એકનાથ શિંદે: ઈમાન જો ગયો, તો ઈજ્જત પણ ગઈ!
શિંદે શિવસેનાના એવા સૈનિક હતા, જ્યાં મહારાષ્ટ્રની અસ્મિતા વિરુદ્ધ કોઈ આંખ બતાવે તો શિંદેભાઉ તલવાર કાઢતા. કેમ કે, શિંદે કોઈ ચાંદીની ચમચી લઈને જન્મેલા રાજકારણી નથી, પણ બાળાસાહેબના હાથ નીચે તાલીમ પામેલા પ્રખર મરાઠી છે, પણ હવે તો હતા કહેવાય!
એ મર્દાનગી ભૂતકાળ એટલે થઈ ગઈ કારણ કે, આજે કર્ણાટકના મુખ્યમંત્રી જે ભાજપના જ છે અને મહારાષ્ટ્ર પાસેથી કોલાપુર, સોલાપુર છીનવીને કર્ણાટકમાં ભેળવી લેવાની ચેલેન્જ આપે છે. અસ્સલ શિવ સૈનિકો તૂટી પડ્યા છે મોરચો લઈને, પણ મોદી-શાહના આશીર્વાદથી મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદે પોતાનો અવાજ ઊંચો કરી શકે એમ નથી. મજાની વાત એ છે કે મુખ્યમંત્રી પદના સાચા દાવેદાર ને ખાનદાની મહારાષ્ટ્ર નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ મરાઠીઓ માટે લડી રહ્યા છે, પણ શિંદે પાસે દિલ્હીમાં આજીજીઓ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. કેમ કે, કર્ણાટક ઇલેક્શન પતે નહિ ત્યાં સુધી કર્ણાટકની અસ્મિતાનો અવાજ મરાઠી એકતા કરતા મોટો જ રાખવો પડશે.
ઇન્કમટેક્સ, ઈડીથી બચીને કોઈને પગે લાગીને પદ મેળવી શકાય, પણ જીગર તો કટ્ટર ઇમાનથી જ ટકી રહે ભાઈ! પણ હજી મોદી-શાહે શિંદેજી વિરુદ્ધના કેસો પાછા ખેંચ્યા નથી, ફક્ત સાયલન્ટ રાખ્યા છે. એટલે બોલે તો બગડે! (એક ખી ખી ખી એ નાદાનો માટે જેમને શિંદે હિન્દુત્વનો અવાજ લાગતા હતા.) બાકી, અસ્સલ મુખ્યમંત્રી ચહેરો દેવેન્દ્ર ફડણવીસ કે ઉદ્ધવ ઠાકરે જ હોય એ તો મહારાષ્ટ્ર આખું જ જાણે છે.
જિંદગી હોય કે રાજકારણ, એક જ નિયમ રાખવો કે લાલચ અને ભયથી કોઈ સામે ઝૂકી જશો તો પદ મળશે, પણ અવાજ છીનવાય જશે.
– Bhagirath Jogia
Leave a Reply