Sun-Temple-Baanner

સ્ત્રીઓને સતત જીતી લેવા મથતા પુરુષો મૂર્ખ હોય છે અથવા તો દુષ્ટ!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સ્ત્રીઓને સતત જીતી લેવા મથતા પુરુષો મૂર્ખ હોય છે અથવા તો દુષ્ટ!


સ્ત્રીઓને સતત જીતી લેવા મથતા પુરુષો મૂર્ખ હોય છે અથવા તો દુષ્ટ!

“સ્ત્રી તમારી પથારીમાં આવશે જ. પાંચ વર્ષે, પંદર વર્ષે અથવા તો તમારી કબરો ખોદાય ગયા પછી, પણ આવશે તો ખરી જ!” આવું એક વિદેશી લેખિકાએ લખેલું. આ કવોટમાં સ્વભાવિક જ પ્રેમની વિદેશી વિભાવના છે એટલે પથારી અને કબરોનો ઉલ્લેખ હોય જ. પણ આપણે કહી શકીએ કે તમને સ્ત્રીનો પ્રેમ મળશે જ, આ જન્મમાં નહિ તો આવતા જન્મમાં! આવું વાંચીને આમ તો કન્ફ્યુઝનથી માથું ભીંતે ભટકાડવાનું મન થાય! પણ આ અઘરા દાખલાનો જવાબ તો મેળવવો જ પડશે ને!

ઘણા પુરુષો સ્ત્રીને પામવા માટે જાત જાતની ટ્રિક અપનાવતા હોય છે, પણ તેઓ ભૂલી જતા હોય છે. સ્ત્રીઓના ગર્ભાશયની જેમ જ સ્ત્રીઓનું મગજ અને હૃદય પર એક દરિયો જ છે. એ દરિયાનું ઊંડાણ માપવુ એ દુનિયાના કોઈ પુરુષનું ગજું નથી. હા, દોસ્તો સામે કે સોશિયલ મીડિયામાં ફાંકા-ફોજદારી કરવા ચાલે કે સ્ત્રીઓને પામવાની આટલી ટ્રિક, સ્ત્રીઓને ચાહવાની ઢીંકણી ટ્રિક. આવા પુરુષોને દિલીપકુમારની એક ફિલ્મની જેમ કહેવાય કે, “મેરી સમજ મેં યે નહિ આતા કી તુમ બેવકૂફ હો યા બદતમીઝ?”

સ્ત્રી કોઈને પ્રેમ કરે છે કે નહીં એ ચેક કરવાની કોઈ લેબોરેટરી નથી. કદાચ એવું બને કે દરરોજ તમારી પથારીમાં સૂતી સ્ત્રીને તમારા પ્રત્યે બિલકુલ પ્રેમ ના હોય, અને બીજી એક સ્ત્રી- કોઈ વાતચીત વગર ફક્ત તમારી પોસ્ટને નિયમિત લવ રીએક્ટ કરતી હોય, તમારા વિશે ક્યાંક પૂછપરછ કરતી હોય એ તમને દિલ ફાડીને પ્રેમ કરતી હોય એમ બને! કેમ કે, એ સ્ત્રી છે એના હૃદયના અનુકંપન સમજવાની કોઈ પુરુષની હેસિયત નથી.

પ્રેમમાં પુરુષ સ્ત્રીને જીતે એ પ્રેમની આંશિક જીત જ કહેવાય, પ્રેમરંગમાં રંગાઈ જવા માટે તો સ્ત્રી સામે ઘૂંટણિયે પડી જવાનું હોય અને એનાથીય વધારે દંડવત કરી દેવા પડે. તો ય સ્ત્રી બદલામાં પ્રેમ આપશે જ એની કોઈ ગેરેન્ટી નથી. જીમમાં જઈને કસાયેલા બાવડા બતાવો કે મોંઘી કારની ચાવી હાથમાં રમાડીને પૈસાનું પ્રદર્શન કરો…સ્ત્રી કદાચ ઈમ્પ્રેસ થશે બોયફ્રેન્ડ પણ બનાવી લેશે પણ એ પ્રેમ છે? પુરુષો એને પ્રેમ નામ આપી દેતા હશે, બાકી સ્ત્રીઓને બોયફ્રેન્ડ અને લવરનો ફરક ખબર જ હોય છે. (એટલે જ તો કોઈ યુવાન લગ્નનું દબાણ કરે ત્યારે યુવતી “ફેમિલી નહિ માને…”એમ કહીને છટકી નથી જતી?)

સ્ત્રી કોઈને પ્રેમ કરે ત્યારે તે “આઈ લવ યુ”ની મોહતાજ નથી હોતી. કોલેજમાં એ આંખોના એક્સપ્રેશનથી તો સોશિયલ મીડિયામાં આપણી કોઈ ફાલતુ પોસ્ટમાં લવ રીએક્ટ કરી જાય તો એ એનો પ્રેમ હોય પણ શકે. રૂબરૂમાં ક્યારેક મળ્યા હોય તો એને તમે ઈમ્પ્રેસ કરી દેવા કાર અને લેટેસ્ટ ફેશનના કપડાં પહેરીને જાઓ તો ય એને ખાસ રસ નહિ હોય. એને પ્રેમ હશે તો ક્યાંકથી ઉતાવળે તૈયાર થયા વગર મળવા જશો તો ચશ્મા પર બાઝેલી ધૂળ એ ફૂંક મારીને પ્રેમથી ઉડાડી દેશે.

ખૈર, સ્ત્રી જ્યારે પ્રેમ કરશે ત્યારે સહન નહિ થાય એવો કરશે કે પોતાની જાત પર વિશ્વાસ નહીં આવે એવો પ્રચંડ કરશે. કેમ કે દરિયામાંથી આવેલો પ્રેમ છે. ઉછળતો અને ઘૂઘવતો અને છતાંયે વરસતો!!!❤️

– Bhagirath Jogia

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.