યમ યમુના મંદિર – વિશ્રામ ઘાટ, મથુરા, ઉત્તર પ્રદેશ
#યમ_યમુના_મંદિર_વિશ્રામ_ઘાટ_મથુરા_ઉત્તર_પ્રદેશ
મથુરા એ ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ માટે જેટલું જાણીતું છે એટલું જ઼ એ ભાઈ બીજના પવિત્ર યમુના નદીના સ્નાન અને યમુનાજીની આરતી માટે જાણીતું છે. એજ કે યમુનાજીની આરતી તો દરરોજ સંધ્યાટાણે થાય છે પણ ભાઉબીજે યમુનાંજીમાં સ્નાન કરવાં માટે દેશના ખૂણે ખૂણેથી ૫થી ૭ લાખનો માનવ મહેરામણ ઉમટે છે મથુરામાં… આ ભાઈ બીજનું ખાસ મહત્વ છે મથુરા શહેરમાં, આ મહત્વને ભગવાન શ્રીકૃષ્ણ સાથે કોઈ લેવાદેવા નથી. તો શું છે આ મહત્વ ? તે પણ જાણી લો સૌ !
યમુના નદીના કિનારે મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર એક મંદિર સ્થિત છે. તેનું નામ યમ યમુના મંદિર છે. ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે આ અદભુત મંદિર…
માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના દેવી-દેવતાઓ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળો છે. આ મંદિરોમાં ભગવાન શંકર, રાધા-કૃષ્ણ, વિષ્ણુજી, બ્રહ્માદેવ વગેરેના અનેક મંદિરો જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં યમદેવતાનું એક મંદિર પણ છે. હા, તમને જાણીને નવાઈ લાગશે કે મથુરામાં એક એવું મંદિર છે જે યમરાજ અને તેમની બહેન યમુના માને સમર્પિત છે. આ મંદિર મથુરાના પ્રખ્યાત વિશ્રામ ઘાટ પર બનેલ છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ભાઈ-બહેનની ખાસ જોડીની પૂજા કરવામાં આવે છે, તે જોડી છે ભગવાન યમરાજ અને તેમની બહેન યમુના દેવી.
મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા
——————————-
ભગવાન સૂર્યની પત્ની સંજ્ઞાને એક પુત્ર યમરાજ અને એક પુત્રી યમુના હતી. પરંતુ સૂર્યનો તાપ સહન ન થવાને કારણે તેની પત્ની સંગ્યા છાયાને તેની જગ્યાએ મૂકીને ચાલી ગઈ હતી. છાયામાંથી તૃપ્તિ અને શનિનો જન્મ થયો.
દંતકથાઓ અનુસાર, જ્યારે છાયા યમુના અને યમ સાથે સારી રીતે વર્તતી ન હતી, ત્યારે યમે એક નવું શહેર બનાવ્યું હતું. જે શ્રી કૃષ્ણના અવતાર સમયે ગો લોકમાં આવ્યા હતા. પોતાના ભાઈ પ્રત્યેના સ્નેહને કારણે તેણે ઘણી વખત યમરાજને પોતાના સ્થાને આવવાની પ્રાર્થના કરી. આખરે એક દિવસ યમરાજ પોતાની બહેનને મળવા આવ્યા. પરંતુ તેણી તેને ગો લોકમાં મળી હતી. જ્યાં તેણે પોતાના ભાઈ યમરાજને ભોજન કરાવ્યું. જ્યારે યમરાજે તેને વરદાન માંગવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું કે જે મારા પાણીમાં સ્નાન કરે છે, તે પુરુષ હોય કે સ્ત્રી. યમ લોકમાં ન જાવ. યમ માટે આ વરદાન આપવું મુશ્કેલ હતું.
આ જાણીને યમુનાએ કહ્યું, “ચિંતા કરશો નહીં, મને આ વરદાન આપો કે જેઓ આ દિવસે મારી બહેનના ઘરે ભોજન લે છે અને આ મથુરા શહેરમાં વિશ્રામ ઘાટ પર સ્નાન કરે છે તેઓ તમારા લોકો પાસે ન જાય. ” યમરાજે તેનો સ્વીકાર કર્યો.
ભાઈ -બહેનના પ્રેમનું પ્રતીક છે આ મંદિર
——————————-
મથુરાના આ મંદિરને ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે. જ્યાં ભાઈ-બહેનની જોડીની પૂજા કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે જે પણ ભાઈ-બહેનો સાથે આ મંદિરની મુલાકાત લે છે અને પછી યમુના નદીમાં ડૂબકી લગાવે છે, તેમને જીવન અને મૃત્યુની ભાંજગડમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે રક્ષાબંધન અને ભાઈ બીજના તહેવાર દરમિયાન આ મંદિરમાં ભક્તોની વધુ ભીડ જોવા મળે છે.
ઇતિહાસ સાક્ષી છે કે આ મંદિરમાં સૌથી વધુ ભીડ ભાઈ -બીજના દિવસે જ઼ હોય હોય છે
કારણકે
ભાઈને બહેન પોતાને ઘેર બોલાવે છે અને પ્રેમથી એને જમાડે છે, જયારે રક્ષાબંધને બહેન ભાઈને રાખડી બાંધવા ભાઈને ઘરે જાય છે. જે પણ પૌરાણિક કથાઓ રક્ષાબંદનને લગતી છે એમાં આ કથાનો ઉલ્લેખ નથી થતો. જે પણ કથા છે એ ભાઇબીજને અનુલક્ષીને જ છે, અને આ જ તો એનું મહત્વ છે.
!! હેપ્પી ભાઈ બીજ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply