પુસ્તક – અતરાપી
લેખક – ધ્રુવભટ્ટ
અરે !! હમ કહી નહીં જા રહે હમ તો અપને મેં હી હે
પરસ્પરને સાંભળવાનો આંનદ તમને પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા
ન કર્મ લિપ્યતે
જ્ઞાન એ બંધન છે
કઇ પણ છોડવા કે નવું કરવા માટે અન્યની આજ્ઞા શા માટે લેવી પડે ?
આ બુક મેં આજે ચોથી વાર પુરી કરી, પણ દરેક વખતે મારી પેન્સિલથી કોઈ નવી લાઈન પર અંડરલાઇન દોરાતી હોય. ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ (જન્મ: ૮ મે, ૧૯૪૭) ગુજરાતી ભાષાના લેખક અને કવિ છે.ભાવનગરના નિંગાળા ગામમાં 8 મે 1947ના રોજ જન્મેલા ધ્રુવ ભટ્ટ તેમની નવલકથાઓ ‘સમુદ્રાન્તિકે’, ‘તત્વમસિ’ અને ‘અતરાપી’ ના વિવિધ ભાષાઓમાં અનુવાદ થયા છે, અને તેમને વિવિધ એવોર્ડ પણ મળ્યા છે. કવિતા સંગ્રહ ‘ગાય તેનાં ગીત’ને ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ મળ્યો છે. તેમજ તત્વમસી નવલકથાને સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળેલો છે. જેમને વાર્તા કવિતા, ગઝલ, લેખન અને રખડપટ્ટીનો શોખ છે. મને પેલેથી ગલુડિયા બોવ ગમે અમારા ઘરે પણ ગલુડિયાઓ છે. હું અને મારી ચિલ્લર પાર્ટી રોજે રાતે એને રમાડવા એને બહાર કાઢીએ એટલે એની માઁ પણ પાછળ પાછળ આવે. એના રૂ જેવા વાળ, નરમ નરમ કાન હાથમાં લઈને રમાડવાની એવી મજા આવે કે શું કહું.!! આ પુસ્તકમાં પણ એક ગલુડિયું નાયક છે તો obviously મને પુસ્તક ગમવાનું જ હતું, બટ આટલું બધું ગમશે એ ખબર ન હતી. કે જેને હું ગમે એટલી વાર વાંચું તો કંટાડું નહિ. બીજુ પણ એક કારણ છે પુસ્તક ગમવા માટે. આમ જોઈએ તો દરેકને આઝાદી વ્હાલી હોય, મનને ગમતું કરવું હોય, કોઈને કઇ પણ કહ્યા વિના નીકળી પડવું હોય, ભગતસિંહનું એક કવોટ છે કે ‘ આઝાદી મેરી દુલ્હન હે, i think દરેક વ્યક્તિની હશે, મારી દુલ્હન નહીં પણ હબી છે.જે ક્યારે આવશે ખબર નહિ. 😄
આ પુસ્તક મનોરંજન માટે બિલકુલ નથી. જેણે આઝાદીને દુલહન બનાવી હોય એવા યુવાનો અને એવી યુવતીઓ જેઓએ આઝાદીની હરહંમેશ ઝંખના સેવી હોય. અને એવાં અલગારી પુરુષો જેને સંસારના કોઈ પણ બંધન વિના બસ નીકળી પડવું છે, સ્વની ખોજમાં, ખુદને પામવા…
આ પુસ્તકમાં દરેક પ્રશ્નના ત્રણ જ જવાબ મળે છે.
એક : તેમ કરવું મને જરૂરી લાગતું નથી.
બે : હું જાણતો નથી.
ત્રણ : તેવું હોઈ પણ શકે.
પ્રાણીઓ પર ઘણી વાર્તાઓ બની છે પણ આનું લેવલ કોઈ સામાન્ય વાર્તાથી ઊંચું છે. એક એક લાઈનમાં કઈક ગૂઢ વાત કહી હોય, દરેક લાઈન પર વિચાર કરવાનું મન થાય.
પુસ્તકની શરુઆત બે ગલુડિયાના જન્મથી થાય છે. નાનાનું નામ સારમેય અને મોટાનું કૌલેયક. બન્ને ગલુડિયાઓને તાલીમ આપવા જ્યારે શિક્ષક આવે છે ત્યારે સારમેય કહે છે કે, હું તો અહીં રોજ કંઈકને કંઈક શીખું છું અનેે આપડે જે હોઈએ એ જ બનવા માટે બીજા પાસે કઇ શીખવું કેમ પડે…? જ્યારે સારમેય કાંઈ શીખી શકશે નહીં, એવું લાગતા શિક્ષક એના ઉપર ધ્યાન આપવાનું છોડી દે છે.
સારમેય કહે છે કે, કોઈના શીખવવાથી પણ આવડી જ જાય તેવું નથી હોતું. સદભાવીની આ બન્ને ગલુડિયાની માઁ અને એની માલકીન પૃથા અને માળી. બધા પાત્રો દ્વારા અદભુત સંવાદો રચાય છે. એક વાર સારમેય બહાર રખડવા જવાનું કહે ત્યારે તેની માઁ સદભાવીની કહે છે કે આપડે જાતવાન શ્વાન છીએ અને રખડુ કૂતરા સાથે રમવા ન જવાય. ત્યારે તે માળીને આ બાબતે પૂછે છે તો માળી હસીને કહે છે કે, ફરક તો માલી ઔર સારમેય મેં ભી નહિ હે. લેકિન સબકો અપની અપની સોચ હે. તું ઇસમે મત પડ. યાદ રખ, તુજે કહી બંધના નહીં હે.
બે ગલુડિયા જેમાં કૌલેયક ભણી ગણીને જ્ઞાની બને છે જ્યારે સારમેય ખૂબ રખડે છે, પ્રકૃતિને માણે છે, જીવે છે, અને જ્યા પણ જાય ત્યાંથી કોઈને પણ કહ્યા વિના બસ નીકળી પડે છે
સારમેયના એક એક શબ્દમાં ગૂઢ રહસ્ય ફલિતાર્થ થાય છે.
કોઈના બનવું કે કોઈના હોવું તો જીવના પોતાના નિર્ણયોથી જ હોય છે, બીજાના નિર્ણયોથી નહી.
કેવું સરસ ! સારમેય પોતાના અંતિમ શ્વાસ સુધી બધાનો રહ્યો. પણ, ત્યાં સુધી જ્યાં સુધી એણે ઇચ્છયું. એણે ક્યારેય કોઈને સ્પષ્ટતા નથી આપી જે યોગ્ય લાગ્યું એ કર્યું. જ્યાં રહેવું ગમ્યું ત્યાં રહ્યો અને જ્યારે નીકળી જવાનું મન થયુ ત્યારે કોઈને પણ કશું કહ્યા વિના બસ નીકળી પડયો. એનો આ જ નિર્લેપ ભાવ અંત સુધી રહ્યો.
એકવાર કૌલેયક ગુરુજીને કહે છે કે આશ્રમમાં સાધકો ખૂબ વધી ગયા છે તો એક નવા શિક્ષકની જરૂર છે, વિચારું છું કે આમાંથી જ કોઈને આગળ લઇ લઉ. કૌલેયકના ગુરુ કહે છે કે આ સારમેયને કહે અહીં રહી જાય અથવા બીજો સારો શિક્ષક શોધી આપે..
ત્યારે સારમેય કહે છે કે હું તો કદાચ ખિસકોલી, સસલા પકડતા શીખવી શકું એથી વિશેષ ભણાવવા- ગણાવવાનું મને આવડશે નહિ. અને તમારા આશ્રમના ખેતરમાં તેતર, સસલા પકડવાનું….’ આ સાંભળી કૌલેયક કહે છે કે મેં મારી અડધી જિંદગી ખર્ચી નાખી છે કે તેઓ પરમાત્માના પ્રિય બને, સંસ્કારી બને એ માટે, તેમની સામે કોઈ શિકાર કરવા વિશે બોલે તે હું કોઈ કાળે ચલાવી નહિ લઉં. એ મારા પ્રિય ગલુડિયા છે. અને જે મને અધિક પ્રિય હોય એના માટે હું કેટલું કરી છૂટું છું, આ પેલા જિજ્ઞાસુની જ વાત લો, પહેલા મેં તેને મોનીટર બનાવેલો અને હવે શિક્ષક છે. ત્યારે સારમેય કહે છે કે, – તું કોઈને કંઈ બનાવવાનું છોડી દે. તેમની ખૂબીઓ અને ખામીઓની પાર જઈને બધાને એકસરખો પ્રેમ કર.
જ્યારે સારમેય વિદાય લે છે ત્યારે તે ગુરુજીના ચરણસ્પર્શ નથી કરતો. જે વ્યક્તિપૂજા પર કટાક્ષ કરે છે.
જે ક્ષણે જીવ કશાકવાન બને તે પળે જ તે બંધનને પણ સ્વીકારે છે. મુક્તિ તો ત્યારે જ શક્ય છે જયારે તમે માત્ર તમે હો, કશાકવાન ન હો. મુક્તિ માટે માત્ર હોવું જ જરૂરી છે.
વાદળથી ઢંકાયેલું હોય, રાતના અંધકારમાં છુપાયેલું હોય કે બંધ ઓરડામાંથી ન દેખાતું હોય, તોપણ આકાશ ક્યારેય ન હોય તેવું બને છે…? એમ પ્રેમ હોય છે, તે કરી શકાય અને મટાડી શકાય નહીં. કેવું અદભુત..!!
કોઈ પણ ઘટનાથી જીવને કોઈ ફરક પડે, ઘટના પ્રત્યે પ્રતિભાવ જાગે, પોતાની સ્થિતિ બદલાઈ છે તેમ અનુભવે તે ઘડીએ તે બંધાય છે, તે પહેલાં નહીં. સારમેયને પટ્ટા વગર રહેવા માટે પટ્ટો ત્યાગવો જરૂરી નથી.
તું જે વર્ણવે છે, તે મારા દેહની અવસ્થાઓથી વિશેષ કશું નથી. હું તો જેવો હતો તેવો જ છું.
કશુંક મેળવવા માટે કશુંક ગુમાવવું પડે છે – ક્યારેક ઘણું
બોલવાની જરૂર રસ્તો ખુટાડવા માટે જ હોય છે ?
તેણે બંધનના ભયથી મુક્ત થવાનું બાકી છે
માણસ દરેક ઘટના કે વર્તનનું પોતાને ગમે તેવું જ અર્થઘટન કરવાનું કેમ શીખતો હશે ?
પાપ અને પુણ્ય તો માણસે પોતાને માટે ઊભી કરેલી ભ્રમણાઓ છે.
પ્રકાશ કરવો પડે, અંધકાર કરવો પડતો નથી. તે તો હોય જ છે.
સંસાર છોડવાનું એને કહેવાય જે સંસારમાં હોય. આને હું શું કહેવાની એનું મન કશાયમાં નથી.
તમારી પાસે આટલું બધું છે છતાં તમે સંસાર શા માટે છોડ્યો ? મારી પાસે જે છે તે મારામાં લાવવાની કોશિશ કરું છું.
કોઈ કાઈ શીખવાડતું ન હોય ત્યારે પણ આપણે શીખતાં હોઈએ છીએ.
શીખવા કરતા જાણવું વધુ યોગ્ય છે.
બધા એકલા હોય છે, તે તો તું પણ જાણે જ છે,
આંનદ સિવાય બીજું છે શું ?
કોણ ક્યાંથી આવ્યું છે, તે કોણ જાણે છે…?
બીજા સાથે ભળવાથી કે વાતો કરવા – માત્રથી કોઈ બદલાઈ જાય તેવું તે કઈ હોય.
કેમ ? બધાને પોતપોતાની ખબર નથી હોતી ?
કઈ પણ કરવું સાચું છે કે ખરાબ તે હું નથી જાણતો. મને ક્યારેય, કોઈ દિવસ હું સાચું કરું છું કે ખોટું તેવો વિચાર નથી આવ્યો.
માણસ બોવ શરતો મૂકે છે અને મને શરતો બહુ માફક આવતી નથી.
જન્મથી માંડીને આજ સુધી કોઈ અજાણી પ્રેરણા જ તેને દોરી રહી છે. એ પ્રેરણાવશ તે કોઇ સાથે જોડાઈ શકતો નથી. તો શું સારમેયનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી.
છેલ્લે જ્યારે કૌલેયકને અદૃશ્ય દેવાત્મા સ્વર્ગમાં લઇ જવા આવે છે, ત્યારે તે કહે છે કે હું નર્કમાં મારા ભાઈ સારમેયને એકવાર મળવા માગું છું. ત્યારે અદ્રસ્ય દેવાત્મા કહે છે કે એ તમને ક્યાંય નહીં મળે. હકીકતમાં એ ક્યાંય નથી.
શકું, સારમેય, દોસ્તાર, સરમાં, પૃથા દરેકના સવાંદો, કહાની સરસ છે, હું આ પુસ્તક વિશે જેટલું લખીશ એટલું ઓછું છે.
છેલ્લે એક શેર…
गुमराह कब किया है किसी राह ने मुझे
चलने लगा हूँ आप ही अपने ख़िलाफ़ में_अफ़ज़ल गोहर राव
પુસ્તક પરિચય લેખન – મનીષા સોલંકી
Leave a Reply