બનાવની તારીખ – ૯ માર્ચ ૨૦૧૭
સ્થળ- મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી હોસ્ટેલ
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની અંદર ૫ ગર્લ હોસ્ટેલ છે. તેમાંથી મારી એક હોસ્ટેલમાં લગભગ ૪૦૦ છોકરીઓ રહે.
જમવાનો સમય હતો, રાતના લગભગ ૯:૩૦ જેવું થયું હશે અને આજ સમય દરમિયાન લગભગ આખા હોલની છોકરીઓ જમવા આવે. બોવ બધા ઘોંઘાટ અને વાસણના અવાજોની વચ્ચે એક સ્પિકર લગાવેલા ટી.વી.નો પણ અવાજ ચાલે અને ત્યારે બધા હેર-ફેરી મૂવી જોતા હતા તો સાથે બધાના હસવાનો અવાજ પણ ભળતો જાય. તે દિવસે હું પણ જમવા બેસી બરાબર મેસના આગળના દરવાજા પાસે અને થાળી ટેબલ પર મુકતાની સાથે જ મેં જોયું કે એક ૧૦૦ રૂપિયાની નોટ દરવાજાની વચ્ચે પડેલી છે. મેં પેહલીવારમાં જોઇને ઇગ્નોર કરી પણ પછી મેં જોયું કે એક આખું ૭-૮ હોલની છોકરીઓનું ઝુંડ આવ્યું અને એ બધા એ ૧૦૦ રૂપિયાની નોટ જોઇ અને એમના માથી એક બોલી કે ‘યાર, ૧૦૦ ની નોટ’ : તો એમના માથી બીજી બોલી કે ‘છોડ, જેની હશે તે શોધતું આવશે તો લઇ લેશે’. અને એ લોકો આગળ વધી ગયા. ૨ મિનીટ પછી બીજી બે છોકરીઓ આવી અને એમના માથી એકે નોટ ઉઠાવી અને બોલી ‘યારર કિસીકા ૧૦૦કા નોટ?’
તો એ બીજી બોલી ‘છોડ દે સાયડ મેં, જિસકા હોયેગા વો લેકે જાયેંગા’. તો એ લોકો એ પણ સાઇડમાં મૂકી દીધી કારણ અમેને કોઈને સોપવામાં વિશ્વાસ ના આવે અને જયારે બહાર એકલા રહીએ ત્યારે તો હજાર વખત વિચારીએ, તો એ છોકરીએ બાજુમાં દેખાય એ રીતે નોટ મૂકી જેથી કોઈ શોધતું આવે તો તેને મળે.
આ ૨ પ્રકારના પ્રતિભાવો થયા એ પછી તો લગભગ ૩૦ થી ૪૦ જેટલી હોલની છોકરીઓ ત્યાંથી પસાર થાય અને તે ૧૦૦ રૂપિયાની નોટની સામે જુએ અને વાત પણ કરે એક બીજાને, પણ ઉઠાવે નહિ આ બધાજ પરિવર્તનો એક ૪૫ મિનીટની અંદર થયા હેર-ફેરી મુવી જોતા જોતા. અને અચાનક જ મેસના મહારાજ ફોન પર વાત કરતા – કરતાં અંદર આવતા હતા. મેસના મહરાજની નજર એ ૧૦૦ રૂપિયા પર પડી અને એમને આજુ-બાજુ નજર કરી, હું ખૂણામાં બેઠી હતી એટલે હું તેમને જોવ છું એવું સ્પષ્ટ દેખાતું ના હતું. પણ હું બધુંજ જોય શકું એવી રીતે બેઠેલી હતી. તો એકજ સેકંડમાં મહારાજે એ નોટ ખિસ્સામાં નાખી દીધી અને તેની ખુરસી પર જઇ બેસી ગયા. મહારાજ લગભગ અમારા પિતાની ઉમરના હશે ૫૦-૫૫ ની આસ-પાસ. અને બધીજ છોકરીઓ હેર-ફેરીની કોમેડી જોવાના મગ્ન હતી. પણ મેં આ હરકત જોઇ.
આ હરકત જોઇ પછી એ રાત્રે મને એકદમ સુંદર ઊંઘ આવી અને મને મારી જનરેશન માટે માન થયું. ઘણા વડીલોને કેહતા જોયા છે કે :“ આજની જનરેશન એટલે ભારી બેપરવાહ, છેલબટાઉ અને સમજણ વગરની પણ એ ૧૦૦ રૂપિયાની નોટમાં જીવ નાખ્યા વગર નીકળી જવું સેહલુ નથી “છોડના અપને કો ક્યાં” આવા વાક્ય સાથે તો કોઈ એ નોટ કચડીને પણ અમારામાંની કોઈ એકની હશે એવો વિચાર તો બધા એ કર્યો તેમ છતાય જ્યારે અમારા માતા-પિતા કે દાદા-દાદીની જનરેશન અમને એમ કહે કે તમે “લાપરવાહ છો, આળસુ છો, કઈ પાછળનો વિચાર કરતા નથી અને ખાસ કરીને આવા શબ્દો કે બેટા “તું તમ તમારે ડીગ્રી લે પૈસા ખવડાવીને પણ સરકારી નોકરી લાગવી દઇશું પછી બેઠા – બેઠા ખાજે”. ત્યારે દયા સિવાય અમારી પાસે કઈ ના હોય.. કામચોરી, બેઈમાની,જડતા અમારી છે કે પછી વારસામાં, અમે સ્માર્ટ વર્ક કરી પૈસા કમાવવા માંગીએ તો કે સાવ નકામાં કામચોર છો. અને પોતાના સંઘર્ષ અને મેહનતના ઉદાહરણ ચાલુ થાઈ પછી બંધ થવાનું નામ ના લે પણ આ તો એક કિસ્સો છે ખરેખર તો ૮૦ ટકા લોકો અમારી માતા-પિતાની જનરેશનના “ઈમાનદારી રાખતા પણ નથી અને શીખવી સકતા પણ નથી.
પણ મને આનંદ છે કે અમે પણ “ફાલતું” શિખામણો અપનાવતા નથી.
પછી જ્યારે “વુમનસ ડે” મનાવવા મહારાજ પાસે ઉઘરાણી કરવા ગયા ત્યારે ૨૦ રૂપિયા આપતા હતા ત્યારે અમે કીધું “ માહરાજ દરવાજા પાસેથી મળેલી ૧૦૦ ની નોટ આપી દો, એ અમારા માની જ એક છે. તમારે શું કામ તમારી મેહનતના ૨૦ રૂપિયા પણ આપવા જોઈએ” ત્યારે તેમનું મોઢું જોવા જેવું હતું. અને મનમાં થયું ભલે હેરા-ફેરી મુવી જેટલી વાર આવે તેટલી વાર જોઈએ અને ટાઇમપાસ કરીએ પણ હ્રદયમાં હેરાં-ફેરી તો નથી જ, આજની પેઠીને ભલે ખબરના હોય કે તેને શું કરવું છે પણ એટલી તો જરૂર ખબર છે કે શું નથી કરવું.
With lots of love towrds our neo- Generation.
~ તસ્નીમ ભારમલ
Leave a Reply