એકલતા : જશ્ન-એ-તન્હાઈ કે દર્દ-એ-ત???
બક્ષીબાબુ એ એક નવલકથામાં લખેલું કે ” સારું સારું ખાવા મળે અને સારું સારું વાંચવા મળે તો મારા જેવો પુરુષ ઘણા વર્ષો સુધી સ્ત્રી વગર જીવી શકે…” એજ બક્ષીબાબુ બીજી એક નોવેલમાં લખેલું કે ” હું પરણી ગયો કારણ કે મને ડર હતો કે વધતી જતી આવક, પુરજોશમાં જુવાની ,બેફામ સ્વતંત્રતા અને આ એકલતા ક્યાંક વિસ્ફોટક સાબિત ના થાય!” ન્હાઈ
મતલબ કે બુદ્ધિશાળી અને મજબૂત પુરુષો પણ એકલા રહેવું કે બેકલા એ બાબતે અવઢવમાં હોય છે. એકલતા નો એક ડર હોય છે તો એનાથી પણ જબ્બર એનું વ્યસન હોય છે. સતત એકલો રહેતો કે એકલતા ને કોસતો માણસ પણ અંદરખાને થી એના પ્રેમમાં પડી ગયો હોય છે. એટલે નવા સવા સંબંધો શરૂઆતમાં સારા લાગે, પણ એનું સબ કોન્સિયસ માઈન્ડ તો ગમે એ રીતે એકલતા તરફ પ્રયાણ કરવાના ચાન્સ શોધતુ રહેતું જ હોય છે.
એક લેખકે લખેલું કે “સ્ત્રી સાથે પણ જીવી ના શકાય અને સ્ત્રી વગર પણ રહી ન શકાય એ સ્થિતિ બદતર અને સામાન્ય છે, ખાસ કરીને બુદ્ધિજીવીઓ માટે…” એટલે જ કદાચ હોશિયાર પુરુષો અમુક ઉંમર પછી લગ્ન મોટેભાગે ટાળી દેતા હશે! એકલતા ચોક્કસ દુઃખ અને પીડા આપે છે, પણ માણસ જો પ્રબુદ્ધ હોય તેમજ જિંદગી માં થોડો રસ બાકી હોય તો સુખની ચરમસીમા સુધી પહોંચવા માટે એકલતાથી વધારે ભાગ્યશાળી સ્થિતિ બીજી એક પણ નથી.
રાતે મોડે સુધી પુસ્તકો વાંચવા,ફિલ્મો જોવી, મિત્રો સાથે ફરતા રહેવું. સવારે મોડે સુધી સુઈ રહેવું, મન ફાવે એ ખાવું ને જેમફવે એમ જીવવું.આટલી સ્વતંત્રતા પૂરતી છે માણસ ને મજા કરવા માટે. બસ સેલ્ફકંટ્રોલનું રિમોટ આપણા ખુદના હાથમાં હોવું જોઈએ એ પણ ફુલ બેટરી સહિતનું. અન્યથા જિંદગી હાથમાંથી સરકી જતા વાર નથી લાગતી.
એકાદ જૂની કવિતામાં પણ એકલતાનું રેડ સિગ્નલ બતાવતી પંકિત લખાયેલી છે:” એકલતાનું ઝેર ભરેલા, વીંછી ડંખી લે એ પહેલાં, મારે આંગણ સાજણ ક્યારે લઈ આવો છો જાણ, લખી દો!”
એક સામાન્ય સાયકોલોજી મુજબ અત્યારે ડિવોર્સનું વધતા પ્રમાણના પાયામાં ‘એકલતાની આદત’ છે. મેટ્રોસિટીઝમાં કરીઅર બનાવવા, પૈસા કમાવા તેમજ લગ્ન માટેનું યોગ્ય પાત્ર શોધવામાં યુવક કે યુવતીઓ સહેજે અઠ્ઠાવીસ-ત્રીસ-બત્રીસ વર્ષ સુધી પહોંચી જતા હોય છે. આ દરમિયાન રંગીન સપનાઓ સાથે સાથે મનના કોઈ ખૂણે ક્યાંક-ક્યાંક એકલતાથી ‘યુઝડ ટુ’ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય છે. પરિણામે લાઈફસ્ટાઈલમાં પ્રને આવતો બદલાવ મન જલ્દીથી સ્વીકારી શકતું નથી અને સંબંધનું ‘અચ્યુતમ કેશવમ’ થઈ જતું હોય છે.
સફળ તેમજ અંતર્મુખી લોકો તો મેળાવડાઓમાં પણ એકલા જ હોય છે.(શાહરૂખે પોતે અહીં પહોંચ્યા પછી પણ અંદરથી એકલો જ હોવાનું સ્વીકાર્યું છે.)
ખૈર, એકલતા કોઈ ભૌતિક સ્થિતિ ના રહેતા માનસિક સ્થિતિ બની જાય છે. જેના પરિણામે માણસ પોતાના આસપાસના પર્યાવરણ,ઉછેર,સમજશક્તિને અનુરૂપ આધ્યાત્મિક કે તામસિક બનતો જતો હશે! જો કે આ બધા ભયજનક સંકેતો દૂર રાખીએ તો કાંતિ ભટ્ટે કોઈ ફિલસુફને ટાંકીને લખેલું એમ” એકલતા એ જીનીયસ થવાની કોલેજ છે..!”
– Bhagirath Jogia
Leave a Reply