બીડર કિલ્લો
#ભારતના_અદભૂત_કિલ્લાઓ
#બીડર_કિલ્લો
ભારતીય ઉપખંડના દક્ષિણ ભાગમાં આવેલું, કર્ણાટક રાજ્ય ભારતના સૌથી પ્રખ્યાત રાજ્યોમાંનું એક માનવામાં આવે છે, આ રાજ્ય માત્ર તેની અનન્ય સંસ્કૃતિ માટે પ્રખ્યાત નથી પરંતુ તે તેના ઐતિહાસિક સ્મારકો માટે પણ વિશ્વ પ્રસિદ્ધ છે.
આમેય કર્ણાટકમાં ઐતિહાસિક સ્મારકો વિપુલ માત્રામાં છે જ્યારે કિલ્લાઓ ગણ્યાગાંઠ્યા એટલે કે આંગળીને વેઢે ગણી શકાય એટલાં જ છે. કર્ણાટકમાં સ્થિત બિડર કિલ્લો ભારતીય ઇતિહાસને પુનર્જીવિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ કિલ્લાની સ્થાપત્ય શૈલી અને તેનો ઇતિહાસ તેને ભારતના અન્ય કિલ્લાઓથી તદ્દન અલગ અને અગ્રણી બનાવે છે.
એવું કહેવાય છે કે આ કિલ્લો સૌપ્રથમ અહમદ શાહ વલી બહમને બાંધ્યો હતો. આ કિલ્લો ૧૪મી સદીમાં તુઘલક વંશના રાજકુમાર ઉલુગ ખાને કબજે કર્યો હતો, જે પાછળથી દિલ્હી સલ્તનતનો સુલતાન બન્યો હતો.
ઇસવીસન ૧૩૪૭માં બહમની સલ્તનતની સ્થાપના પછી તરત જ સુલતાન અલાઉદ્દીન બહમને બિડર પર કબજો કર્યો. અહમદ શાહ -૧ના શાસન દરમિયાન બિડર બહમની સામ્રાજ્યની રાજધાની તરીકે પણ વિકસિત થયું હતું.
અહેમદ શાહના શાસનકાળ દરમિયાન આ કિલ્લાનું પુનર્નિર્માણ ઇસવીસન ૧૪૨૯માં શરૂ થયું હતું અને ઇસવીસન ૧૪૩૨ સુધીમાં તે સંપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.
ઐતિહાસિક પૃષ્ઠો અનુસાર, આ કિલ્લા પર ઘણા સામ્રાજ્યો અને સલ્તનતો દ્વારા શાસન કરવામાં આવ્યું છે. જેમાં બીજાપુર સલ્તનત અને મુગલ સામ્રાજ્યનો સમાવેશ થાય છે. ૧૭મી સદીમાં, આ કિલ્લો બિડરના “આસફ જહી સામ્રાજ્ય” નિઝામનો ભાગ બન્યો.
પાછળથી આસફ જહાના મૃત્યુ પછી તેના ત્રીજા પુત્ર નવાબ મીર સઈદ મુહમ્મદ ખાને આ કિલ્લો અને સામ્રાજ્ય ચલાવવાનું શરૂ કર્યું, પરંતુ તે લાંબા સમય સુધી આ કિલ્લા પર શાસન કરી શક્યો નહીં કારણ કે થોડા સમય પછી તેના ભાઈ મીર નિઝામ અલી ખાન (આસફ જહાં -૨)ને જેલમાં ધકેલી દીધો. તેમને એણેમાર્યા પણ ખરાં.
જો કે મુસ્લિમોમાં તો ગાડી અખત્યાર કરવાની આ તો ખાનદાની પરંપરા છે. તેથી આ રીતે, આ ઐતિહાસિક કિલ્લા પર ઘણા શાસકોનું શાસન હતું અને તેને ગુમાવવો પણ પડ્યો હતો.
ઘણી વખત સત્તાની લાલસમાં તો ઘણી વખત પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે સતત પલટો થયાં કરતો હતો. હા…. ઘણી વખત એ વિસ્તારવાદનો ભોગ બન્યો છે અને એટલાં જ માટે એના પર વારંવાર આક્રમણો પણ થયાં છે.
બીડર કિલ્લો એ મુસ્લિમ અને પર્શિયન આર્કિટેક્ચરનું મિશ્રણ છે . જે તેના સરાઉન્ડિંગ લોકેશનને કારણે પર્યટકોમાં પ્રિય છે, અદભૂત સુંદર. બિડર તેના બીડરી વેર માટે પણ પ્રસિદ્ધ છે.
૫૦૦ વર્ષ જૂની આ વસ્ત્રકલા મૂળ પર્શિયાની કારીગરો અને સ્ત્રીઓ કે જેઓ રહેતા હતા અને વસ્તુઓ વેચવા માટે મૂકતા હતાં આજે પણ બીડર મા આ કળા જેને હસ્તગત છે એની વસાહત પણ છે જેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે . પ્રધાનતયા આ કારીગરો એ મુસ્લિમ જ છે
આ કિલ્લો ના જોયો હોય તો જોઈ આવજો એકવાર !
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply