ચીનીઓ હંમેશા ઉંદરની ચાલ રમે છે. ઉંદર કેવું ખૂણામાં ખટખટ કરીને તમને માનસિક રીતે થકવી દે એવું ચીન હાલ બધા જ દેશો સાથે કરી રહ્યું છે. પણ એને ખબર ન હતી કે વાંસળી વાદકને યાદ કરીને ભારતનો પ્રધાનમંત્રી તથા વિશ્વના અનેક નેતા એને પાંજરામાં પુરવાના પ્રયત્નમાં લાગેલા છે.
જેમ પાકિસ્તાનને આંતકવાદી મુલ્ક તરીકે પ્રસ્તુત કરીને ભારતે તેને વૈશ્વિક લેવલે ઘેરવાનો પ્રયત્ન કર્યો એવી રીતે ચીન હવે વૈશ્વિક લેવલે વિસ્તારવાદી મુલ્ક તરીકે પ્રસ્તુત થશે. અને આ પ્રયત્ન આજનો ન હતો. મને યાદ છે ૨૦૧૪ -૧૫ જ્યારે ભારતના પ્રધાનમંત્રી પહેલીવાર જાપાન ગયા હતા, ત્યારે તેમણે આ શબ્દનો પ્રયોગ કર્યો હતો. પણ ત્યારે લોકોની નજર આ બાબત પર પડી ન હતી, પણ હવે ચોકઠાંઓ ગોઠવાયા છે. ચેસની જોરદાર ગેમ ચાલુ છે. દરેક પ્લયેર સામે વાળાને ચેક આપવા માટે મચેલા છે, અને ઈંતઝાર એ વાતનો છે કે છેલ્લે કોણ ‘ચેક એન્ડ મેટ’ કહે. એ માટે પહેલો અને બહુ જ મહત્વપૂર્ણ દાવ ખેલવામાં આવ્યો છે. લેહ લદાખમાં જઈને. સુદર્શન ધારી ક્રિષ્ના, વિસ્તારવાદી તાકાત અને કમજોર શાંતિની પહેલ ન કરી શકે એવું કહીને ભારતના પ્રધાનમંત્રીએ ચીની રાષ્ટ્રપતિએ સપનામાં પણ ન વિચાર્યું હોય એવી ચાલ ચલી છે.
ચીનની ફોર્મર ડીપ્લોમેટ છે, એણે એક ઈંટરવ્યુંમાં કહ્યું હતું કે ૨૦૧૭માં ડોક્લામ ક્રાઈસીસ વખતે અમે એવું વિચાર્યું ન હતું કે ભારત આટલી નાની જમીન માટે ૭૩ દિવસ સુધી સામી છાતીએ ઉભું રહેશે. ( જેને જોઈએ એને હું લીંક આપીશ) અને આ તો એનાથી મોટો ઇસ્યુ બની ગયો છે. અને જિંગપીંગને એમ છુપા શબ્દોમાં પણ એમ ગર્જના સાથે કહ્યું છે, જો યુદ્ધ થશે તો ભારત સામે જવાબ આપ્યા વગર નહિ રહે. ભારત નવેમ્બર સુધી ૮૦ કરોડ લોકોને મફત ખવડાવી શકે એવી તૈયારી રાખીને બેઠું છે.
છેલ્લાં એક અઠવાડિયામાં મહત્વપૂર્ણ ઘટનાઓ ક્યાં અને કેવી બની
- તાઈવાનનાં રક્ષા મંત્રી એ કીધું કે અમારી સેના ચાઈના સાથે લડવા માટે તૈયાર છે.
- વિએતનામ, ફિલિપિન્સ અને ASEAN ( 10 countries) દેશો એ કહ્યું કે ચીનની સાઉથ ચાઈનામાં દાદાગીરી નહિ ચાલે યુ.એનના નિયમ પ્રમાણે જ થશે
- અમેરિકાએ પોતાના ન્યુક્લિયર પાવર્ડ એરક્રાફ્ટ કેરિયર USS Nimitz અને USS Ronald Reaganને સાઉથ ચાઈના સી માં મોકલ્યા છે.
- જાપાનનાં રાજદૂત એ એલ.એ.સી પર કોઈપણ પ્રકારના ચાઈનાનાં બદલાવને વખોડીને ભારતનું સમર્થન કર્યું છે.
- ભારતે રશિયા, યુ.એસ.એ, જાપાન, જર્મની, ફ્રાંસને ચીનની એલ.એ.સી ની હરકત પર ત્રીજી જુલાઈ એ બ્રીફ કર્યા છે.
- મોટા ભાગના બધા જ મોટા દેશો પાકિસ્તાનને ચીન સાથે એનું સ્ટેન્ડ ક્લીયર કરવા માટે દબાણ કરી રહ્યા છે.
- માઈક પોમ્પીઓએ શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશનાં ફોરેન મીનીસ્ટર જોડે છેલ્લા ૮ દિવસમાં ફોન પર વાત કરી છે.
- શ્રીલંકા જોડે અમેરિકા એ 3 જુલાઈ એ જ SOFA (Status of Forces Agreement) સાઇન કર્યો અને એ એનુસાર અમેરિકા શ્રીલંકામાં પોતાનું સૈન્ય ગમે ત્યારે ઉતારી શકવા માટે સક્ષમ અને સહમત.
- જાપાન એ જિંગપીંગની વિઝીટ હતી એ કેન્સલ કરવા માટે વિચારી રહી છે. મોટા દેશના સૌથી મોટા લીડરને મોઢા પર જ ના પાડવી એ અપમાન કહેવાય.
- ચીને રશિયાનાં ભાગ પર પણ પોતાનો હક્ક કરવા માંડ્યો છે.
- અને આ બધા વચ્ચે હોંગકોંગનો ઇસ્યુ તો સળગેલો જ છે. જેમાં પહેલીવાર ભારતે યુ.એનમાં પોતાનો પક્ષ હોંગકોગનાં પક્ષમાં અને ચીનની વિરુદ્ધમાં મુક્યો છે.
આ બધા વચ્ચે જિંગપીંગએ એવું કદી નહિ વિચાર્યું હોય કે ભારતના પ્રધાનમંત્રી લદાખમાં લલકાર ભરશે. એને એમ હશે કે આ નાનો ઇસ્યુ છે. પણ ભારત સહીત દુનિયા એને મોટો બનાવીને રાખવો જ જોઈએ. અને આ લલકાર એક દુરગામી અને કાયમી સોલ્યુશન તરફ લઇ જશે. જે જગ્યા એ એલ.એ.સી નિશ્ચિત નથી એ જગ્યા એ એલ.એ.સી નિશ્ચિત થશે. એવું મને લાગી રહ્યું છે. એ ઉપરાંત પણ જો આ લલકાર વચ્ચે પી.એલ.એ પાછું જવાનું થયું તો જિંગપીંગનાં માથે વધુ એક નાકામી આવશે અને એનું પરિણામ ચીની પ્રજાની અંદર જ એક જિંગપીંગ પ્રત્યે નફરતનું બીજ રોપશે. ચીન એટલું ગંદુ ઘેરાયું છે કે આમાંથી એ બહાર નીકળવા માટે એણે કેટલુય ગુમાવું પડશે અથવા ‘વાસ્તવિક’ ‘સંધી’ વાતચીત માટે ટેબલ પર આવવું જ પડશે. ટ્રમ્પની ચુંટણી પહેલા સાઉથ ચાઈના સી માં કઈક થવાના અણસાર દેખાઈ રહ્યા છે. અને આવતા ૩ ૪ મહિનામાં ચીની ઉંદર પાંજરામાં પુરાતો દેખાઈ રહ્યો છે.
~ જય ગોહિલ
Leave a Reply