ગરુડ સ્તંભ – ચેન્નાકેશવ મંદિર – બેલૂર
#ભારતનાં_અદભૂત_શિલ્પો
#ગરુડ_સ્તંભ_ચેન્નાકેશવ_મંદિર_બેલૂર
ગરુડ સ્તંભની શિલ્પકલા જાણવા – જોવાં- સમજવા તમારે છેક ઇસવીસન પૂર્વે મૌર્યકાળમાં જવું પડશે. મધ્ય પ્રદેશના નગત વિદિશાની બાજુમાં મૌર્યકાળના અંતિમ સમયમાં ગ્રીક હેરિયોડોરસે વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો હતો અને એને વૈષ્ણવ ધર્મથી અભિભૂત થઈને ગરુડ સ્તંભ બનાવ્યો હતો. ત્યાર પછી ભારતમાં ઠેરઠેર ઠેકાણે આવાં ગરુડ સ્તંભો બન્યા.
રાજસ્થાનના ધાર્મિક સ્થળ પુષ્કરમાં એક વિષ્ણુ મંદિરમાં આવો ગરુડ સ્તંભ છે. ગરુડ સ્તંભોનું બાહુલ્ય એ દક્ષિણ ભારતમાં વધુ જોવાં મળે છે. કોઈમ્બટૂર માં પણ એક ઊંચો ગરુડ સ્તંભ છે, પણ શિલ્પકલા નિખરી તો મધ્યકાળમાં જ છે. વિદિશાને બાદ કરતાં કોઈ ગરુડ સ્તંભ આગવી છાપ પાડી શક્યા નથી.
બાય ધ વે… વિદિશાનો ગરુડ સ્તંભ તૂટેલી હાલતમાં છે. એમ તો જ્યાં ભગવાન વિષ્ણુનું મંદિર હોય ત્યાં ગરુડ સ્તંભ હોય જ, જેમ કે બદ્રીનાથ. પણ જો વત શિલ્પકળાની કરવામાં આવતી હોય તો તે નિખરી છે ચોલા અને હોયસાલના સમયમાં, હોયસાલ વંશના સમયમાં, હોયસાલ સમયમાં જગવિખ્યાત ચેન્નાકેશવ મંદિર બન્યું એ તો તમને યાદ હશે ઝશે !
આ મન્દિર વિશે જ ઘણીવખત પ્રકાશ પાડતો રહેવાનો જ છું. તૈયારી રાખજો સૌ! આ ચેન્નાકેશવ મન્દિરની સામે જ આ ગરુડ સ્તંભ સ્થિત છે. જે હોયસલ શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે. આ દેવતા ગરુડ સ્તંભની સાથે વિજયનગર સામ્રાજ્ય સામ્રાજ્યના સુવર્ણકાળ દરમિયાન બનાવવામાં આવ્યાં હતાં.
ચેન્નાકેશવ મન્દિર જેને બેલૂરના કેશવ,કેસવા, વિજયનારાયન મંદિરના રૂપમા પણ ઓળખવામાં આવે છે. આ એક ૧૨મી શતાબ્દીનું વૈદિક મંદિર છે. રાજા વિષ્ણુવર્ધન દ્વારા ઇસવીસન ૧૧૧૭માં બનાવવામાં આવ્યું હતું. બેલૂરમાં યાગાચી નદીને કિનારે વસેલું નગર છે જેને બેલાપુર પણ કહેવામાં આવે છે.
બેલૂર એ પ્રારંભિક હોયસાલ સામ્રાજ્યની રાજધાની હતી. આ મંદિર ત્રણ પેઢીઓ દ્વારા બન્યું છે અને પૂરું બનતા ૧૦૩ વર્ષ લાગ્યાં હતાં, ગરુડ સ્તંભ કેવી રીતે બન્યો એ તો હજી રહસ્ય જ છે. પણ જોતા જ અભિભૂત થઈ જવાય તેવો છે, એના શિલ્પો અને કોતરણી પણ જોવાં લાયક છે. ક્યારેક તમને આ મન્દિર અને સ્તંભ નોખાં લગે છે તો ક્યારેક એકબીજામાં એકરૂપ થયેલાં લગે છે, આ ગરુડ સ્તંભ એ સનાતન ધર્મની શાન છે.
જોડે જોડે ગરુડ દેવતાની અદભુત મૂર્તિ જોવાની ભૂલતાં નહીં !
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply