જમ્બુકેશ્વર મંદિર – તિરુચિરાપલ્લી
#ભારતનાં_અદભૂત_શિલ્પો
#જમ્બુકેશ્વર_મંદિર_તિરુચિરાપલ્લી
આ મંદિર એની પ્રાચીનતા અને એનાં શિલ્પ શિલ્પ સ્થાપત્યોને કારણે અતિપરખ્યાત છે.
હમણાં હમણાં એમાં મળેલા ખજાનાને કારણે એ વધારે જાણીતું થયું છે અને એની ગણના ભારતના સૌથી સમૃદ્ધ મંદિરોમાંના એકમાં થવા લાગી છે
દક્ષિણ ભારતમાં ગોપુરમો સાથે એનાં સ્તંભો પણ એટલાં જ જગવિખ્યાત બન્યાં છે. આ સ્તંભો જ સનાતન ધર્મની
શાન છે. જો શિલ્પ સ્થાપત્યની વાત કરવી હોય તો આવાં આધારસ્તંભોને વણી લઈને જ કરી શકાય !
આ મંદિર પર દીર્ઘ લેખ તો કરવાનો જ છું પણ એ પહેલાં એની એક ઝલક માણી લો !
ભારતના પ્રાચીન મંદિરો વિશે આપણને ઘણી વાતો સાંભળવા મળે છે.
ખાસ કરીને તેમની વાસ્તુકલા, સ્થાપત્ય અને ખજાનાની પણ ચર્ચા કરવામાં આવે છે, જો ખજાનાની વાત કરીએ તો દક્ષિણ ભારતના મંદિરો ખજાનાને લઈને ખૂબ જ ચર્ચામાં છે, તો ચાલો વાત કરીએ દક્ષિણ ભારતના આવા જ એક ઐતિહાસિક મંદિરની.જેના વિશે આજકાલ ચર્ચામાં છે. તેના ખજાના માટે ખૂબ પ્રખ્યાત છે.
‘જંબુકેશ્વર મંદિર’ તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં આવેલું છે, આ પ્રાચીન મંદિર ચોલ વંશના કોકેનગન દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તે લગભગ ૧૮૦૦ વર્ષ પુરાણું હોવાનું માનવામાં આવે છે. આ સ્થાન પર માતા પાર્વતીએ ભગવાન શિવની દેવી અકિલાંડેશ્વરીના રૂપમાં તપસ્યા કરી હતી. તેમણે કાવેરી નદીના પાણીમાંથી લિંગની રચના કરી હતી તેથી જ તેને અપ્પુ લિંગમ કહેવામાં આવે છે. દેવીએ જાંબુના ઝાડ નીચે લિંગની સ્થાપના કરી હોવાથી અહીં ભગવાન શિવને જંબુકેશ્વર તરીકે ઓળખવામાં આવે છે.
સ્થાપત્ય માળખું
——————-
મંદિરમાં ૫ પ્રહરમ (કોરિડોર) છે જેમાંથી ૫મો પ્રહરમ ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે જે કરોળિયાના આકારમાં છે. તેને ‘તિરુનિટ્ટન થિરુમાથિલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરમાં ૧,૦૦૦ થાંભલાઓ સાથેનો એક હોલ છે, આ સિવાય અન્ય ઘણા સ્તંભો પણ સમગ્ર મંદિરમાં દેખાય છે. આ સ્તંભોમાં લોખંડની સાંકળો અને ૧૨ રાશિઓ કોતરવામાં આવી છે. આ સાથે મંદિરની દિવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ કોતરવામાં આવી છે. મંદિરમાં ગોપુરમ પણ બનાવવામાં આવ્યું છે. તિરુચિરાપલ્લીના આ જંબુકેશ્વર મંદિરમાં માતા પાર્વતી પણ અકિલાંડેશ્વરીના રૂપમાં બિરાજમાન છે.
– જનમેજય અધ્વર્યું
Leave a Reply