અમિતાવ ધોષ ફરી પાછા ફર્યા છે, પોતાની નવી પાવરફુલ બુક ધ ગ્રેટ ડેરેગમેન્ટ : ક્લાઈમેટ ચેન્જ એન્ડ અનથીંકેબલ. અમિતાવની રાઈટીંગમાં એક વસ્તુ વારંવાર જોવા મળે અને તે છે પાસ્ટ. ભૂતકાળને વગોળ્યા કરવુ. લેખકની આદત બની જાય છે. જે સમય સાથે તે ચોંટેલો હોય છે, ત્યાંથી બહાર આવવુ તેને માટે મુશ્કેલ બની જાય છે. કોઈવાર ત્યાં અટકી જાય છે. અમિતાવના કિસ્સામાં આવુ થયુ છે, પરંતુ વચ્ચે વચ્ચે ક્યાંક નિબંધો આપીને તેમાંથી છુટવાનો અને વાચકને થોડો રિલેક્સ થવાનો મોકો પણ આપી દે છે. લેખકો માટે આવા ચમત્કાર કરવા અઘરા હોઈ શકે, પણ લેખકથી એક કદમ આગળ નીકળી ગયેલા અમિતાવ ધોષ માટે નહિ.
અમિતાવની નોવેલ શેડો લાઈન ગયા વર્ષે વાંચેલી. પરંતુ ફિલ્મનો પહેલો સંવાદ સમજવો જ થોડો આકરો પડી ગયેલો. જેના માટે ઈંગ્લીશના મિત્રોની મદદ લેવી પડી હતી. અને પ્રોટોગોનીસ્ટના ઉંમરની બાદબાકી છે કે સરવાળો, તે વાત જ મગજમાં ઉતરતી નહતી. જો કે આખરે તેની ઉંમરનો સરવાળો થઈને રહ્યો. અને હું જે 13 વર્ષની ઉંમર ધારતો હતો, તે હકિકતે ડબલ નીકળી હવે હું શું કહેવા માગુ છુ, તેના માટે આ ઉપન્યાસનું પઠન કરી લેવુ.
ઘણા લેખકો ઈંગ્લીશ અને થોડુ હિંગ્લીશ જાટકિને લખ્યા બાદ પણ બુકરમાં નોમિનેશન નથી મેળવી શકતા. જ્યારે અમિતાવને વારંવાર નોમિનેશન મળ્યુ અને અમિતાવ કોઈ દિવસ જીતી નથી શક્યા. આમ છતા અમિતાવના પગ જમીન પર છે. આ વાતને લઈ તેમણે કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ મીડિયા સામે વાત નથી ઉચ્ચારી કે મીડિયાએ તેમને કોઈ દિવસ આટલુ ઇમ્પોર્ટન્સ નથી આપ્યું. રિયલી તે એ પ્રકારના લેખક છે, જેમને કોઈ દિવસ પબ્લિસીટીની જરૂર નથી પડતી. તેમની બુક્સના નામ પરથી જ વાચકો ખરીદવા આવી પડે છે. બુકરની જ વાત નીકળી છે તો, અમિતાવ 2015માં ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ માટે નોમિનેટ થયેલા. અને ત્યાં સુધીમાં તેમની બુક ફ્લુડ ઓફ ફાયર આવવાની બાકી હતી. જો આ ટ્રાયોલોજીની ત્રીજી બુક આવી ગઈ હોત તો કદાચ અમિતાવના જીતવાના ચાન્સીસ પણ વધી જાત. બાય ધ વે આગલી બે બુક કઈ તે તમારી જાતે શોધી લેજો. અને આ પહેલા પણ અમિતાવ શેડો લાઈન અને ગ્લાસ ઓફ પેલેસ માટે બુકરમાં નોમિનેટ થઈ ચુક્યા છે, પણ ધત… પહેલા ધોળિયા બ્રિટીશર જજ. અમિતાવને જીતવાનો મોકો જ ન મળ્યો. હા, અમિતાવના કારણે જ મને નીલ મુખર્જી જેવો લેખક વાચવા મળ્યો. જે અમિતાવ સાથે જ બુકરમાં નોમિનેટ થયેલો, પણ હતાશા બંનેની નોવેલનો પ્લોટ પાવરફુલ. તેમ છતા ન જીતી શક્યા. તો આ અમિતાવ ધોષની જ કેટલીક અનકહિ અને અનસુની વાતો કરીએ.
તેમણે પહેલી બુક 2008માં લખી સી ઓફ પપીસ. જે આખી કિતાબ મજુરો પર આધારિત હતી. તે પણ એવા મજુરો જે અમેરિકાના રહેવાશી હોય. આ સમગ્ર નોવેલ એક આખા બાલ્ટીમોર નામના જહાજમાં પુરી થઈ જાય છે. ત્યારબાદ આજ નોવેલનો બીજો પાર્ટ આવ્યો. જેનું નામ વાચતા જ વાંચવાનું મન થઈ જાય રિવર ઓફ સ્મોક. જે ચીનની મરૂભુમિ પર આધારિત હતી. આ બંને ઉપન્યાસમાં એક વસ્તુની સામ્યતા, જે હું કહેવાનું ચુકી ગયો. આ બંને નોવેલ અફિણની દાણાચોરી પર આધારિત હતી. અને પાછો સત્ય ઈતિહાસ તેમાં જોડાયેલો. એ ઈતિહાસ એટલે 1839-42માં થયેલુ એગ્લો ચાઈનીઝ વોર. જેને ઓપિયમ વોરના નામે પણ ઓળખવામાં આવે છે. અમિતાવની નોવેલનો ઈતિહાસ ભલે ભારતના મુળિયા સાથે જોડાયેલો હોય પણ અમિતાવ તેમાં બહારની પૃષ્ઠભુમિનું દમદાર વર્ણન કરે છે, અને તે જ અમિતાવની સૌથી મોટી ખાસિયત છે. આખરે 2015માં અમિતાવે વાચકોની અધુરી આશાને પુરી કરી. તેમની નોવેલ ફ્લુડ ઓફ ફાયર આવી અને ગુજરાતીઓને મનમાં દાજ ચડે તેવી 500 રૂપિયા જેવી પ્રાઈઝ. તે પણ એમેઝોનમાં. અત્યારે તો ભાવ ઓછા થઈ ગયા છે. છતા પહેલી બે વાંચી હોય એટલે ત્રીજી મુકાય નહિ, બંગાળીઓ કદી મુકે નહીં. આ નોવેલમાં તેમણે વોરનું વર્ણન કરવાનું હતું અને અમિતાવ કહે છે કે, મારી લાઈફની આ સૌથી ચેલેન્જીંગ બુક રહી. જે ખત્મ થવાનું નામ જ નહતી લેતી. દીદી, નીરા અને કેસરી સિંહ જેવા તેના અદભુત કેરેક્ટર. જે માનસપટ પર એક ગહેરી છાપ છોડી જાય. ઓલ ઓવર અમિતાવનું આ અલ્ટીમેટ વર્ક રહ્યું. આ આખી ટ્રાયોલોજીને અમિતાવે એક વિચિત્ર નામ આપ્યુ ‘ibis’ ટ્રાયોલોજી, અને તે એટલા માટે કે આ તે જહાજનું નામ છે. જેના પર આખી નોવેલ આકાર લે છે.
અમિતાવ પોતાની તમામ નોવેલમાં ઘણું બધુ રિસર્ચ કરે છે. નોટબુકના અડધો ડઝન જેટલા પાના ફાડે. રૂમમાં નકશાઓ હોય. ઈતિહાસની લોટ્સ ઓફ બુક્સ હોય અને પાછુ જે જગ્યાએ યુધ્ધ થયુ ત્યાંની વારંવાર મુલાકાત લેવાની એ તો વધુમાં. તેમની આ ટ્રાયોલોજીના ત્રણે પુસ્તકો 19મી સદીમાં પુર્ણ થઈ જાય.
અમિતાવ એ વાત સ્વીકારે છે અને બધાની સામે ચોખ્ખી કહે છે કે હા જર્નાલીઝમના કારણે જ મારૂ રાઈટીંગ આટલુ પાવરફુલ થયુ. બાકી હું આ નોવેલો કોઈ દિવસ લખી ન શકત. વધુમાં તેનો સ્ટોરી પ્લોટ મારા દિમાગમાં જ રહી જાત. અમિતાવનું માનવુ છે કે ઐતિહાસિક નોવેલમાં માત્ર ભારતીય ચરિત્રો નથી હોતા. તેમાં વિદેશીઓનો પણ એટલો જ મહત્વનો રોલ હોય છે. એટલે જ અમિતાવની કહાનીઓમાં એમેરિકન, શ્રીલંકન, બાંગ્લાદેશના પાત્રો આવ્યા કરે. તેમાં પણ પાર્ટીશનની વાતો રડવા માટે મજબુર કરે.
આજ રીતે અમિતાવની નોવેલ હંગ્રી ટાઈડ અને ગ્લાસ ઓફ પેલેસ ફેમેસ છે. અમિતાવ કેરળમાં હતા ત્યારે તેમણે સર્કલ ઓફ રિઝન લખી. તો શેડો લાઈન તો સ્ટુડન્ટસના અભ્યાસક્રમમાં પણ આવે છે. એન્વાયરમેન્ટ ક્લાઈમેટ ચેન્જ પર હંગ્રી ટાઈડ. જે તેમના અંકલના જીવન પરથી આવી. તેઓ કેરળ ફરવા જતા ત્યારે પોતાના અંકલનું ઓબ્ઝર્વેશન કરતા, જે તેમને અહિ કામ લાગી. સ્ટીફન કિંગ કહે છે તેમ જ, યુ હેવ ટુ ઓબ્ઝર્વ ધ થીંગ્સ.
તો એવી કઈ વસ્તુ હતી જેમણે અમિતાવને વાચતા અને લેખક બનવાની પ્રેરણા આપી. જે દરેક લેખકને આપે છે તે હરમાન લેવીસની મોબીડિક, મહાભારત, રામાયણ અને બંગાળીઓના ફેવરિટ રવીન્દ્રનાથ ટાગોર. એટલે જ કદાચ અમિતાવ ધોષ અમિતાભ બચ્ચનથી જ્યાદા નથી તો કમ પણ નથી.
~ મયુર ખાવડુ
Leave a Reply