2008થી માર્વેલ સિનેમેટીક યુનિવર્સની રેસ હવે 2018માં ઈન્ફિનિટી વોર સુધી પહોંચી ચૂકી છે. અને આ વખતેની ફિલ્મમાં સૌથી મોટી ખાસિયત થેનોસ છે, તેવુ માર્વલના ફેન્સને લાગી રહ્યું છે. 27 એપ્રિલ એ બોલિવુડ માટે કાળો દિવસ સાબિત થાય એટલે બોલિવુડ ફિલ્મ રસિયાઓ પાછળ ખસી ગયા, અને હવે બે ગુજરાતી ફિલ્મો અવેન્જર્સ સામે ટક્કર લઈ રહી છે.
ફિલ્મની સ્ટોરીલાઈનથી તો તમે બખુબી વાકેફ હશો. અવેન્જર્સ ઈન્ફિનીટી વોરની સ્ટોરીલાઈન થેનોસની આસપાસ જ ફરે છે. જે છ ઈન્ફિનીટી સ્ટોન મેળવવા માટે ગ્રહોને તબાહ કરતો હોય છે. બે ઈન્ફિનીટી સ્ટોન પૃથ્વી પર છે. એક છે, ડોક્ટર સ્ટ્રેન્જ પાસે અને બીજો વિજનના માથા પર.
ચાર જગ્યાએ કોઈ નવલકથાની માફક સ્ટોરી આાકાર લે છે. અલગ અલગ જગ્યાએ ટુકડી છે. એક છે આયર્ન મેન, સ્પાઈડર મેન, ડૉક્ટર સ્ટ્રેન્જ અને ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સીની ટીમ.
બીજી ટીમ છે, કેપ્ટન અમેરિકા, બ્લેક વિન્ડો, સ્કારલેટ વિચ, વ્હાઈટ વુલ્ફ, બ્લેક પે્ન્થર, ફિનિક્સ અને ત્રીજો એકલીવર છે. થોર, જે રોકેટ અને ગ્રુટ સાથે નવા હથોડાની શોધમાં નીકળ્યો છે.
મક્સત એક જ છે, થેનોસને પરાજીત કરવો. બધા પાસે પોતપોતાનો પ્રતિશોધ છે. થોર થેનોસને મારવા માગે છે, કારણ કે તેણે એસ્ગાર્ડિન્સને માર્યા છે. બાકીના લોકો તેને પૃથ્વી પર આવતા અટકાવવા માગે છે.
થેનોસ
ઓલ ઓવર થેનોસની એન્ટ્રી સાથે થીએટરમાં એક ડરનો માહોલ ફેલાય જાય છે. તેની આંખમાં આંખ નાખી કોઈની વાત નથી કરી શકતું એક ઈન્ફિનીટી સ્ટોન મેળવવા માટે તે પોતાની દિકરીને પહાડી પરથી ફેંકી દેતા અચકાતો નથી. ઈમોશનલ અને વોરિયર કક્ષાનો થેનોસ જ્યારે હલ્કને પછાડીને મારે છે, ત્યારે પહેલા સીનમાં જ તેની તાકાતનો ખ્યાલ આવી જાય. છે કે, બોસ થેનોસ સામે અવેન્જર્સને ટક્કર લેવી આસાન નહીં રહે.
લોકીનો કાઠલો પકડી જ્યારે થેનોસ તેને પોતાની નજીક લે છે, અને લોકી રાડ પાડે છે. હલ્ક… ત્યારે હલ્કના આવતા જ હવે થેનોસની છુટ્ટી સમજો એવુ લાગે છે, પણ વિલન કોને કહેવાય તે આ ફિલ્મમાંથી શીખ્યા જેવુ છે. થેનોસનો સાથી થેનોસના બીજા વફાદાર લોકોને આગળ વધતા અટકાવી કહે છે, બચ્ચે કો ખેલને દો…
પણ થેનોસની ભયાનકતા અને તેના એલિયન પરિજનોને સાઈડમાં મુકવામાં આવે તો ફિલ્મનો વળાંક લેતો પોંઈન્ટ છે ડાઈલોગ….
ડોક્ટર સ્ટ્રેન્જ ટાઈટન ગ્રહ પર યોગ મુદ્રામાં હોય છે, ત્યારે ડાઈલોગ ફટકારે છે, મેં ભવિષ્ય જોયું
આર્યન મેનનો સવાલ હોય છે, શું આપણે જીત્યા…?
હા, એક કરોડ ચાલીસ લાખ વખત યુદ્ધ થયું અને આપણે એક વખત જીત્યા.
ત્યાં સુધી આર્યન મેનને ખબર નથી હોતી કે તેનો જીવ બચાવવા માટે નહીં, પરંતુ એક કરોડ વખતમાં એક વખત જીત્યા છીએ, તે જીત મેળવવા માટે પોતાનો ઈન્ફિનીટી સ્ટોન થેનોસને આપી દે છે. બાકી ડૉક્ટર સ્ટ્રેન્જે કસમ ખાધી છે કે, બધા થેનોસના હાથે મરશે, તો પણ તે પોતાનો સ્ટોન કોઈને નહીં આપે. ફિલ્મનો ટર્નિંગ પોંઈન્ટ અહીંથી છે.
ફિલ્મ થોડી ઘણી ભદ્રંભદ્રની પણ યાદ અપાવશે. કારણ કે ફિલ્મમાં થેનોસના સાગીર્દો અને ખુદ થેનોસ દ્વારા બોલાતો સંવાદ, અખંડ વચન, તુમ અપને આપકો હમારે વશ મેં કર દો અને લીટરરી ડબીંગમાં જે હલ્કના ડાઈલોગ છે, તે માર્વેલના અત્યાર સુધીના સૌથી વ્રસ્ટ હિન્દી ડબીંગ ડાઈલોગ છે.
ફિલ્મને તમારે એક્શન વાઈઝ જોવાની છે, એક્ટિંગની રીતે નહીં. કારણ કે હિન્દી ડબીંગમા હાસ્યની છોડો ઉડાવવામાં આવી છે. ફરતા યાનને મેંદુવડા કહેવો, સન્નીપાજીનું નામ લેવડાવવું અને રોબર્ટ ડોની જૂનિયર પોતાની આવનારી સંતાનનું નામ મહેશ રાખવામાં માગે છે. જે લોકો ફિલ્મ ઈંગ્લીશમાં જોવા માગે છે, તેમના માટે આ મનોરંજન નહીં હોય, આ ફક્ત હિન્દીની ઓડિયન્સ માટે છે.
સ્ટોરી સીધી નથી ચાલતી. ફિલ્મ કે કોઈ સ્ટોરી બે અલગ અલગ રીતે ચાલતી હોય છે, એક સુરેખ અને બીજી અસુરેખ… અહીં બધાની પોતપોતાની કહાની છે. પોતપોતાની વાર્તા છે, પણ મક્સત થેનોસ છે.
ફિલ્મમાં ડિરેક્ટર એન્થની રૂસો અને જો રૂસોએ જે પ્રકારે સ્ટોરી ઘડી છે, તે સ્ટેનલીને પણ આંચકો આપી શકે છે. પણ થેનોસ સિવાય કોઈ સુપરહિરો ફિલ્મમાં હાઈલાઈટ થયો હોય તો તેનું નામ છે, થોર… એકલો લડતો થોર તમને આર્યન મેન કરતા પણ વધારે ગમશે.
બોલિવુડ ફિલ્મોમાં એન્ટ્રી થાય એટલે એક વખત થીએટરમાં હુરિયો બોલે અને પછી શાંત થઈ જાય. પણ અહીં નવા સુપરહિરોની એન્ટ્રી સાથે જ્યારે તમારો પ્રિય રાજકારણી ચૂંટણી જીતી ગયો હોય, તેમ હોહો અને હાહા થયા જ કરે છે. કોઈ સુપરહિરોને આખી ફિલ્મમાં વેડફવામાં આવ્યો હોય તો તેનું નામ વકાંડા કિંગ બ્લેક પેન્થર. બ્લેક પેન્થર સ્ક્રિન પર 15 મિનિટથી વધારે નથી દેખાતો. જ્યારે સ્ક્રિન પર સૌથી વધુ આર્યન મેન, ડોક્ટર સ્ટ્રેન્જ અને થોર દેખાશે.
ઓલઓવર આખી ફિલ્મ થેનોસના ખભ્ભા પર છે, અને થેનોસ બનેલા જોશ બ્રોલીન જે ડેડપુલમાં પણ વિલન બન્યો છે, તેના મેકઅપ નીચે દેખાતો અભિનય થીએટરમાં ઓડિયન્સના શ્વાસ થંભાવી દેશે. કોઈવાર તો એવુ ફિલ થાય કે તેના દુશ્મનો તેની સામે કેવી રીતે જતા હશે. જ્યારે થેનોસની આસપાસ ફરનારા લોકો જ તેનાથી ડરે છે.
થીએટરમાં ક્રેડિટ લાઈન પછીનો સિન જોવા માટે પણ લોકો સીટ પકડીને બેસે ત્યારે માનવું પડે કે, માર્વેલે ભારતમાં પોતાનું માર્કેટ બરાબરનું ઉભું કર્યું છે. માર્વેલના ટીશર્ટો પહેરી લોકો ફિલ્મો જોવા જઈ રહ્યા છે.
પણ ફિલ્મનું ટાઈટલ ઈન્ફિનીટી વોર શા માટે પડ્યું…? કારણ કે આપણે એક યુદ્ધ જોઈ ચૂક્યા છીએ બીજા એક કરોડ યુદ્ધ લડશે. એટલે ફિલ્મનું ટાઈટલ ઈન્ફિનીટી વોર રાખવામાં આવ્યું છે. 3 મે 2019માં ફિલ્મનો બીજો ભાગ આવશે, જેમાં એક કરોડવાર લડાયેલા યુદ્ધમાંથી એકવાર અવેન્જર્સની જીત થાશે. એ થોર પણ હોઈ શકે જો તેને ખબર હોય કે હથોડો થેનોસની છાતીમાં નહીં, પરંતુ માથા પર મારવાનો છે, એ આર્યનમેન કે ડૉક્ટર સ્ટ્રેન્જ પણ હોઈ શકે, જે કહે કે, થેનોસના હાથની મુઠ્ઠીવાળવા નથી દેવાની. જે હોય તે પણ થેનોસનો અંત થશે જ.
આ ફિલ્મ કોઈ વન ટાઈમ વોચેબલ નથી. એક્શનના શોખીન હો તો વારંવાર જોઈ શકો છો, પણ હવે જુઓ ત્યારે ડૉ. સ્ટ્રેન્જનો ડાઈલોગ યાદ રાખજો. કારણ કે ક્રિષ્ટફર નોલાનની ફિલ્મો એકધારી જોવી પડે તેમ આ ફિલ્મમાં ડિરેક્ટરે એકધારા એક્શનની વચ્ચે ડાઈલોગનું એક મટકુ મારી ઓડિયન્સને વિચારતા કરી દીધા છે.
~ મયૂર ખાવડુ
Leave a Reply