અભિનંદન ધનુષ !!!
કેમ આપ્યાં અભિનંદન ધનુષને ? એની ઇસવીસન ૨૦૧૯ની ચોથી ઓક્ટોબરે રીલીઝ થયેલી ફિલ્મ “અસુરન માટે. ધનુષ એ મહાન ફિલ્મ અભિનેતા રજનીકાંતનો જમાઈ છે જેની પત્નીનું નામ ઐશ્વર્યા આર ધનુષ છે. આં “આર”નો અર્થ તમને સમજાવવાની જરૂર નથી જ ! આ ફિલ્મ વિષે ઘણુબધું કહેવાઈ ચુક્યું છે. પણ એક વાતનો ક્યાંય ઉલ્લેખ નથી થયો એ વાત તમને કહું છું. આ ફિલ્મ બનાવવાં પાછળ ધનુષની પત્ની ઐશ્વર્યાનો સિંહફાળો છે. “૩” ફિલ્મમાં એનું નામ આવ્યું છે આમાં નહીં કારણકે આમાં ઐશ્વર્યા એ તેની અદાકારીનું પ્રેરણા સ્રોત્ર છે. આ ફિલ્મના દિગ્દર્શક છે વેટ્ટીમારન. ફિલ્મમાં સંગીત આપ્યું છે જી. વી. પ્રકાશકુમારે, ફિલ્મનું એડીટીંગ કર્યું છે આર કુમારે અને ફિલ્મની ફોટોગ્રાફી કરી છે વેલરાજે. આ ફીલ્મના ગીતો કોક સ્ટુડિયોમાં પણ ગવાઈ ચુક્યા છે. આ ફિલ્મ Kilvenmani massacre નામની ઘટના જે ઇસવીસન ૧૯૬૮માં બની હતી જેમાં દલિત ૪૪ લોકોની હત્યા કરવામાં આવી હતી તેનાં પર આધારિત છે. એમ તો એક પુસ્તક અને ફિલ્મ “વેક્કાઈ ” જે પૂમનીએ લખ્યું હતું તેનો જ આધાર લેવામાં આવ્યો છે. આ ફિલ્મ માટે ૬૭માં ભારતીય ફિલ્મ ફેસ્ટીવલમાં ધનુષને “બેસ્ટ એક્ટર તરીકે નવાજવામાં આવ્યો હતો જો કે શ્રી મનોજ બાજપાઈણે પણ આ એવોર્ડ મળ્યો છે તે બોલીવુડ માટે આનંદદાયક બાબત છે જ પણ આનથી ધનુષની એક્ટિંગ ઝાંખી તો નથી જ પડતી !
આ ફિલ્મ હિંદી ડબ થઈને મહિના પહેલાં જ આવી ગઈ છે, જે મેં જોઈ પણ નાંખી. યુટ્યુબવાળા ભલે એમ કહેતાં ફરે કે આ એક થ્રિલર – એક્શન – સસ્પેન્સ ફિલ્મ છે પણ એવું કંઈ જ નથી. કથા જ એવી છે એમાં અનેક વણાંકો આવે છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ધનુષ અને અભિનેત્રી મંજુ વોરિયર છે. પણ એક સારા વકીલ તરીકે પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજનું કામ ઉડીને આંખે વળગે તેવું છે. મેં એકલાએ જ આફિલ્મ જોઈ છે. આ ફિલ્મ હું મારી પત્નીને બતાવવા માંગું જ છું અને એને બતાવવા માંગુ છું કે – જો ધનુષની આદાકારી કેટલી ઉત્તમ છે તે, છેલ્લે પ્લીસ પાસે હાજર થતાં ધનુષના કલોઝ શોટમાં એનાં ચહેરાનાં હાવભાવ હું બતાવવા માંગું છું અને કહેવા માંગું છું કે – “જો ફિલ્મ એક્ટિંગ આને કહેવાય તે !!!” સમગ્ર ફિલ્મમાં ધનુષ છવાયેલો રહે છે, પણ એની પત્ની અને એનાં બે દિકરાઓનું કામ પણ એટલું જ મજબુત છે !
ફિલ્મમાં અત્યારનો જલદ અને નાસૂર બનતો પ્રશ્ન આવરી લેવામાં આવ્યો છે તે છે જાતિવાદ અને તેને નામે થતું સમાજિક શોષણ. તુચ્છ માણસ નથી હોતો એ તો આપની માનસિક વિચારસરણી છે એ જ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. બાય ધ વે એક બાજુ આપણે આપણી હિંદુ ધર્મના નીચલી કક્ષાના લોકોને હીન અને તુચ્છ ગણીએ છીએ અને બીજી બાજુ એક કોમને આપણે “મલેચ્છ” કહીએ છીએ. ક્યાં ગયાં આપણા સંસ્કાર અને ક્યાં ગઈ આપણી આદિ ભારતીય સંસ્કૃતિ, કર્ણ અને મહર્ષિ વાલ્મિકીને પણ આપણે જાતિવાદના ત્રાજવામાં તોલતાં અચકાતાં નથી. અંગુલીમલ એ માત્ર વાર્તાના પાનાં જ શોભાવે છે અનુસરણમાં તો નહીં જ ! આવાં તો અનેક ઉદાહરણો પહેલાં પણ હતાં અને અત્યારે પણ છે જેનો કોઈ જ અંત નથી. ફિલ્મ આવે છે જોવાય છે વખાણાય છે અને પછી ભુલાઈ જાય છે. કોઈને કોઈપણ પ્રકારનો બોધપાઠ લેવો જ હોતો નથીને ! આ ફિલ્મ સમાજને એક લાલબતી સમાન છે તેના પરથી જો કોઈ બોધપાઠ લે તો ધનુષને મળેલો એવોર્ડ સાર્થક ગણાશે નહીં તો નહીં જ !
ફિલ્મમાં ધનુષના મોટાં પુત્રની હત્યા થાય છે તેથી ધનુષ તેની પત્ની અને તેનાં નાનાં પુત્રને લઈને ગામની બહાર ખેતરો -જંગલોમાં ભટકતાં હોય છે. નાનો પુત્ર મોટાં ભાઈની હત્યાનો બદલો લેવાં માંગતો હોય છે. ધનુષ તેને તેમ કરવાની ના પાડે છે. આખરે એક સમય એવો આવે છે કે નાનાં પુત્રને બચાવવાં માટે ધનુશે હાથમાં હથિયાર ઉપાડવાં પડી છે અને બપ્પા રાવલની જેમ ગાજર મુલાની જેમ દુશ્મનોને કાપી નાંખે છે. નાનો પુત્ર હક્કાબક્કા રહી જાય છે. આ વખતે અસુરન બનેલો ધનુષ એમ કહે છે કે – હું મારાં ગુસાથી ડરૂ છું એને લીધે મેં જીંદગીમાં ઘણું ખોયું છે. એમ કહી તે પોતાનો ફલેશબેક કહે ચ્ચે જેમાં જ એક કલાકાર પશુપતિ જે એનો સાળો બને છે એનો પ્રવેશ થાય છે તે હાલમાં તેનો સાળો જ છે. તે ધનુષને ઓળખે છે અને એને જીજાનથી ચાહે છે. નાનો પુત્ર આ વાત જાણી પિતાનો આશિક બની જાય છે. છેલ્લે ધનુષને મારવા બહુ કાવતરા થાય ચ્ચે પણ અંતે તે પોલીસ -કોર્ટમાં હાજર થાય છે અને પોતાનાં પુત્ર અને કુટુંબની રક્ષા કરે છે. વરતમાં ઘણાં વણાંકો છે પણ તે બધું હું અહીં કહેતો નથી ! ધનુષ એટલે ધનુષ પછી એ ગાંડીવ હોય કે પિનાક ! તીર છોડવાની પણ જરૂર નથી બસ ખાલી પણછ ખેંચો એટલે દુશ્મનોનો વિનાશ નિશ્ચિત જ છે
આટલાં જ માટે તેને કહેવાય છે – અસુરન !!!
આ ફિલ્મને ફિલ્મના ક્રિટીકસો એ મોંફાટ વખાણી છે. આ ફિલ્મનું સ્ક્રીનિંગ ૭૮માં ગોલ્ડન ગ્લોબ ફિલ્મ ફેસ્ટીવલમાં થયું હતું અને ૫૧માં ઇન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ સ્ક્રીનિંગ થયું હતું. જો તમે ધનુષને એક સારો અદાકાર ગણતા હોવ અને એનાં ચાહક હોવ તો આ ફિલ્મ અચૂક નિહાળજો બધાં. વેલડન ધનુષ વેલડન. કીપ ઈટ અપ બ્રો !
~ જનમેજ્ય અધ્વર્યુ
Leave a Reply