જયસમંદ લેક – રાજસ્થાન
અશ્વિની ભટ્ટની થ્રીલર “ફાંસલો” વાંચ્યા પછી અમે બધાં ઈસ્વિસન ૧૯૮૭માં પ્રથમ વાર જયસમંદ લેક ગયાં હતાં. એ સમયે ત્યાં રાત્રી રોકાણની વ્યવસ્થા હતી. હવે એ નથી રહી પણ હવે જયસમંદ લેકમાં એક ટાપુ પર જયસમંદ રિસોર્ટ શરૂ થયો છે જે ફાઈવ સ્ટાર છે. ફાઈવ સ્ટાર હોય એટલે ખર્ચાળ જ હોય.
ત્યાર પછી એકવીસમી સદીમાં બીજી બે વાર જયસમંદ જઈ આવ્યો
જોવા જેવી જગ્યા છે હોં મિત્રો !
ઉદયપુર શહેરથી ૩૦ કિમી દૂર બાંસવાડા માર્ગ પર આવેલું આ તળાવ પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે. તેને ઢેબર તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સરોવર ઇસવીસન ૧૬૮૫માં રાણા જય સિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હાલમાં સારા વરસાદને કારણે સળિયા પર હાથીના પગ સુધી પાણી ભરાતા તળાવ ઓવરફ્લો થયું છે.
આ તળાવ ૧૪ કિમી પહોળું અને ૧૦૨ ફૂટ ઊંડું છે. જે જોવામાં ખૂબ જ સુંદર છે.ખૂબ ઓછા લોકો જાણે છે કે ગોવિંદ વ લ્લભ પંત સાગર પછી આ ભારતનું બીજું સૌથી મોટું કૃત્રિમ તળાવ છે. જે ૮૭ કિમી વિસ્તારમાં ફેલાયેલ છે.
આ ભવ્ય અને સુંદર ઢેબર તળાવમાં ૧૦થી ૪૦ એકરમાં ત્રણ ટાપુઓ આવેલા છે. અહીં બનેલો માર્બલ ડેમ ૯૮૪.૩ફૂટ ઊંચો છે અને તે ભારતના હેરિટેજ સ્મારકોનો પણ એક ભાગ છે. તેની ખાસ વાત એ છે કે તેની આસપાસ રાણીઓના સમર પેલેસ પણ બનેલા છે. આ સરોવર એશિયાનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર માનવામાં આવે છે.
ઢેબર સરોવર પર ત્રણ ટાપુ છે, જેમાં બે મોટા ટાપુઓનું નામ બાબા કા મગરા અને નાના ટાપુનું નામ પિયારી છે.તળાવની નજીક એક શિવ મંદિર પણ બનેલું છે.જે ખાસ જોવાલાયક છે. હવા મહેલ તળાવની જમણી બાજુએ ટેકરી પર બનેલો છે. રૂઠી રાનીનો મહેલ સામેની ટેકરી પર બનેલો છે. જેનું વર્ણન ફાંસલોમાં ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે.
આ વાંચીને જ અમે જયસમંદ ગયાં હતાં. તળાવના બીજા છેડે પ્રખ્યાત જયસમંદ દ્વીપ અને કરણી મહેલ હોટેલ બનેલી છે, જ્યાં નૌકાવિહાર કરીને પહોંચી શકાય છે. જયસમંદ લેકમાં નૌકાવિહાર કરવો એક લ્હાવો છે.
જયસમંદ તળાવ એ ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું સૌથી જૂનું ઐતિહાસિક અને સૌથી મોટું કૃત્રિમ મીઠા પાણીનું સરોવર છે. તે પશ્ચિમ ભારતમાં રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં આવેલું છે. તે 17મી સદીમાં નમલા થિકાના દ્વારા બનાવવામાં આવ્યું હતું, જ્યારે ઉદયપુરના રાણા જય સિંહે ગોમતી નદી પર માર્બલ ડેમ બનાવ્યો હતો.
૧૬૮૫માં રાણા જયસિંહ દ્વારા બાંધવામાં આવેલ ઢેબર તળાવ ૩૬ ચોરસ માઈલના વિસ્તારને આવરે છે. ૧૯૦૨માં અંગ્રેજો દ્વારા ઇજિપ્તમાં અસવાન ડેમના નિર્માણ સુધી આ તળાવ વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ તળાવ રહ્યું હતું.
જયસમંદ તળાવ એ ઉત્તર પશ્ચિમ ભારતમાં દક્ષિણ-મધ્ય રાજસ્થાન રાજ્યમાં અરવલ્લી શ્રેણીની દક્ષિણપૂર્વમાં સ્થિત એક વિશાળ જળાશય છે. તે રાજસ્થાનના મુખ્ય પ્રવાસન સ્થળોમાંનું એક છે. આ સરોવર એશિયામાં બીજા નંબરનું સૌથી મોટું કૃત્રિમ તળાવ હોવાનું ગૌરવ ધરાવે છે. તે ઉદયપુર જિલ્લાના મુખ્ય મથકથી દક્ષિણ-પૂર્વ તરફ ઉદયપુર-સાલમ્બર રોડ પર ૫૧ કિલોમીટરના અંતરે આવેલું છે. તેના કુદરતી વાતાવરણની સુંદરતા અને ડેમના વિશિષ્ટ સ્થાપત્યને કારણે, આ તળાવ વર્ષોથી પ્રવાસીઓના આકર્ષણનું એક મહત્વપૂર્ણ સ્થળ રહ્યું છે.
તે ઉદયપુરના રાણા દ્વારા ૧૬૮૭-૧૬૯૧માં પિકનિક માટે બનાવવામાં આવ્યું હતું. તેને આ તળાવની મધ્યમાં એક ટાપુ પણ મળ્યો હતો. અહીં બંધના સૌથી ઊંચા સ્થાને ભગવાન શિવને સમર્પિત ‘નર્મદેશ્વર મહાદેવ’નું કલાત્મક મંદિર પણ મહારાણા જયસિંહ દ્વારા બનાવવામાં આવ્યું છે.
!! જય મેવાડ !!
!! હર હર મહાદેવ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply