ છતાં સમગ્ર વિશ્વ સોક્રેટિસ – પ્લેટો – એરિસ્ટોટલ અને સિકંદરની જ ગુરૂ-શિષ્ય પરંપરા આગળ કરે છે. એ બધાં કયાં ભણ્યા હતાં તેની જો કોઈને ખબર હોય તો કહેજો ખરાં મને ?
આમ તો તે સમયે સમગ્ર વિશ્વ એ વૈદિક સંસ્કૃતિમય હતું અને તક્ષશિલા એ આર્યાવર્ત એટલે કે બૃહદ ભારતનો જ ભાગ હતું. આજે એ પાકિસ્તાનમાં છે, ભારતમાં આવી ઘણી વિદ્યાપીઠ અને વિશ્વ વિદ્યાલયો હતાં. અરે આપણા ગુજરાતમાં વલ્લભી નામનું વિશ્વવિદ્યાલય હતું કે જેનું આજે અસ્તિત્વ પણ નથી રહ્યું કે નથી રહ્યાં એના કોઈ અવશેષો આરબ જુનેદના આક્રમણને કારણે એનો અને મૈત્રકવંશનો અંત આવ્યો. નાલંદા વિશે વાત કરીએ તો – નાલંદા શબ્દ ત્રણ સંસ્કૃત શબ્દોનું સંયોજન છે:- ના + આલમ + દા.
જેનો અર્થ થાય છે “જ્ઞાનનો અણનમ પ્રવાહ” – સંસ્કૃત એ વિશ્વની માતબર અને મૂળભૂત ભાષા છે. નાલંદાનું સ્થળ પટના, બિહારથી લગભગ ૯૫ કિમી દક્ષિણ પૂર્વમાં આવેલું છે. તે ઇસવીસન પૂર્વે ૪૨૭. થી ઇસવીસન ૧૧૯૭સુધી બૌદ્ધ ધર્મનાં શિક્ષણનું પ્રમુખ કેન્દ્ર હતું. ઐતિહાસિક અભ્યાસ દર્શાવે છે કે નાલંદા યુનિવર્સિટીની સ્થાપના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્તના શાસનકાળ દરમિયાન કરવામાં આવી હતી. નાલંદા ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ અને ૧૫૧૦ શિક્ષકો સાથે રહેણાંક યુનિવર્સિટી હતી. હર્ષવર્ધન, ધર્મપાલ, નાગાર્જુન, હ્યુન ત્સંગ, આર્યભટ્ટ ‘નાલંદા’ના એલ્યુમિની હતા.
‘હ્યુ એન સંગે’ એ ઇસવીસન ૬૩૦ અને ઇસવીસન ૬૪૩ની વચ્ચે ભારતભરમાં પ્રવાસ કર્યો અને પ્રથમ ઇસવીસન ૬૩૭માં અને ફરીથી ઇસવીસન ૬૪૨માં નાલંદાની મુલાકાત લીધી હતી. પરંપરાગત તિબેટીયન સ્ત્રોત નાલંદા ખાતે એક મહાન પુસ્તકાલયના અસ્તિત્વનો ઉલ્લેખ કરે છે જેનું નામ છે:- ધર્મગંજ. તે સમયે તે વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય (લાયબ્રેરી) હતું. ધર્મગુંજ શબ્દનો અર્થ થાય છે જ્ઞાનનો પર્વત.
પુસ્તકાલયમાં 3 બહુમાળી ઇમારતો હતી —
(૧) રત્નસાગર
(૨) રત્નાદધિ
(૩) રત્નરંજકા
૯૦ લાખ પુસ્તકોનો સંગ્રહ છે.
પ્રથમ બે હુમલા પછી નાલંદાનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ ત્રીજો હુમલો તેના માટે ઘાતક સાબિત થયો હતો.
(૧) પહેલો હુમલો ઇસવીસન – ઇસવીસન ૪૬૭માં મિહિરકુલ હુણના નેતૃત્વ હેઠળ ‘હુણો’ દ્વારા કરવામાં આવ્યો હતો. આ મિહિરકુલ એ બ્રાહ્મણ નહોતો પણ બ્રાહ્મણ ધર્મની પૂનઃ સ્થાપના માટે તેઓ સતત કાર્યશીલ હતાં અને એમણે એ કરી પણ ખરી એની વાત મિહિરકુલ વખતે !
(૨)બીજો હુમલો બંગાળના ગૌણદાસ રાજવંશે ઇસવીસનની સાતમી સદીમાં કર્યો હતો.
(૩) ઇસવીસન ૧૧૯૩માં તુર્કી આક્રમણખોર બખ્તિયાર ખિલજી દ્વારા ત્રીજો અને સૌથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.
“મિન્હાજ સિરાજ” તેમના પુસ્તક ‘તબાકત-એ-નાસિરી’ માં ઉલ્લેખ કરે છે કે, નાલંદાના તમામ પુસ્તકોને બાળવામાં ૩ મહિના લાગ્યા હતા. ઘણી મૂળ હસ્તપ્રતો કાયમ માટે ખોવાઈ ગઈ. નાલંદા પછી, ખિલજીએ બિહારની અન્ય બે યુનિવર્સિટીઓનો પણ નાશ કર્યો: વિક્રમશિલા અને ઓદંતપુરી. બંગલમાંથી બૌદ્ધોનો સફાયો કર્યો તે નફામાં
એક વાર્તા તો એવી પણ પ્રચલિત છે કે એકવાર બખત્યાર ખિલજી ગંભીર રીતે બીમાર પડ્યો. હકીમો એનો ઈલાજ ના કરી શક્યા પણ એક બ્રાહ્મણ વૈદે એનો વૈદિક શાસ્ત્રોક્ત રીતે એનો ઈલાજ કર્યો. પણ આ વાતથી ખિલજી રોષે ભરાયો અને એણે હિન્દુઓની હત્યા કરી તો કેટલાંક હિંદુઓને મુસ્લિમ પણ બનાવ્યા. જો કે એનું આ દુષ્કૃત્ય અટકાવનાર પણ પૂર્વના રાજ્યોના બ્રાહ્મણો જ હતાં
આજે ભાજપ સરકારના અથાગ પ્રયત્નોથી આ નાલંદા વિશ્વ વિદ્યાલય રી construct થઈ રહ્યું છે એનો અતિ આનંદ છે
ભારત સરકાર નાલંદાને શૈક્ષણિક હબ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ વિચાર ઇસવીસન ૨૦૦૬માં ભૂતપૂર્વ સ્વર્ગીય રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ કલામ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો.
!! જય ગુરુદેવ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply