ભારતનાં અભિમન્યુની ૨૦૧૪થી અપનાવેલી દુરંદેશી નીતિથી ઘૂંટણે આવશે ચાઈના ( અભિમન્યુ ભાગ ૨)
ગલ્વાન અને હોટ સ્પ્રીંગ એરિયામાંથી ચાઈના પાછું જતું રહ્યું છે, પણ એજ ૨ કદમ આગળ ૧ કદમ પાછળનાં હિસાબથી ચાઈના હજી પેંગોગસુ લેકમાં ફિંગર ૫ થી ફિંગર ૮ સુધી જવા માટે નખરા કરી રહ્યું છે. અને ચાઈનાને લાગી રહ્યું છે કે અમે ૨ જગ્યા એથી પાછળ ફર્યા એટલે ભારત શાંત થઇને બેસી જશે અને પેંગોગસુ લેક પર અમે અમારો દાવો પાક્કો કરી બેસીશું. એમ તો ફિંગર ૨ થી ફિંગર ૮ સુધીનો એરિયા એ ડીફ્ર્ન્સ ઓફ પર્સેપ્સનનો એરિયા માનવામાં આવે છે, એટલે ચાઈનાનાં સૈનિકો ફિંગર ૨ સુધી આવતા અને આપણા સૌનિકો ફિંગર ૮ સુધી જતા અને ચાઈનાએ ૧૯૯૯થી ફિંગર ૪ સુધી રોડ બનાવી મૂકી દીધો છે, છતાય આપણે ફિંગર ૮ સુધી જતા હતા. જે હવે ચાઈના આપણને જવા દેતું નથી એની સામે આપણે પણ ચાઈનાને ફિંગર ૨ સુધી આવવા દેતા નથી. પણ આ ચાઈનાની ચાલને નાકામ કરવા અને ફિંગર ૮ સુધી જવા માટે આપણે મક્કમ છીએ, અને આપણા જવાનો પાછળ ૧૩૦ કરોડ દેશવાસીઓ ( એકાદ ને બાદ કરતાં) મજબૂતાઈથી ઉભા છીએ. અને ચાઈનાને દબાવવાનો ભરપુર પ્રયત્ન થઇ રહ્યો છે, એની કેટલીક વાતો સહીત ૨૦૧૪ થી કેવું પ્લાનિંગ ઘડાયું છે એની વિગતે ચર્ચા કરીશ..!
સ્ટ્રીંગ ઓફ પલ્સ ને કાપવાં મોદીએ અપનાવી નેકલેસ ઓફ ડાયમંડની પોલિસી..!
સ્ટ્રીંગ ઓફ પ્લસ એટલે ચાઈના ભારતને ઘેરવા માટે નીચેથી મોતીઓની હારની જેમ અલગ અલગ જગ્યા એ પોતાના સૈન્ય અડ્ડાઓ બનાવી રહ્યું હતું છે અને એ રીતે એ ભારતને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું..! એ સાથે મોદી ૨૦૧૪માં આવ્યા પછી ચીનની આ પોલિસીને લડત આપવા માટેની રણનીતિ ઘડાઈ. એમાં મેં પહેલા વાત કરી હતી કે ૨૦૧૭માં કેવી રીતે QUAD ગ્રુપની સ્થાપના થઇ આજે વાત કરીશું કે ૨૦૧૪થી કેવી રીતે પ્લાનિંગ થયું અને ચાઈનાનાં સૈન્ય અડ્ડાની બરાબર બાજુમાં જ કેવી રીતે ભારતે પોતાનો નેવલ બેઝ બનાવીને ચીનની મોતીની માળાને ડાયમંડનાં નેકલેસ વડે કાપી નાખી. ( જેનું જરૂરી ચિત્રણ નીચે ફોટોમાં કરીશ)
1) ૨૦૧૫
મડાગાસ્કર અને મોન્ઝામ્બીકની બાજુમાં સેસ્લસ દેશ છે, ટાપુ છે અને એનો એક આઈલેન્ડ ભારતે ૨૦૧૫માં એગ્રીમેન્ટ કરીને લીધો છે. એ અનુસાર ભારતની મિલેટ્રી અને નેવી એ જગ્યા એ પોતાનું સૈન્ય રાખી શકશે, એવો એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો.
૨) ૨૦૧૬
2016 માં મોદીએ ઈરાન અને અફગાનિસ્તાન સાથે એગ્રીમેન્ટ કર્યો ચાહબહાર પોર્ટ માટે. આ પોર્ટ પાકિસ્તાનનાં ગ્વાદર પોર્ટની એકદમ પાછળ છે, એટલે ચીન અને પાકિસ્તાન પર ભારત નજર રાખી શકે એવી વ્યુ રચના કરવામાં આવી. ઈરાન અને અમેરિકા એક બીજા જોડે ઝઘડતા રહે છે, ત્યારે અમેરિકાએ ભારતને ઈરાન જોડે બધા જ સંબંધ કટ કરી નાખવા માટે કહ્યું હતું. પણ છતાંય ભારતે આ ચાહબહાર પોર્ટ પર પોતાની પકડ પકડી, અને ટસથી મસ ન થયું. કેટલાક અખબારો એ ખોટી અને અધુરી વાતો ફેલાવી હતી કે ભારતનાં હાથમાંથી ચાહબહાર પોર્ટ જતો રહ્યો પણ હકીકત એ હતી કે ભારત જોડે એ છે, અને એવું ઈરાનની સરકાર જ કહે છે. ભારત સરકાર પર વિશ્વાસ નહિ હોય અમુક લોકો ને ઈરાન પર તો વિશ્વાસ હશે ને…
૩) ૨૦૧૮) ચાઈના ને કાઉન્ટર કરવા મોદી એ સિંગાપોર સાથે ૨૦૧૮માં એગ્રીમેન્ટ કર્યો હતો..
ચાંગી નેવલ બેઝ – જે એકદમ સ્ટ્રેટ ઓફ મલ્લક્કાની બાજુમાં છે. ૨૦૧૮ માં મોદી એ સિંગાપોર સાથે એગ્રીમેન્ટ કર્યો અને ભારતની નેવી આ સિંગાપોરનો ચાંગી નેવલ બેઝ ઉપયોગ કરી શકે એવી વ્યુ રચના ગોઠવવામાં આવી.
૪) ઈરાનની નીચે, સાઉદીની અને યમનની બાજુમાં ઓમાન આવેલું છે. ઓમાનનો ડુકમ પોર્ટ પણ ભારતે લીધેલો છે અને ભારતની નેવી ડુકમ થકી ચીનાઓ પર બરાબર નજર રાખે છે. ઓમાન જોડે ભારતે ડુકમ પોર્ટ માટે ૨૦૧૮ માં એગ્રીમેન્ટ કર્યો હતો. ચીનાઓએ જે જિબુતીમાં પોતાનો નેવલ બેઝ બનવાનો શરુ કર્યો છે, એને કાઉન્ટર કરવા માટે પણ ઓમાનનો આ ડુકમ પોર્ટ ખુબ જ કારગર સાબિત થાય એમ છે.
5) ૨૦૧૮માં જ બીજો એક એગ્રીમેન્ટ ઇન્ડોનેશિયા સાથે કરવામાં આવ્યો જે સબાંગ પોર્ટનો છે. સબાંગ પોર્ટ પણ પેલી મલ્લકા સ્ટ્રેટની જોડે જ આવેલો છે અને ભારત ત્યાં પોતાનું સૈન્ય તૈયાર કરી રહ્યું છે.
ચાઈનાને લદાખનાં પેંગોગત્સુ લેકમાંથી ખસેડવા માટે ભરપુર તૈયારીઓ ચાલી રહી છે.
અમેરિકાનું સૌથી મોટું એર ક્રાફ્ટ કેરિયરઅંદમાન નિકોબાર ટાપુ પહોંચી ગયું છે અને ભારતની નેવી સાથે યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે.
અમેરિકાનાં ૩ મોટા યુદ્ધ જહાજો ૩ જગ્યા એ ડેરો નાખીને બેઠા છે એમાં એક ઈરાન નજીક છે. ત્યાં ચાઈનાને બ્લોક કરવા માટે, બીજું ભારતનાં અંદમાનમાં અને ત્રીજું સાઉથ ચાઈના સી માં. ૫ રાફેલ ભારત આવવાની તૈયારી કરી રહ્યા છે અને ભારતે ફ્રાંસથી ૧૦૦ હેમર મિસાઈલ મંગાવી છે. જે રાફેલ સાથે કામમાં લઇ શકાય. ઈઝરાયેલનાં રક્ષા મંત્રી સાથે ભારતનાં રક્ષા મંત્રીની વાતો થઇ રહી છે. અમેરિકા ચીનનું ટેક્ષસ સ્થિત દૂતાવાસ બંધ કરી રહ્યું છે. સેન ફ્રાન્સીસકોમાંથી ચીનનાં ચોર વિજ્ઞાનીકોને અમેરિકા પકડી રહ્યું છે. યુ.કે હુવાઈ કંપનીને બંધ કરવાનું કહી દીધું છે અને શતરંજનાં મોહરા ચીનને પાડવામાં માટે ગોઠવાઈ રહ્યા છે. હજી એવું જ લાગી રહ્યું છે ચીનને ઘૂંટણે લાવવાનો રસ્તો હિંન્દ મહાસાગરમાંથી જ નીકળશે. ટ્રમ્પની ચુંટણી પહેલાં અભિમન્યુ ચીનનો કોઠો એવો વીંધશે કે એને જે જગ્યા એ લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ નક્કી નથી, ત્યાં નક્કી કરીને એક સ્થાયી સોલ્યુશન તરફ લઇ જશે.
યુદ્ધ લડતાં પહેલાં દુશ્મનને ડરાવવો આવશ્યક છે, અને બની શકે એ ડર એને યુદ્ધ સુધી પહોચાડે જ નહિ…
જરૂરી ફોટોઝ નીચે છે. પહેલો ડાયમંડ વાળો ફોટો એ ભારતની ચીનને કાઉન્ટર કરવા માટેની સ્ટ્રેટેજી છે.
~ જય ગોહિલ
વધુ વાતો પછી…
અભિમન્યુ ભાગ : ૧ | અભિમન્યુ ફસાઈ ચુક્યો છે, પણ બહાર નીકળવાના રસ્તા ખબર છે.
Leave a Reply