#ભારતનાં_અદભૂત_શિલ્પો
#ચેન્નાકેશવ_મંદિર_બેલૂર_શિલ્પશાસ્ત્ર
ચેન્નાકેશવ મંદિરની બાંધણી જ બહુ સરસ છે, એ જેટલું બહારથી સુંદર લાગે છે અને શિલ્પ સ્થાપત્યથી ભર્યુંભર્યું લાગે છે એટલું જ એ અંદરથી પણ એના પથ્થર પરના નકશી કામને લીધે એ ખૂબ જ સુંદર લાગે છે. આને લીધે જ આની ગણના આજે વિશ્વના બેનમૂન શિલ્પોમાં થાય છે. અદભુત , અલૌકિક અને અકલ્પનિય સ્થાપત્યકલા ધરાવતું આ મંદિર પણ શિલ્પશાસ્ત્ર પ્રમાણે જ બાંધવામાં આવ્યું છે.
અરે આ જ શું કામ ? ભારતના દરેક મંદિરો એ શિલ્પશાસ્ત્ર પ્રમાણે જ બાંધવામાં આવેલા છે. વાસ્તુશાસ્ત્ર પણ શિલ્પશાસ્ત્રમાં અગત્યનો ભાગ ભજવે છે. ગણિત,ભૂમિતિ અને જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન પણ એમાં અગત્યનો ભાગ ભજવે છે, કારણકે ભારત છેક વૈદિકકાળથી આમાં માહિર હતું.
શિલ્પશાસ્ત્ર પણ એટલું જ પુરાણું છે, સવાલ એ છે કે એનું અમલીકરણ ક્યારથી થયું. તે ઇસવીસન પૂર્વથી શરૂ થયું એમ કહી શકાય, મૌરીકાળથી એટલે કે ભારતનો ઇતિહાસ જ્યારથી શરૂ થયો ત્યારથી, એમ તો પ્રાગ ઐતિહાસિકકાળમાં આ શિલ્પ શાસ્ત્ર તો હતું જ હતું. પણ એનું બાહુલ્ય વધ્યું મૌર્ય કાળમાં અને એ વધારે વિકસિત થયું મૌર્ય કાળમાં ખાસ કરીને સમ્રાટ અશોક ના સમયથી, આમ તો ચંદ્રગુપ્ત મૌર્ય ના સમયના પણ શિલ્પસ્થાપત્યો પણ આજે દ્રષ્ટિગોચર થાય તો છે જ એનો પહેલાં ના પણ ઘણાં શિલ્પ સ્થાપત્યો તો છે જ પણ એ અતિસ્પષ્ટ ન હોવાથી એ વિશે તો માત્ર અનુમાન જ બાંધી શકાય છે.
હવે મૌર્યકાળથી તે છેક આજપર્યંત ભારતમાં ઘણાં ઘણા રજવાડાઓ અસ્તિત્વમાં આવ્યાં અને એને લીધે અનેક રાજવંશોએ ભારતભરમાં પોતાની કીર્તિ ફેલાવી. ઇતિહાસમાં જે જય – પરાજયની વાતો ફેલાવવામાં આવી હોય તે ભલે અસ્વી. પણ એ સમયના સ્થાપત્યોને તો હાર-જીતનો સામનો નથી કરવો પડ્યો. એમાંના ઘણાં સ્થાપત્યો જેમાં મંદિરો પણ આવી જ જાય છે એ બધાં જ એ જે તે વંશના રાજાએ પોતે પ્રાપ્ત કરેલાં વિજયની સ્મૃતિમાં પણ બંધાવ્યા છે.
એ વિશે જે વાર્તાઓ પ્રચલિત થઈ હોય તે થવા દેવાની પણ એ સ્થાપત્યો બેનમૂન કલાકારીગરીના ઉત્તમ નમૂનાઓ છે એટલું તો આપણે સ્વીકાટવું જ રહ્યું. એમયમી શૈલી અખત્યાર કરવામાં આવી હતી, તેમાં બીજી શૈલીનું મિશ્રણ કરી નવી શૈલી બનાવવામાં અસ્વી હતી. બધું જબધે શૈલી કે શિલ્પશાસ્ત્ર પ્રમાણે નથી ચાલતું હોતું ! એમાં ફેરફાર કરી નવાં સ્થાપત્યો પણ બાંધવામાં આવ્યાં છે, એકલા કર્ણાટકમાં હોયસાલ વંશમાં ૧૫૦૦ જેટલાં મંદિરો અને શિલ્પસ્થાપત્યો સ્થપાયા હતા અને દરેક એકબીજાથી નોખાં પણ તરી આવે છે.
શિલ્પશાસ્ત્ર તો એનું એ જ છે પણ એમાં ફેરફાર પણ કરવામાં આવેલો તો છે જ ! તેમ છતાં આ શિલ્પશાસ્ત્ર પ્રમાણે જ બધાં મંદિરો બાંધવામાં આવ્યાં છે. ઇતિ સિદ્ધમ !!! હવે વાત બેલૂર સ્થિત ચેન્નાકેશવ મંદિરની, બેલુરુ ચેન્નકેશવ મંદિરની સુંદર બાહ્ય દિવાલમાં અનેક જટિલ સ્તરો છે. અહીં સ્તરોનો અર્થ સ્થાપત્ય એવો જ થાય છે જેને લીધે જ એ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે
(૧) ગજ થર અથવા ગજ પટ્ટા – હાથીનું બેન્ડ – સમૃદ્ધિ અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક હાથી એક બીજાથી અલગ છે. તે એવી રીતે કોતરવામાં આવ્યું છે કે, તે આગળ વધતું દેખાય.
(૨) સિંહ પટ્ટા – સિંહ બેન્ડ – શક્તિ અને સાર્વભૌમત્વનું પ્રતિનિધિત્વ કરે છે.
(૩) અશ્વ પટ્ટા – હોર્સ બેન્ડ – વેપાર, વૃદ્ધિ અને વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે.
(૪)અને (૭) વસંત પટ્ટા – ક્રિપર બેન્ડ – જીવનની વિપુલતાનું પ્રતિનિધિત્વ કરે છે.
(૫)અને (૮). ઉત્સવ પટ્ટા – સેલિબ્રેશન બેન્ડ – સાંસ્કૃતિક વિપુલતા અને ખુશીના સૂચકને રજૂ કરે છે.
(૬). દેવ પટ્ટ – ગોડ્સ બેન્ડ – સર્વમય સર્વવ્યાપ્ત ભગવાન અને તેના તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે.
આ ફોટો ધ્યાનથી જોશો એટલે તમને ચેન્નાકેશવ મંદિરની બાહ્ય સુંદરતા પણ નજરે પડશે અને તમને એનાં શિલ્પશાસ્ત્રનો પણ ખ્યાલ આવશે
ૐ ન્મો ભગવતે વાસુદેવાય !!!
– જનમેજય અધ્ધવર્યું
Leave a Reply