બલુચિસ્તાન પાકિસ્તાનના શાસનથી આઝાદી માંગે છે
વાત ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ જ્યારે પાકિસ્તાન આઝાદ થયું અને કાઈદ-એ-આઝમ મુહમ્મદ અલી ઝીણા એ વડાપ્રધાન લિયાકત અલી ખાનને બોલાવ્યા અને કહ્યું કે ‘ઈતિહાસ મારી મરજી મુબજ રચાયો છે પણ ભૂગોળ હજી મારી મરજી મુજબ રચાતું નથી’ પટેલે ભારતનો નકશો ઘડી નાખ્યો હતો, પણ પાકિસ્તાન હજી છીછરું હતું. એવું એના કાઈદ-એ-આઝમ ઝીણાને લાગતું હતું. ભારતનો પશ્ચિમી ભાગ જે કુલ ૪,૬૩,૬૧૦ ચોરસ કિલોમીટર પાકિસ્તાનમાં ગયો હતો. પંરતુ તેમાંથી ૪,૧૯,૫૬૪ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતા દેશી રજવાડા પાકિસ્તાન જોડે જોડાવવા ઇચ્છતા ન હતા. અલબત એ લોકો સ્વતંત્ર રહેવા માંગતા હતા. એ સમયે જ કલાત અને તેના આધીન રાજ્યોનો લગભગ ૩,૪૭,૬૪૧ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરવતો વિસ્તાર એટલે કે હાલનું બલુચિસ્તાન.
બલુચિસ્તાનએ અંગ્રેજ આધીન રાજ્ય હતું જ નહિ અને ત્યાના શાસન કર્તા હતા અહદમ યાર ખાન. આ બલુચીસ્તાનનું ક્ષેત્રફળ પાકિસ્તાનનાં કુલ ક્ષેત્રફળ કરતા ૪૩ % જેટલું છે. આ બલુચીસ્તાન એ સમયે બ્રિટિશનો ભાગ ન હતું, એટલે એ સ્વતંત્ર રહી શકે એમ હતું. કારણ કે તેને ભારત કે પાકિસ્તાન સાથે જોડવવાનો કાયદો લાગુ પડે એમ ન હતો. આ ઝીણાની ભૂગોળ લાલચે બલુચિસ્તાનનાં શાસક પર પાકિસ્તાનમાં જોડાવવા માટે દબાણ કરવામાં આવ્યું. ખાને નાં પાડી તો આ લાલચુ ઝીણાએ અરજી પત્રકની જગ્યા એ ધમકી પત્ર મોકલ્યા હતા. બલુચિસ્તાનનાં એક નેતા એ ઝીણાંને કહી દીધેલું કે ‘ઈરાન અને અફઘાનિસ્તાનની જેમ અમારી આગવી સંસ્કૃતિ છે, અમે મુસ્લિમ છીએ પણ અમે બ્રિટિશનો ભાગ ન હતા એટલે અમે અલગ રહી શકવા સક્ષમ છીએ અને પડોશી તરીકે તમે આદરપૂર્વક વર્તો એટલું બહુ છે. પણ, બલુચીસ્તાન વગરનું પાકિસ્તાન એ એવા પ્રાણી જેવું હતું કે જેના ધડનું અસ્તિત્વ ખરું પણ પુછડીનું નહિ અને ભૂગોળ ભૂખ્યા પાકિસ્તાનનાં નેતા ઝીણાને આ રાઝ ક્યાંથી આવે.
૨૮ માર્ચ ૧૯૪૮નાં દિવસે આ ઝીણાએ બલુચિસ્તાન પર આક્રમણ કર્યું હતું. બલુચિસ્તાનનાં શાસકનાં ઘર પર બોબ્મ ફોડવા સુધીની નફટાઈ આ ઝીણા એ કરી હતી. અહમદ યાર ખાનને એવો દબાવ્યો હતો કે તેને જોડાણ ખત પર સહી કરવી પડી. અને બલુચીસ્તાનની જમીન પર કેટલુય લોહી રેલાયું. એટલે ખૂનથી બદલો લેવા વાળી વૃતિ આ પ્રજાને આજની નહિ વર્ષોથી છે, બાપ જોડેથી છુટો પડેલો બગડેલો નફફટ છોકરો છે આ…
આજે પણ આ બલુચીસ્તાનની પ્રજા આઝાદી માંગે છે. એ દુનિયાને કદાચ ખબર નહિ હોય… બલુચીસ્તાનને વિશ્વનાં દબાણથી આઝાદ કરી નાખવામાં આવે તો પાકિસ્તાન ૪૩% વિસ્તાર એમ જ ગુમાવી દે. આ પાકિસ્તાનની આર્મી એની પ્રજા પર હજી પણ જુલમ નોતરે છે, બલાત્કાર કરે છે અને ગુલામ બનાવીને રાખે છે. આવા અનેક વિડીયો અનેક સોશિયલ મિડીયા પર છે. આ મુદ્દાને હ્યુમન રાઈટ્સ વાળા કેમ ઉઠાવતા નથી એ પ્રશ્ન છે. આજની તારીખમાં પણ બલુચ લોકો પીવાના પાણી શું ધોવાના પાણી માટે પણ વલખાં મારવાં પડે છે. પાકિસ્તાન એવી રીતે તેમને ટ્રીટ કરે છે. આ પાકિસ્તાન પ્રેમી કાશ્મીરીઓને એ દેખાતું નહિ હોય, કારણ કે એમના અક્કાઓ એમના બ્રેન વોશ કરી નાખે છે.
પણ સમય બદલાય છે. કરાચી સ્ટોક એક્ષચેન્જ પર બે દિવસ પહેલાં થયેલો હુમલો એ પાકિસ્તાન માટે એક રીમાન્ડર હતું કે બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી. બલુચિસ્તાન લીબ્રેશન આર્મી દ્વારા કરાયેલા હુમલાથી પાકિસ્તાનને અચૂક યાદ આવી જવું જોઈએ કે, જયારે ભારત ચીન સાથે પોતાની સરહદ બાબતે વ્યસ્ત છે તો એ ભારતની પશ્ચિમે કોઈ હિમાકત ના કરે. કારણ કે જે રીતે એક વખત બાંગ્લાદેશ આઝાદી માંગતું હતું, એ રીતે જ બલુચિસ્તાન પણ આઝાદી માંગે છે. જો ભારતની નેવી નીચેથી પાકિસ્તાન પર હુમલો કરે તો બલુચિસ્તાનને આઝાદ કરાવીને દમ લેશે અને એ આઝાદીથી પાકિસ્તાન અડધું થઇ જશે. ઉપર પાકિસ્તાન ઓક્યુંપાઈડ કશ્મીર ભારતમાં સામેલ થઇ જશે.
ખાઈબર પખ્તુન પર તો અફઘાનીસ્તાન નજર રાખીને બેઠું છે અને નાં જાણે કેટલા આંતકવાદીઓ આ વિસ્તારમાં હશે. સિંધ અને પંજાબ આ બંને તો અલગ જ દિશામાં ચાલવા વાળા પ્રદેશો છે. એના વિશે વિસ્તારપૂર્વક વાત પછી કરીશ, પણ જો એકવાર યુદ્ધ થાય તો બલુચિસ્તાન ચોક્કસ આઝાદ થઇ જશે.
આ હવામાં વાત નથી. ભારતની કેટલીક સરકારોએ આ મુદ્દો કદી નથી ઉઠાવ્યો પણ. ૨૦૧૬ માં મોદીએ લાલકિલ્લા પરથી બલુચિસ્તાનનું નામ લીધું હતું અને એ લોકોનો આભાર માન્યો હતો, એ મેસેજ હતો. અને અજીત ડોવાલનું એક વાક્ય અહિયાં મુકીને આ લેખનો અંત કરું “જો પાકિસ્તાન મુંબઈ જેવી ભૂલ ફરી કરશે, તો બલોચિસ્તાન આઝાદ થઇ જશે”
એટલે એ બે જણાની નજર બલોચિસ્તાન પર છે જ…
બસ..! પાકિસ્તાનનાં ટુકડાં થાય એની રાહ આપણી પેઢી અચૂક જોશે..!
~ જય ગોહિલ
Leave a Reply