મારા ખ્યાલથી દુનિયા ભગવાન ભરોસે ચાલે છે. આમ તો 2011માં જ ચાલવા લાગેલી જ્યારે તમિલનાડુની એક ટ્રેન પોતાના મૂળ નિવાસસ્થાનની જગ્યાએ જમ્મુ કશ્મીર પહોંચી ગઈ હતી. શાયદ ડ્રાઈવરને વેકેશનની રજા નહીં મળી હોય. ભારતની પોલીસ માટે એવુ કહેવાય કે તે ખૂન થયા બાદ જ યમકાંડ થયાના સ્થળે પહોંચે છે. આ આપણી હિન્દી સિનેમાની માનસિકતા છે. પોલીસ આવે અને ટોપી ઉતારે, આઈ એમ સોરી !!!
જો કે આ એ જ પોલીસ છે જેણે ચાર બંગળીવાળીની ગાડી ખૂની હોવાનું પકડી પાડી તેને ઓર હાઈપ અપાવેલી હતી. પણ હવે ઉતરપ્રદેશની પોલીસ તો એક ઓર કારણથી ચર્ચામાં છે. અને આ કારણ છે બકરી. આમ તો આ ચારપગુ પ્રાણી ઉન, દૂધ અને ભોજન માટે વપરાય છે. આ સિવાય તેની ત્રીજા ધોરણમાં બુધ્ધિશાળી બકરી નામનો પાઠ ભણવા સિવાય કશી ઉપયોગીતા નથી. ઉતરપ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ મુન્નવર અલીની 23 બકરીઓ ખોવાઈ ગઈ. તેમાંથી સતર મળી અને બાકીની 3 બકરીઓ કૂતરા ખાઈ ગયાનું અને ત્રણની તપાસ કરતા હોવાનું પોલીસે રિપોર્ટમાં નોંધ્યુ. પણ બકરી પરના સવાલો અને મારૂ ઈન્વેસ્ટિગેશન જર્નાલિઝમ હવે હવે શરૂ થાય છે.
– એવો તે સાંસદનો ક્યો દુશ્મન હતો જેણે સાંસદ આટલા ભ્રષ્ટ હોવા છતા, સાંસદને છોડી ખાલી બકરીઓ ચોરી. નક્કી કોઈ દૂધવાળો હશે, આમ પણ અમૂલના ભાવ તેના કાર્ટુનની સાઈઝમાં જ વધતા જાય છે.
– હવે કૂતરાઓ ખૂની નિકળ્યા છે ! જેમણે 3 બકરીઓની નિર્મમ હત્યા કરી, યમધામ પહોંચાડી દીધી. મુદ્દો એ છે કે કૂતરાને સજાની જોગવાઈ આપણા બંધારણ સેક્શનો કે આઈપીસીઓમાં નથી. આ માટે કદાચ સાંસદ શ્રી… સફાળા જાગશે અને બંધારણમાં કૂતરાને ફાંસીની સજા મળવી જોઈતી હોવાનો કૈકાર કરશે.
– હવે 3 બકરીઓ કોઈ બીજી બકરીઓ સાથે જુથમાં ભળી ગઈ તો ? પોલીસ કેવી રીતે ઓળખશે, શું સાંસદે આ તમામ બકરીઓના પાસપોર્ટ સાઈઝના ફોટા પડાવેલા છે ? આ સવાલ તો આપ કે ટુથપેસ્ટ મૈં નમક હૈ જેવો મુશ્કિલ છે.
– ફરિયાદ સાંસદે નહીં પણ તેમના મોટાભાઈ મુન્નવરે દાખલ કરી છે. તો મોટાભાઈને બકરીઓ સાથે પ્રેમ નહીં હોય એ વાત સ્પષ્ટ છે.
– આ આખા બકરી કાંડમાં પોલીસ તો બરાબર પણ સમસ્ત ગામે પણ સાંસદ સાહેબની મદદ કરી. એટલે આખુ ગામ બકરી શોધવા નવરૂ જ હતું ?
– સૌથી મહત્વપૂર્ણ વાત, મીડિયાને કેમ ખબર પડી કે આ બધી બકરીઓ જ ચોરાણી છે બકરો નહીં… બૈં……………..
ખુલ્મખુલ્લા
મયુર ચૌહાણ
Leave a Reply