29 સપ્ટેમ્બર ૨૦૧૬નો દિવસ પણ યાદ કરવો રહ્યો… સર્જીકલ સ્ટ્રાઈક થયા પછી કેટલાક લોકો( કેજરીવાલ, નિરુપમ, કેટલાક મહાન પત્રકારો) આ સર્જીકલ સ્ટ્રાઈક પર પણ પ્રશ્ન ઉઠાવતા હતા… કારણ પાકિસ્તાન તેમના આંતકવાદીઓને છુપાવવા માટે સર્જીકલ સ્ટ્રાઈક થઇ જ નથી, એવું સાબિત કરવા પર તુલી હતી… પણ એ બધા પર પાણી ત્યારે ફરી વળ્યું જ્યારે ભારત સરકાર તરફથી કેટલાક વિડીયો જાહેર કરવામાં આવ્યા…
હવે વાત રહી એર સ્ટ્રાઈકની…
આજે પણ આ એર સ્ટ્રાઈક પર સવાલો અને સબુતની વાતો થઇ રહી છે… હવે રાજનીતી અહિયાંથી શરુ થાય છે… કે સ્ટ્રાઈક પર સવાલો અને સબુત માંગીને નાં છૂટકે બંને પક્ષો રાજનીતિ તરફ આગળ વધી રહ્યા છે. કેટલાક વિપક્ષો સ્ટ્રાઈકને ફેલ સાબિત કરવા પર તુલી રહ્યા છે. જેથી મોદીની બદનામી થાય અને જો આ એર સ્ટ્રાઈક સફળ રહી એવું સાબિત થશે તો સ્ટ્રાઈક ‘સેના’ એ કરી હતી મોદી એ થોડી કરી છે ? એવા તંતુઓ એમના મગજમાં ચિપકી જશે અને લોકોને ચિપ્કાવશે…
પાકિસ્તાન સ્ટ્રાઈકનાં સબુત મિટાવી શકે છે, અથવા તો દુનિયા સામે નાં લાવવા પર દાબી શકે છે. કારણ કે દુનિયામાં આર્મી સરકારના કબજામાં હોય છે, જ્યારે પાકિસ્તાન એ પેદાઈશ છે જેમાં આર્મી નીચે સરકાર આવે છે… હવે આ વાત પર કોઈ સબુત માંગે તો… પછી…. જય શ્રી ક્રિશ્ના…!!
વાત રહી એર સ્ટ્રાઈકનાં સબુતની…
પાકિસ્તાન કારગીલ વખતે એના સૈનિકોને સ્વીકારવા તૈયાર ન હતું…
ક્સાબ પાકિસ્તાનનો છે એ સ્વીકારવા તૈયાર ન હતું,
સર્જીકલ સ્ટ્રાઇક થઇ છે એ સ્વીકારવા તૈયાર ન હતું…
લાદેન પાકિસ્તાનમાં મળ્યો એ સ્વીકારવા તૈયાર ન હતું…
અને એક અહેવાલ મુજબ એમના બાળકોને તો એવું જ ભણાવાય છે કે ભારત પાકિસ્તાનમાંહી છુટો પડેલો છે…
૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ નું યુદ્ધ પાકિસ્તાન જીત્યું હતું..તો તમે એ લોકો સાચું કહેશે એવી અપેક્ષા કેમની રાખી શકો…
એર સ્ટ્રાઈકમાં કેટલા લોકો મર્યા છે એનો કોઈ સરકારી આંકડો નથી…૩૦૦ કે ૩૫૦ એ ભારતીય મિડીયા તરફથી અને રક્ષા એક્ષપર્ટ તરફથી આવેલો આકંડો છે…છતાય પાકિસ્તાનને ભારી નુકસાન થયું છે એની કેટલીક તથ્યાત્મક વાતો…
૧) જો પાકિસ્તાને ભારે નુસકાન નાં થયું હોત તો કદાચ એ બદલો લેવાનું શું કામ વિચારે ?
૨) પાકિસ્તાનનાં સંસદમાં એમના મંત્રી એ સ્વીકારેલું છે કે જબ્બા જે અઝહરનું મદરસા છે ત્યાં સુધી ભારતીય જેટ્સ પહોચેલા છે…!! આ સ્વીકારનો વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે…!!
૩) અઝ્હદ મસુરનાં ભાઈનો એક ઓડિયો સંદેશો વાયરલ થયો છે જેમાં એ એમના ‘આંતકવાદીઓ’ને સંદેશો આપી રહ્યો છે કે ભારતીય સેના એના સેન્ટર સુધી પહોચી છે અને ભારે નુકસાન થયું છે હવે થોડો સમય છે પછી સારા દીવસો આવશે. ( આ પાકિસ્તાન બેઝ્ડ પત્રકાર તાહા સીદિક્યું નાં ટ્વીટર હેન્ડલ પર મળી જશે..)
૪) એક ઇટાલિયન પત્રકાર Francisco Marido, જે સાઉથ એશિયા પર ખાસ કરીને રિપોટીગ કરે છે જેના ફર્સ્ટ પોસ્ટઆ લખેલા એક લેખમાં આય વિટનેસ થ્રુ એવું લખાણ લખેલું છે કે ૩૫ -૪૦ આંતકવાદીઓની લાશ પાકિસ્તાની સેના નીકાળતી… જે લોકલ માણસોએ જોયેલું છે.. અને આખો એરિયા સીલ હતો…આર્ટીકલ જોતો હોય તો કોમેન્ટ જોવી..
૫) લાસ્ટ અને ખાસ… સેટેલાઇટ દ્વારા લીધેલી કેટલીક તસ્વીરો જે એર સ્ટ્રાઈક પહેલાની અને એર સ્ટ્રાઈક પછીની છે તેમાં થયેલું નુકસાન તમે ખુદ જોઈ શકો છો.. જે અહિયાં મુકેલી છે…!!
૬) પાકિસ્તાનનાં કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય પત્રકારોને ઘટનાં સ્થળ સુધી પહોચવા દેવામાં આવ્યા ન હતા… જો પાકિસ્તાનમાં ભારતીય પત્રકારો હોય તો ઝૂમ કરી કરીને બતાવે જોવો… આ જગ્યા ધ્યાનથી જોવો… બોમ્બ અહિયાં પડ્યો હતો પણ કશુય ઉઘાડી શક્યા નહિ… પાકિસ્તાને જેતે જગ્યાનો ૧ કિમી સુધીનો વિસ્તાર સીલ કરીને રાખ્યો… જેથી કોઈ પણ સાબિતી નાં લઇ શકાય…
૭) ગફુર… એ પાકિસ્તાની આર્મીનો સ્પોક પર્સન છે. તેણે સવારે કેટલીક તસ્વીર પોસ્ટ કરી હતી, જેમાં દર્શાવ્યું હતું કે ભારતીય બોમ્બ અહિયાં પડ્યો હતો… એ બોબ્મ પર લાગેલું સ્ટીકર જોવો તો એમાં એક નંબર મેન્સન કરેલો છે જે ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯ છે… આવો નંબર ? થોડો અજીબ લાગ્યુંને ? ( જે દર્શાવે છે કે ગફુર એ ખોટો ફોટો મુક્યો હોઈ શકે..)
~ જય ગોહિલ
Leave a Reply