આજે સવારે ગુગલ ખોલ્યું. જોયું તોં આજે એમાં અનસુયા સારાભાઇ વિષે હતું. આજે એમનો જન્મ દિવસ છે – ૧૧ નવેમ્બર. સારાભાઇ પરિવાર સાથે અમારા કુટુંબને બહુ જ ઘનિષ્ઠ નાતો. મેં એમના વિષે મૃણાલીની સારાભાઇ, લીનાબેન મંગળદાસ અને મલ્લિકા સારાભાઇ વ્પસેથી સાંભળ્યું હતું ખરું. પણ તે વખતે આટલું કુતુહલ ન થયું. બહુ નાનો હતો ત્યારે એકાદ વાર મળ્યો છું ખરો એમને એવો આછ્ડતો ખ્યાલ છે ખરો મારા મનમાં. પણ એમનો ચહેરો મને યાદ નથી, જે આજે જોયો ત્યારે મને લાગ્યું કે આવા વ્યક્તિને મેં જોયા છે ખરાં. પણ તોય સ્પષ્ટ ચિત્ર મનમાં ના ઉભર્યું. ત્યારે થયું કે એમ ના હું લખીને એમનું વ્યક્તિચિત્ર ના ઉપસાવું.
કોણ હતાં આ અનસુયા સારાભાઇ ?
અનસુયા સારાભાઇ વણકરો અને ટેક્સ્ટટાઈલ્સ ઉદ્યોગના મજદૂરોનાં હક્ક માટે ૧૯૨૦માં મજૂર મહાજન સંઘની સ્થાપના કરી હતી. જે ભારતનાં ટેક્ષટાઈલ મજદૂરોનું સૌથી પુરાણું યુનિયન છે
જીવન અને શિક્ષા :
અનસુયાનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૫માં અમદવાદમાં સારાભાઇ પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ સારાભાઈ અને માતાનું નામ ગોદાવરીબા હતું. એમનો પરિવાર ઘણો જ સુખી અને સંપન્ન હતો. કારણ કે એમના પિતા એક ઉદ્યોગપતિ હતાં. જયારે એ નવ વર્ષની હતી ત્યારે જ એમના માતાપિતાનું અવસાન થઇ ગયું એના પછી એને પોતાના ભાઈ અંબાલાલ સારાભાઇ અને નાની બહેનને એક કાકા પાસે રહેવા મોકલી આપ્યાં. ૧૩ વર્ષની ઉંમરમાં જ એમનો બાળવિવાહ થયો, જે સફળ ના રહ્યો. સારાભાઇ કુટુંબમાં લગ્નજીવન અસફળ રહેવાઓનો સિલસિલો આજપર્યંત ચાલુ જ છે. જોકે એમાં ઘણાં અપવાદ છે, પણ અપવાદમાં મુખ્ય નામ આવે છે. ડૉ વિક્રમ્સારભાઈ અને મૃણાલિની સારાભાઇનું. પોતાના ભીની મદદથી એ ૧૯૧૨મ મેડીકલની ડિગ્રી લેવા માટે ઇંગ્લેન્ડ ગયાં. ત્યાર પછી તેઓ લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસમાં ચાલ્યાં ગયાં.
રાજનૈતિક જીવન :
ભારત પરત ફર્યા પછી એમણે મહિલાઓ અને સમાજનાંગરીબ વર્ગની ભલાઈ માટે કાર્ય કર્યું. એમણે એક શાળા ખોલી હતી. જયારે એમણે સતત ૩૬-૩૬ કલાક સુધી મિલની શિફ્ટમાં કામ કરેલી મહિલાઓને ઘરે થાકીને જતી જોઈ, તો એમને મજદૂર અંદોલન કરવાનો નિર્ણય લીધો એમણે ૧૯૧૪માં અમદાવાદમાં હડતાલ સમયે ટેક્ષટાઈલ મજદૂરોને સંગઠિત કરવામાં ઘણી મદદ કરી. આ સન ૧૯૧૮ માં સતત એક મહિનો ચાલેલી હડતાલમાં પણ શામિલ હતી. વણકરો પોતાની મજદૂરીમાં ૫૦ ટકા વધારાની માંગ કરતાં હતાં, પરંતુ એમને માત્ર ૨૦ ટકા જ વધારો આપવામાં આવતો હતો. જેનાથી અસંતુષ્ટ થઈને વણકરોએ હડતાલ પાડી દીધી. ત્યાર બાદ તો ખુદ ગાંધીજી પણ મજદૂરો તરફથી હડતાલ કરવાની શરૂઆત કરી દીધી. અને અંતમાં મજુરોને ૩૫ ટકાનો વધારો મળ્યો. આના પછી જ સન ૧૯૨૦માં મજદૂર મહાજન સંઘની સ્થાપના થઇ.
અનસુયાને લોકો પ્રેમથી મોટાબેન કહીંને બોલાવતા હતાં. અનસુયાનું નિધન ૧૯૭૨માં થયું. પોતાનાં સ્વાર્થ માટે તો બધા જ લડતા હોય છે, પણ પ્રજાના હક્ક માટે લડીને આ બને ગુજરાતીઓ ગાંધીજી અને અનસુયા સારાભાઈને લાખો સલામ છે. એક ગુજરાતી બાઈની આટલી કદર કરવા માટે શ્રી ગુગલ મહારાજને પણ ઘણાં જ અભિનંદન. કોઈ પણ ગુજરાતીની કદર થાય ત્યારે મારી છાતી ગજગજ ફૂલે છે.
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply