મેન બુકર પ્રાઈઝમાં આ વખતે સ્ટાર લેખકોની જગ્યાએ કેટલાક એવા લેખકો છે, જેમની કોઈ જાન પહેચાન નથી. માત્ર પોતાના પ્રદેશ પુરતા સિમિત છે, આમછતા આ બધા રાઈટર્સ એક સે બઠકર એક છે,
1) પોલ બેટ્ટી : મનોવિજ્ઞાનમાં એમ.એ કરેલા આ અમેરિકન ભાઈ ક્રિએટીવ રાઈટીંગમાં જોટો જડે તેમ નથી. અમેરિકાની એમ.એફ.એ તરફથી તેમને આ માટેનો એર્વોડ પણ મળેલો છે. 1990માં તેમણે પોતાનો પ્રથમ કવિતા સંગ્રહ લખેલો જેને ખુબ જ આવકાર મળેલો. અને આ પહેલા કવિતા સંગ્રહથી જ તેમનું સાહિત્યમાં નામ થઈ ગયેલુ. આટલુ જ નહિ ત્યારે એમટીવી પર આવતા પ્રોગ્રામમાં પોલની કવિતાને સ્થાન મળેલુ. કોઈ કવિ રોક મ્યુઝીકમાં કવિતાનું સ્થાન મેળવે તેવી આ પ્રથમ ઘટના હતી. કવિતામાં કંઈ પુરૂ ન થાય આ વિચારથી પોલે પોતાના મનોવૈજ્ઞાનિક મગજને થોડુ ચલાવ્યુ અને પહેલી નોવેલ લખવાનું મન બનાવી લીધુ. પોલને એમ કે આ કામ તેના માટે સહેલુ રહેશે, પણ જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે પોલને એ વાતની ખાતરી થઈ કે આ આકરૂ કામ પણ છે, કારણકે તેને જેવુ તેવુ નહિ, પણ એક ક્લાસિક લખવુ હતું. જેના માટે તેણે ખુબ મહેનત કરી, પણ પોલની ઈચ્છા જ્યાં જવાની હતી, તે ડેસ્ટિનેશન સુધી તે પહોંચી ન હતા શકતા. અને 1996માં પહેલી નોવેલ લખી મારી જેનું નામ ધ વ્હાઈટ બોય સફલ… જેમાં રિડર પોતે નેરેટરને મળે છે, અને કથાની શરૂઆત થાય છે. ત્યારબાદ આવી સ્ટફ અને પછી આવી સમરલેન્ડ એન્ડ નાવ પોલ બેટ્ટીની નોવેલે મેળવ્યુ છે બુકરમાં નોમિનેશન. આ નોવેલનું નામ છે ઘ શીલોટ. અત્યારે પોલ બેટ્ટી આ લિસ્ટમાં કાફી આગળ છે. જજીસથી લઈને રિડર પણ અત્યારે આ નોવેલ જીતશે તેવુ માની રહી છે, પણ બુકરમાં ક્યા કોઈ દિવસ લોકોનું માન્યુ થાય છે. લોસ એન્જેલસમાં આકાર લેતી તેમની આ નોવેલના કેરેક્ટરનું નામ છે me, જે પોતાના જીવનને માટે સંઘર્ષ કરતો હોય છે, અને ત્યારબાદ વહી કહાની ફિલોસોફી… આઈરિશ મર્ડોકની માફક.
2) ડેબ્રોહા લેવી : આ સાલ્લી ખતરનાક છે, તેની પાછળનું કારણ આ લાંબી બાઈ અગાઉ પણ બુકરના નોમિનેશન મેળવી ચુકી છે, અને ફેકાઈ પણ ચુકી છે. તેનો ચહેરો જોતા એવુ લાગ્યા કરે કે ક્યાંક આ મારી ન દે, પણ ના આવી ખતરનાક પણ નથી. માત્ર તેનો ચહેરો હાર્ડ છે. ઈતિહાસકાર રહેલી ડેબ્રોહા પોતે અમેરિકામાં કોંગ્રેસમાં રહી પાર્ટી માટે કામ પણ કરી ચુકી છે, રોયલ શેક્સપિયર કંપની એન્ડ અધર વિચ નામના નાટકથી તેણે 1981માં પોતાનું ડેબ્યુ કરેલુ. શરૂઆતમાં સ્ટેજ નાટકો જ કરેલા સમય જતા તેણે પોતાની રાઈટીંગને એક ઓર કદમ આગે બઢાવવાનો વિચાર કર્યો અને લખી નાખી નોવેલ બ્યુટીફુલ મ્યુટન્ટ. નાટકો લખતી હોવાના કારણે ડેબ્રોહાને નોવેલ લખવામાં કોઈ પણ પ્રકારની મુસીબત ન આવી. ઉપરથી તેનુ રાઈટીંગ નોવેલના પ્રકારમાં સ્ક્રિન પ્લે ટાઈપ હોવાથી બંધ બેસતુ થવા લાગ્યુ. લોકો વચ્ચે તેની નોંધ લેવાતી થવા લાગી. 1993માં સ્વોલોવીંગ જીયોગ્રોફી નામની નોવેલ આવી. 2011માં સ્વીમિંગ હોમ નામની નોવેલ માટે પહેલીવાર બુકરમાં નોમિનેશન મળ્યુ, પરંતુ ત્યારે તેના કરતા વધારે ધરખમ રાઈટર્સ હતા, જેમાંની એક હિલેરી મેન્ટલ જેમની બ્રિંગ અપ બોડિસ અને તેનો જ બીજો ભાગ વુલ્ફ હોલ નામની નોવેલ ઉપરાછાપરી બુકર જીત્યુ અને ડેબ્રોહા સહિત ઘણા લેખકોના સપના ચકના ચુર થઈ ગયા, પરંતુ હવે ડેબ્રોહા પાછી નોમિનેટ થઈ છે. અને તેની નવી નોવેલનું નામ છે હોટ મિલ્ક. જોઈએ હવે, આ વખતે બાજી મારે છે કે પાછી 2011 વાળી….
3) ગ્રેમી માર્કે બર્નટ : હિઝ બ્લડી પ્રોજેક્ટ નામની નોવેલ માટે ગ્રેમીને આ વર્ષે નોમિનેશન મળ્યુ છે. સ્કોટલેન્ડમાં જન્મેલા અને યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકામાં રહીને રાઈટીંગ કરિયર બનાવી. તેમના વિશે વધારે કંઈ ખબર નથી, પણ હા તેમની નોવેલના નામ થોડા આકરા હોય છે. જેમકે તેમની એક નોવેલનું નામ ડિસઅપિરિયનસ ઓફ એડલ બ્લુમ. મોટાભાગે ક્રાઈમ ફિક્શન લખતા ગ્રેમીએ આ વખતે કંઈક હટકે ક્રાઈમ લઈને આવી ગયા છે.
4) ઓટ્ટેસા મોસેફ : આ અમેરિકન લેખિકાએ પેરિસ સ્ટોરી નામની છ વાર્તાઓ લખી. આ છ પછી બે નવલકથા લખી. એકથી એક ચડિયાતી. દુનિયાભરના તમામ એર્વોડ મળ્યા પણ કોઈ દિવસ બુકરની આસપાસ જવા પણ ન મળ્યુ. ઓટ્ટેસાએ મેકગ્લુ અને એલિયન આ બે નવલકથાઓ લખી છે અને એલિયનના કારણે તે હાલ લાઈમલાઈટમાં છે. 1960માં અમેરિકાના મેસાચ્યુસેટ વખતે 24 વર્ષની એલિયનની સાથે શું થયુ હતું તેનું વર્ણન આ નોવેલમાં છે. નોવેલમાં એલિયનની પાનખર અને વસંતનું વર્ણન છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલર રહેલી આ નોવેલ આ વખતે બુકરમાં શું કરે છે, તે તો એલિયન જ કહેશે…
5) ડેવીડ ઝેલી : ડેવીડે પોતાના કરિયરની શરૂઆત બીબીસીમાં રેડિયો ડ્રામા લખવાથી કરી હતી. રેડિયો લખતા લખતા પોતાના માટે કશું નવુ લખવાનું મન થઈ ગયુ. હેન્ડસમ અને ડેશીંગ લાગતા ડેવીડ અત્યારે કેનેડાના નંબરવન રાઈટર છે. ઈનોસન્ટ અને સ્પિન્ગ નામની નોવેલ માટે તે કેનેડાના ટોપ 20 લેખકોમાંના એક છે. અને આ વખતે ઓલ ધેટ મેન નામની બુક માટે શોર્ટલિસ્ટ થયા છે.
6) મડેલિયન થીન : ચીની જેવી લાગતી મડેલિયન થીને સિમ્પલ રેસીપી નામે શોર્ટ સ્ટોરી લખી. તેમની આ ડેબ્યુ કહાની પર કેનેડિયન નોબેલ પ્રાઈઝ વિનર એલીસ મુનરોએ કહેલુ કે, આ સાહિત્યનું સૌથી બેસ્ટ ડેબ્યુ છે, આ પ્રકારનું ઈમોશનલ સાહિત્ય મેં વાચ્યુ નથી. જ્યારે થીને સર્ટેનીટી જેવી પહેલી નોવેલ લખી તો વિશ્વની 16 ભાષાઓમાં તેનો અનુવાદ થયેલો. પહેલી નોવેલની ખ્યાતિ બાદ તેમના પર પ્રેશર વધ્યુ. બીજી નોવેલ પણ લોકોને સર્ટેનીટી જેવી જોઈતી હતી. ત્યારે મડેલિયને તેનાથી પણ ઉચ્ચ કક્ષાની નોવેલ આપી. જેણે મેડેલિયનની પહેલી નોવેલના રેકોર્ડસ પણ બ્રેક કરી નાખ્યા. આ નોવેલ એટલે ડોગ્સ એટ ધ પ્રિમિયર. જેનું 16 તો નહિ પણ 9 ભાષામાં અનુવાદ થયો. મોર્ડન એજમાં મડેલિયન એવા પહેલા લેખિકા છે, જેમની નોવેલનો આટલી બધી ભાષાઓમાં અનુવાદ થયો હોય. અને હવે ડુ નોટ સે વી હેવ નથીંગ સાથે તેમના જીતવાના ચાન્સીસ આ બધા ઉમેદવારોમાં સૌથી વધારે છે….
અફસોસ કે ઈન્ડિયા નથી.
~ મયુર ખાવડુ
Leave a Reply