બડે દીનો કે બાદ હી સહી કુછ અચ્છા સબ્જેક્ટ હાથ લગા તો હે… ચલો ઇસી બાત પે તુમ્હે ભી બધાઈ હો…
અરે ચાર લોકોને ખબર પડશે તો શુ કહેશે…? અને જે ઉંમરે બાળકોના બાળકો રમાડવાની ઉંમર હોય ત્યારે કાંઈ આપણું બાળક થોડે હોય…? બાળકો જ શુ વિચારશે…? એની વેયઝ મારી કાયમી આદત મુજબ પૂર્વધારણા બાંધ્યા વગર આજે આપણે વાત કરીએ, હિન્દી ફિલ્મ બધાઈ હો અંગે…,
STARCAST: Ayushmann Khurrana, Neena Gupta, Sanya Malhotra, Gajraj Rao.
Director: Amit Sharma
આયુષ્યમાન ખુરાના કે જેના સ્ટાર અત્યારે વગર પ્રકાશે પણ ઝળહળી રહ્યા છે, એમની આ બધાઈ હો ફિલ્મ સુપર સે કાફી ઉપર હે… લોકોએ વખાણી છે અને સ્વીકારી લિધી છે. ઓલ્ડ એજમાં પ્રેગનેન્સી છતાં ગર્ભમાં રહેલા બાળકને ન મારવાની તૈયારી ઘણું બધું કહી જાય છે.
ફિલ્મ લાઈનમાં ખાસ કંઈ જાણતો નથી છતાં જોયા પછી મો ફાડીને કહી શકું કે હા જોઈ જ લેવી જોઈએ. જો તમે તમારી પાછળની જિંદગીમાં પણ ખુશ રહેવાની તરકીબો શોધી રહ્યા છો…? ઇટ્સ આ મેજિકલ થિંગ ધેટ મેક્સ અ એનસ્ટોપેબલ હેપીનેસ. ભૈયા જબ ફેમિલી સાથ હે તો ક્યાં ગમ હે…? કારણ કે પ્રેમ અને પરિવારના ઘણા બધા પાસાઓ આ ફિલ્મ આંખો સામે પ્રત્યક્ષ દર્શાવી જાય છે
ફિલ્મની સ્ટાર કાસ્ટ અને એમની એક્ટિંગ માઈન્ડ બ્લોઇંગ છે. દરેકે દરેક પાત્ર જાણે કે જીવંત બનીને વાર્તામાં ભળી ગયેલું જોવા મળશે. જે ફિલ્મને વધુ ઊંડાણ અને જોવા લાયક બનાવે છે. આયુષ્યમાં ખુરાના અને નિના ગુપ્તા, સાન્યા મલ્હોત્રા, ગજરાજ રાઓ અને બીજા બધા પત્રો પણ છે.
એક એવી સ્થિતિ જે ભારતમાં બહુ રેરલી આકાર પામે છે, કારણ કે અસ્વીકાર્ય સ્થિતિને સ્વીકાર્ય બનતા બહુ વખત લાગે છે. પરિવાર, સમાજ, સોસાયટી અને વિચારધારા કરતા દશેજ ઉપર આ સ્ટોરીનો આખો પ્લોટ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો હોય એમ દેખાય છે. મિડલ ક્લાસ ફેમિલી સાથે સંકળાયેલી ફિલ્મ જ્યાં ગજરાજ રાઓ Ticket Examiner (TTE) છે. જે પોતાની પત્ની સાથે લોધી કોલોની દિલ્લીમાં રહે છે. એક પ્રકારે દીવાલો કે ભી કાન હોતે હે ઇ બાબતે આ બહુ સાર્થક સાબિત થાય છે કારણ કે સમાચાર ઘરમાંથી ઉડીને જેટલી ઝડપે બહાર ફેલાય છે.
ઓલ ઓવર પરિવારમાં પાંચ સભ્યો છે અને છઠ્ઠાનું આગમન જ ફિલ્મનું હાર્દ છે. નાનકડા એપાર્ટમેન્ટમાં આખી ફેમિલી સર્વાઇવ કરે છે. જેમાં મા (સુરેખા સિકરી) જે હંમેશા પોતાની વહુમાં ટીપિકલ સાસુની જેમ જ ભૂલો શોધ્યા કરે છે.
કહેવાય છે કે અમુક ઉમર પછી બધું આપોઆપ રસહીન બની જાય છે. નકામુ લાગવા લાગે છે, પણ કેમ…? તો એનો જવાબ કોઈની પાસે નથી. કારણ કે આપણે એવું માની લઈએ છીએ કે સમસ્યા યુવાનોને જ હોય ઘરડાવ ને નહિ. પ્રેમ યુવાનીમાં જ થઈ શકે, અમુક ઉમર પછી નહિ. બાળકો લાવવા, લગ્ન કરવા, મોહમાયા છોડવી વગેરેની પૂર્વનિર્ધારીત ઉંમર આપણે લોકોએ નકકી કરી લીધી છે. પણ વાસ્તવમાં આપણે ખોટા છીએ… સદંતર ખોટા.. કારણ કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી… યુ કેન સી ઇન મુવી..
વાત થઈ રહી છે હિન્દી ફિલ્મ“બધાઈ હો” અંગેની. એક સરસ, લાગણીશીલ, સમજવા લાયક અને છતાં પણ સતત અવગણાતો પ્રશ્ન લઈને આ ફિલ્મ આવી છે.
આ ફિલ્મમાં નીના ગુપ્તા મેનોપોઝનાં સમયમાં જ ગર્ભ ધારણ કરે છે. આ ઉંમરે આ બધાના કારણે દીકરાઓ અને સાસુ વચ્ચે હાલાત વણસતા દેખાય છે. બધા જાણે કે એમને આડા અવળા બોલે કંઈક ને કંઈક સંભળાવી દેતા હોય છે. ઇન શોર્ટ અમુક ઉંમર વીત્યા પછી માબાપને કે દિકરા અને વહુને શારીરિક સંબંધોની પણ જરુરીયાત હોય છે, એ વાતને તો જાણે સભ્ય સમાજમાં કોઈ સ્વીકારવા માટે તૈયાર જ નથી. સામાન્ય રીતે તો પતિ અને પત્ની એકબીજાને આ ઉંમરે પણ પ્રેમ કરે એને જ સ્વસ્થ દાંપત્યજીવન ન કહેવાય…? છતાંય જો કાઈ થાય તો એબોશન તો છે જ ને… પણ અહીં ફિલ્મમાં નીના ગુપ્તા ગર્ભપાત માટે જરાય તૈયાર નથી. સામાજિક પ્રસંગે પણ આવેલા બધા લોકો એનાં વિશે ગુપચુપ મજાક કરે છે, છતાંય પતિ એની કાળજી રાખે છે. સૌથી સુંદર તો આ ઉંમરે પ્રેમ જાળવી રાખવો જ પોતાનામાં પ્રેમની વાસ્તવિકતાને છતી કરે છે. પણ આ બધા વાકવચનોના કારણે પોતાના જ સંતાનો સાથે દ્રષ્ટિ મિલાવવી મુશ્કેલ બની જાય છે.
જો કે ફિલ્મમાં મોટાની પ્રેમિકા ખુબ સરસ રીતે એને આ બધા પાછળના રહસ્યો સમજાવે છે. વાત ચિત દ્વારા એ કોઈ પણ જાતની સલાહ આપ્યા વગર જ બાળપણનાં કિસ્સાઓ કહેવા લાગે છે. આ બધું જ એક દમ સરળતાથી ફિલ્મમાં વણી લેવાયું છે. કે કેવી રીતે બાળકોના આવ્યા પછી એક માતા પિતાની જીવન યાત્રા જ બદલાઈ જતી હોય છે.
તો નવા કન્સેપ્ટ સાથેની ફિલ્મ જોવી હોય તો જરૂર જોવી જોઈએ… 😍
સ્ટાર રેટિંગ : 9/10
~ સુલતાન સિંહ
Leave a Reply