અથર્વવેદ (સંસ્કૃત: अथर्ववेदः) હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો ચોથો વેદ છે. જે પાછળથી લખાયો હોવાનું માનવામાં આવે છે. અથર્વવેદનો અર્થ થાય છે, અથર્વનું જ્ઞાન, જેમાં અથર્વ એટલે રોજીંદું જીવન, આમ આ વેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન સમાયેલું છે. વેદ વૈદિક સંસ્કૃત પ્રકારની જ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અથર્વવેદમાં કુલ ૪૨૮૭ મંત્રો છે જે ૭૩૧ સૂક્તોમાં અને ૨૦ કાંડ (સ્કંધ)માં વહેંચાયેલા છે. અથર્વવેદના લગભગ છઠ્ઠા ભાગના મંત્રો ઋગ્વેદમાંથી લીધેલા છે અને ૧૫ તથા ૧૬મા કાંડ સિવાયના બધા જ કાંડ પદ્ય સ્વરૂપે રચાયા છે. ૨૦મા કાંડમાં કુલ ૧૪૩ સૂક્ત છે જે પૈકીના ૧૨ સૂક્તોને બાદ કરતા બધા જ ઋગ્વેદમાંથી લીધેલા છે.
અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે, જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે, પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ ઇસ. ૧૯૫૭માં ઑડિશામાથી તેની સુસંગ્રહિત તાડપત્ર પર લખાયેલી પ્રમાણભૂત હસ્તપ્રત મળી આવી છે. અથર્વવેદને ઘણા લોકો કાળોવેદ કહે છે કેમકે તેમાં જાદુટોના અને મેલીવિદ્યા જેવી વિગતો છે, પરંતુ આ વાતનો અનેક વિદ્વાનો વિરોધ કરે છે. વેદમાંથી રચાએલી સંહિતાઓમાં આ પ્રકારનું લખાણ જોવા મળે છે, પરંતુ તેને મૂળ વેદ ન ગણી શકાય.
અથર્વવેદની રચના આશરે ઇ.પૂ. ૧૨૦૦-૧૦૦૦ દરમ્યાન, એટલે કે સામવેદ અને યજુર્વેદની સાથોસાથ થઈ હોવાનું માનવામાં આવે છે. જેમ વેદમાંથી સંહિતાઓ રચાઈ છે તે જ રીતે તે સંહિતાઓ પરથી ‘બ્રાહ્મણ’ રચાયા છે. જેનો અથર્વવેદમાં જ સમાવેશ થાય છે. અથર્વવેદમાંથી ત્રણ અગત્યના ઉપનિષદો મળી આવે છે, જે છે
મુંડકોપનિષદ,
માંડુક્યોપનિષદ અને
પ્રશ્નોપનિષદ
ચરણવ્યૂહ અનુસાર અથર્વસંહિતાની નવ શાખાઓ છે
[૧] પૈપલ
[૨] દાન્ત
[૩] પ્રદાન
[૪] સ્રાત
[૫] સૌલ
[૬] બ્રહ્મદાબલ
[૭] શૌનક
[૮] દેવદર્શન
અને
[૯] ચરણવિદ્યા
👉 અથર્વવેદના કેટલાંક તથ્યો
અથર્વવેદની ભાસહા અને સ્વરૂપના આધારે એવું માનવામાં આવે છે કે આ વેદની રચના એના પછીથી થઇ છે. આમાં ઋગ્વેદ અને સંવેદના મંત્રો પણ લેવામાં આવ્યાં છે. જાદુ સંબંધિત મંત્ર, તંત્ર, રાક્ષસ, પિશાચ, આદિ ભયાનક શકતિઓ અથર્વવેદનો મહત્વપૂર્ણ વિષય છે. આમાં ભૂત-પ્રેત, જાદુ -ટોનાનાં મંત્રો પણ છે. ઋગ્વેદના ઉચ્ચ કોટિઓના દેવતાઓને આ વેદમાં ગૌણ સ્થાન પ્રાપ્ત છે. ધર્મના ઇતિહાસની દ્રષ્ટિએ ઋગ્વેદ અને અથર્વવેદ બંનેનું બહુ જ મોટું મુલ્ય છે. અથર્વવેદથી એ સ્પષ્ટ થાય છે કે આર્યોમાં પ્રકૃતિ -પૂજાનીઉપેક્ષા થઇ ગઈ હતી અને પ્રેત-આત્માઓ અને તંત્ર-મંત્રમાં લોકો વિશ્વાસ કરવાં લાગ્યાં હતાં.
અથર્વવેદમાં પદ્ય, ગદ્ય અને ગેય એ ત્રણે પ્રકારના મંત્રો છે. અથર્વવેદમાં ૨૦ કાંડ, ૩૬ પ્રપાઠક, ૭૩૦ સૂક્ત અને ૫૯૭૭ મંત્રો છે. આ ગ્રંથ પરમ શક્તિઓનો ગ્રંથ છે. જયારે અર્થ, કામ અને ધર્મ ત્રણેય જીવનમાં ઉતરે છે, ત્યારે મોક્ષનો માર્ગ ખુલે છે. આ મુક્તિ જ્ઞાનના મધ્યમ દ્વારા આવે છે, જેને બ્રહ્મજ્ઞાન કહે છે. આ ગ્રંથના દેવતા ચંદ્રને માનવામાં આવે છે, જે શીતળતા આપે છે.
यस्य राज्ञो जनपदे अथर्वा शान्तिपारगः।
निवसत्यपि तद्राराष्ट्रं वर्धतेनिरुपद्रवम्।।
(अथर्व०-१/३२/३)।
અથર્વવેદમાં વિભિન્ન રોગો અને ઔષધિઓના પુષ્કળ ઉલ્લેખો મળે છે તેમજ સ્વરાજ્ય-રક્ષા માટેનાં ઘણાં સૂક્તો પણ મળે છે. અથર્વવેદને ૯ શાખાઓ છે. અથર્વવેદનું એક જ બ્રાહ્મણ ઉપલબ્ધ છે –ગોપથ બ્રાહ્મણ.
“હે સુર્ય ઉદય પામો, ઉદય પામો! મારે માટે પ્રતાપી તેજથી ઉદયપામો, જેને હું નજરે નિહાળું છુ, અને નથી નિહાળતો, તે સર્વ પ્રત્યે મને સુમતી પ્રદાનકરો.”
(અથર્વવેદ)
સંકલન – જનમેજય અધ્વર્યુ
Leave a Reply