બાલકનાથ મંદિર – મખડ શરીફ, પાકિસ્તાન
#બાલકનાથ_મંદિર_મખડ_શરીફ_પાકિસ્તાન
આ પાછળ શરીફ નામ આવે ત્યારે એમ સમજી જ લેવાનું કે આ ભારતમાં નથી પણ પાકિસ્તાનમાં છે. ભારતમાં અજમેર શરીફ જેવી દરગાહ જરૂર છે પણ એ ગામનું નામ નથી. જો ભારતમાં કોઈ શરીફ નામનું નગર કે ગામ હશે તો એનું નામ બદલાશે હવે.
આ એક મંદિર છે અને એ પંજાબ પ્રાંત પાકિસ્તાનમાં છે
આ મંદિર અને આ મખડ શરીફનો ઇતિહાસ જાણવા જેવો છે. આ મન્દિર બહુ જ સારી હાલતમાં છે. જે તમે ફોટા પરથી જોઈ જ શકો છો. આ મન્દિરમાં હાલમાં પણ પૂજા થાય છે અને તે પણ હિન્દૂ પૂજારી દ્વારા.
મખડ શરીફ એટૉક જિલ્લામાં આવેલું ૧૦૦૦ વર્ષ પુરાણું નગર છે, પંજાબ, પાકિસ્તાન. મખડ શરીફ મૂળ તો માત્ર “મખડ” (ઊંડો ખાડો) હતો. સિંધુ નદી પર આવેલું, તે ઉત્તરી પંજાબ અને ખૈબર-પખ્તુનખ્વા વચ્ચેનું સરહદી નગર છે.
આ નગરનો ઉપયોગ સિંધુ નદી પાર કરીને મધ્ય એશિયા તરફ જતા વેપારી કાફલાઓ માટે ક્રોસિંગ પોઇન્ટ તરીકે થતો હતો. મખડ શરીફ એ સિંધુ નદીના કાંઠે એવા સ્થળોમાંનું એક હતું જ્યાં પાણીનું સ્તર ઓછું થઈ ગયું અને લોકો ચાલીને પસાર કરી શકતાં પણ પછી કાળક્રમે તે ઓછું થઈ ગયું. આ ઓછું થઈ જવાનું પણ એક કારણ છે ભારત પાકિસ્તાન ભાગલા !
મખડના હિંદુઓ ૧૯૪૭ પહેલા ઘણી સંખ્યામાં હતા અને સફળ ઉદ્યોગપતિઓ હતા. મખાડ હિંદુઓને સોનું ખરીદવું પસંદ હતું અને તેમને તેમના ઘરોમાં ગુપ્ત કક્ષમાં છુપાવવાનો શોખ હતો, ક્યારેક તેને દિવાલોની અંદર પ્લાસ્ટર કરાવીને સોનુ છુપાવતા હતાં
સ્થાનિક પરંપરા એવી હતી કે સંપત્તિને દિવાલો અથવા એટિકમાં સીલબંધ વાસણોમાં છુપાવીને રાખવી. હિંદુઓને આ સોનાએ ૧૯૪૭ પછી ઘણા પરિવારોને સમૃદ્ધ બનાવ્યા છે.
આ મંદિર શિલ્પસ્થાપત્યની દ્રષ્ટિએ એટલું મહત્વનું નથી પણ એની બાંધણી અવશ્ય ધ્યાન ખેંચે તેવી છે. આમ તો આ શિવ મંદિર લાગે છે. પણ પાકિસ્તાન જેનું નામ એ સાલાઓ કોઈ ફોડ પાડતાં જ નથી. પણ આનંદ એ વાતનો છે કે એ મંદિર દ્વંસ નથી થયું. ક્યા રાજવંશે તે બંધાવ્યું તે તો ભગવાન જાણે પણ એ મંદિર છે એજ એનો પુરાવો છે.
આ મંદિર પ્રમાણમાં સારી રીતે સાચવવામાં આવ્યું છે. કારણ કે મંદિરના હિંદુ રક્ષક પછી ત્યાં જ રહ્યા હતા જ્યારે બાકીના બધા હિંદુઓ૧૯૪૭માં ભારત આવતાં રહ્યાં હતાં. વાત જો મંદિરની જ થતી હોય તો આવાં મંદિરો વિશે પણ જાણવું જ જોઈએ દરેકે આને જ કહેવાય વિશ્વવ્યાપી સનાતન ધર્મ !
!! જય હો સનાતન ધમકી !!
– જનમેજય અધ્વર્યું
Leave a Reply