લક્ષ્મીનારાયણ મંદિર – હોસહલોલું, કર્ણાટક
#ભારતનો_ભવ્ય_મંદિર_વારસો
#લક્ષ્મીનારાયણ_મંદિર_હોસહલોલું_કર્ણાટક
લક્ષ્મી નારાયણ મંદિર, હોસાહોલુ, માંડ્યા જિલ્લો, કર્ણાટક
હોસહલોલુ કર્ણાટકના માંડ્યા જિલ્લામાં આવેલું એક નાનું શહેર છે. આ ઐતિહાસિક શહેર એક સમયે દક્ષિણ ભારતના મહાન રજવાડાઓમાંના એક હોયસલા -હોયસાલ સામ્રાજ્યનો ગઢ હતો. તે હોયસલાનો સ્થાપત્ય વારસો છે જે આજે આપણે આ શહેરમાં જોઈ શકીએ છીએ. લક્ષ્મીનારાયણ મંદિર હોસાહોલ્લુનું મુખ્ય આકર્ષણ છે.
આ મંદિર ભલે કર્ણાટકના અન્ય મંદિરો જેટલું પ્રખ્યાત ન હોય, પરંતુ તે એક રહસ્યમય સ્થળ છે. સુંદર કોતરણી કરેલ શિલ્પો, મંદિર અને આ મંદિરની ભવ્ય આંતરિક સજાવટ અને આ મંદિરની સમગ્ર સંરચના એની સૌથી મોટી આકર્ષક વિશેષતાઓ છે
લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ — લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ હોયસાલ રાજા વીર સોમેશ્વરના શાસનકાળમાં ઇસવીસન ૧૨૫૦મા કરાવ્યું હતું.
લક્ષ્મીનારાયણ મંદિરની વાસ્તુકલા — આ મનદીરમાં ત્રિકુટા વિમના ( ૩ તીર્થ ) સંરચના છે
જેનો અર્થ એ થાય છે કે — ૩ મંદિર એકસાથે આખા એટલે કે સમગ્ર મંદિર નું નિર્માણ કરે છે
મંદિર ગોપુરમ — લક્ષ્મી નારાયણમાં કેવળ મુખ્ય મોટાં મંદિરમાં એક જ ગોપુરમ છે જ્યારે અન્ય બે ભવનોમાં સપાટ છત જ છે
લક્ષ્મીનારાયણ મંદિરની સંરચના — મંદિર એક જગતી (મંચ) પર બનાવવામાં આવેલું છે. જે હોયસાલ મંદિર વાસ્તુકલ માં એક આગવું સ્થાન ધરાવે છે. આ મન્દિર એ જ વાસ્તુકલા નોએક ઉત્તમ નમૂનો છે.
મુખ્ય દેવતા — ભગવાન શ્રી વિષ્ણુ આ મંદિરના મુખ્ય દેવતા છે . આમ તો એ નામ પરથી એ ખબર પડી જ ગઈ હશે. એમને એમની પત્ની દેવી લક્ષ્મીજીના નામથી પણ ઓળખવામાં આવે છે
મંદિરની મુર્તિઓ — મંદિરમાં સ્થાપવામાં આવેલી લગભગ બધી જ મુર્તિઓ મુખ્યરૂપે ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે કારણકે આ એક શુદ્ધ વૈષ્ણવ મંદિર છે. રામાયણ અને મહાભારત2 જેવી હિંદુ પવિત્ર પૌરાણિક કથાઓના ઘણા દ્રશ્યો અહીં શિલ્પ રૂપે કંડારવામાં આવેલાં છે જે મંદિરની દીવાલો પર દ્રશ્યમાન થાય છે અને મંદિર ને એક નવો જ ઓપ મળે છે.
ભગવાન વિષ્ણુના અવતાર — પ્રત્યેક મંદિરમાં ભગવાન વિષ્ણુના વિભિન્ન રૂપો એટલે કે અવતારોની મૂર્તિઓ છે. જેમ કર વેણુગોપાલ, લક્ષ્મીનારાયણ અને લક્ષ્મીનરસિંહ. આ લક્ષ્મીનરસિંહનાં અદભૂત શિલ્પો દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં ઠેરઠેર ઠેકાણે જોવાં મળે છે અને દરેક જગ્યાએ એ અદભૂત જ છે !
લક્ષ્મીનારાયણ મંદિરનું સ્થાન — આ પ્રશ્ન તો કોઈના પણ મનમાં ઉદભવવો જ જોઈએ કે આખરે આ મંદિર ક્યાં સ્થિત છે ?
લક્ષ્મી નારાયણ મંદિર એ હોસહલોલુ શહેરમાં સ્થિત છે. જે મૈસુરથી લગભગ ૬૧ કિલોમીટર દૂર છે. આ મન્દિર બેંગલુરુથી ૧૬૧ કિલોમીટર દૂર છે. બાકી …. બીજું તો શું કહું ? તક મળે તો આ મંદિર જોઈ આવજો ખરાં ! સનાતન ધર્મજ સત્ય છે !!!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply