~ સ્ટોરી નંબર 1
સ્થળ છે અમેરિકાનું એક ગેરેજ. પાંચ લોકો પોતાની કાર ઠીક કરવા માટે આવી પહોંચ્યા છે. એટલામાં એક કાર ઘરરરર કરતી આવી પહોંચે છે. પાંચે લોકોને લાગે છે કારમાં કોઈ બિગ મિસ્ટેક હશે. કારમાંથી એક માણસ ઉતરે છે, અને બધા શોક થઈ જાય છે. એ જ્હોન સીના છે, જે પોતાની નહીં પણ મોટાભાઈની કાર ઠીક કરવા માટે આવ્યો છે. પોતાના સુપરસ્ટારની મદદ કરવા માટે પાંચે લોકો આગળ આવે છે. અને કહે છે, ‘‘સર, હું તમારી કોઈ મદદ કરૂ ?’’
જ્હોન જવાબ આપે છે, ‘‘થેન્ક યુ, પણ મારાથી થયેલી ભૂલો હું ખુદ જ ઠેકાણે પાડુ છુ.’’ પાંચે લોકોના ચહેરા જોયા જેવા હોય છે. પછી જ્હોન પોતાના ફેવરિટ મેકેનિક સાથે કારને રિપેર કરવામાં લાગી જાય છે. એટલું જ નહીં કાર ઉઠાવવાનું મશીન ખોટકાઈ જતા એક ફેનની મદદ પણ કરે છે. તેના ફેન્સ તેની સાથે તસવીરો ખેંચે છે, ઓટોગ્રાફ પણ લે છે.
~ સ્ટોરી નંબર 2
સ્થળ અમેરિકાનું ગાર્ડન. એક મોટી બેન્ચમાં એક ભાઈ બેઠા છે. નામ છે કર્ટ વોન્નેગટ. અમેરિકાના મશહૂર લેખક છે. 14 નવલકથા, 3 વાર્તા સંગ્રહો, પાંચ નાટકો અને પાંચ નોન ફિક્શન બુક જેટલું અઢળક લખી ચૂક્યા છે. ખાલી કૃષ્ણ પર નથી લખ્યું ! આમ તો તમામ સંગ્રહો થઈને ટોટલ 40 જેટલી બુક્સ લખી છે. ગાર્ડનમાં બેઠા બેઠા કિતાબ વાંચતા હોય છે. એટલામાં એક છોકરો આવે છે, ‘‘સર હું તમારો ખૂબ મોટો ફેન છું, ઓટોગ્રાફ પ્લીઝ.’’
જીભ વાંકી વળે છે અને શબ્દો બહાર નીકળે છે, ‘‘F_ _K OFF’’
સેલિબ્રિટી હંમેશા સેલિબ્રિટી રહે છે, લેખક હંમેશા લેખક રહે છે !!
~ મયુર ખાવડુ
Leave a Reply