Sun-Temple-Baanner

બિકીનિ કલ્ચર : ટેન્કીની, મોનોકીની, બુર્કીની અને એવું બધું…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


બિકીનિ કલ્ચર : ટેન્કીની, મોનોકીની, બુર્કીની અને એવું બધું…


ટેક ઓફ : બિકીનિ કલ્ચર : ટેન્કીની, મોનોકીની, બુર્કીની અને એવું બધું…

Sandesh – Ardh Saptahik Purty – 7 August 2013

Column : ટેક ઓફ

બિકીનિ એટલી પાતળી અને નાની હોવી જોઈએ કે આંગળીમાં પહેરવાની વીંટીમાંથી પસાર થઈ જાય. જે વીંટીમાંથી પસાર થઈ શકતી નથી એ બિકીનિ નથી!

* * * * *

પૂજા ચૌહાણ. આ નામ સાંભળીને દિમાગમાં કોઈ બત્તી થાય છે?યાદ કરો, છ વર્ષ પહેલાં રાજકોટમાં આ યુવાન પરિણીત સ્ત્રી કપડાં ઉતારીને, કેવળ બ્લેક પેન્ટી અને વ્હાઈટ બ્રેસિયરમાં, હાથમાં બેઝબોલનું બેટ પકડીને ભરબજારે નીકળી પડી હતી. શા માટે? પતિ અને સાસરિયાં વધારે દહેજ લાવવા માટે અને દીકરાને બદલે દીકરી જણી તે માટે સતત માનસિક-શારીરિક ત્રાસ આપતાં હતાં એનો વિરોધ કરવા! પૂજા ચૌહાણને એકાએક યાદ કરવાનું કારણ કેટરીના કૈફ છે. થોડા દિવસો પહેલાં કેટરીના સ્પેનના દરિયાકિનારા પર બોયફ્રેન્ડ રણબીર કપૂરના સંગાથમાં દેખાઈ હતી. આ પાપારાઝી ફોટોગ્રાફ પ્રિન્ટ-ટીવી અને સોશિયલ મીડિયામાં ખૂબ ગાજ્યો. મુદ્દો એ છે કે રૂઢિચુસ્ત રાજકોટની સડકો પર પૂજા ચૌહાણ બ્લેક પેન્ટી-સફેદ બ્રામાં જેટલી અણઘડ લાગતી હતી એટલી જ અણઘડ કેટરીના આ તસવીરમાં દેખાય છે. એ બિકીનિને બદલે માથામેળ વગરના મિસ-મેચ્ડ અન્ડર-ગારમેન્ટ્સમાં દરિયા પર દોડી ગઈ હતી કે શું? લાલ પેન્ટી અને વ્હાઈટ બ્રા? આટલી મોટી હિરોઈનથી આટલી મોટું ફેશન ફો પા (faux pas) એટલે કે ફેશનનું પાપ કેવી રીતે થયું?

આપણે ત્યાં શો બિઝનેસ અને કિંગફિશરના કેલેન્ડર સિવાય બિકીનિ કલ્ચર ખાસ વિકસ્યું નથી. પશ્ચિમમાં બિકીનિ એ સ્ત્રી માટે બેશર્મીનું નહીં, પણ દેહ પ્રત્યેના આત્મવિશ્વાસનું પ્રતીક છે. ઈશ્વરે જે શરીર આપ્યું છે અથવા મહેનત કરીને જે રીતે પોતાના શરીરને તરાશ્યું છે તેને દરિયાકાંઠે બેધડક, સેંકડો માણસોની હાજરીમાં એ ખુલ્લું કરી શકે છે! ઊછળતાં મોજાં છે, નીલું સ્વચ્છ પાણી છે, એમાં જલક્રીડા કરીને પછી ગોગલ્સ ચડાવીને, સરસ ઝીણી રેતી પર લંબાવીને સૂર્યપ્રકાશ ઝીલતાં ઝીલતાં ચામડીને ‘ટેન’ કરવાની છે. બિકીનિ અંતઃવસ્ત્ર નથી, એ આઉટરવેર છે. બિકીનિ અને બ્રા-પેન્ટીમાં ફર્ક છે. બન્નેના હેતુ જુદા છે. બ્રામાં હૂક હોય છે, જાડી પટ્ટીઓ હોય છે, સ્તનોને ઢાંકતો ભાગ પહોળો હોય છે. બિકીનિમાં વપરાતું મટીરિયલ પાતળું હોય છે. એ ઝડપથી સુકાય છે. એ સ્વિમિંગ માટે છે, ટેનિંગ માટે છે. બ્રાનો ધર્મ સ્તનોને સપોર્ટ કરવાનો છે, પણ બિકીનિ પર આવી કોઈ જવાબદારી નથી! બિકીનિની સ્પષ્ટ વ્યાખ્યા છે. બિકીનિ એટલી પાતળી અને નાની હોવી જોઈએ કે આંગળીમાં પહેરવાની વીંટીમાંથી પસાર થઈ જાય. જે વીંટીમાંથી પસાર થઈ શકતી નથી એ બિકીનિ નથી! આ વ્યાખ્યા આધુનિક બિકીનિના ‘પિતામહ’ ગણાતા લુઈ રિઅર્ડ નામના ફ્રેન્ચ માણસે બાંધી છે, જે વ્યવસાયે ફેશન ડિઝાઈનર નહીં પણ ઓટોમોબાઈલ એન્જિનિયર હતો.

આપણે ત્યાં જાતજાતની વોટર રાઈડ્સ ધરાવતા વોટર પાર્ક્સમાં લજ્જાશીલ સન્નારીઓને જે વસ્ત્રો ભાડા પર આપવામાં આવે છે એમાં હાથ અને ગોઠણથી નીચેના પગ સિવાયનું બાકીનું બધં જ ઢંકાયેલં રહે છે. એ બિકીનિ તો નથી જ નથી, એને સ્વિમવેર પર કહી શકાય કે નહીં તે પ્રશ્ન છે! આ વસ્ત્રો ધારણ કરીને અદોદળાં અંગઉપાંગોવાળી જાડ્ડીપાડ્ડી ગુજરાતી સન્નારીઓ પછી છબછબિયાં કરે છે અને રમરમાટ કરતી લસરપટ્ટી પર સરકીને પાણીમાં ધુબાકા મારે છે. ગુજરાતી પુરુષોની તો વાત જ નહીં કરવાની. લાંબા ઘાટઘૂટ વગરના ચડ્ડા પહેર્યા હોય, એમાંથી બહાર લચી પડેલી તોતિંગ ચરબીદાર ફાંદ ધ્રૂજ્યા કરતી હોય અને શરીર પર ચારે બાજુ ફૂટી નીકળેલા વાળ પાણીમાં હિલોળા લેતા હોય!

અલબત્ત, પશ્ચિમમાં સૌનાં શરીર ગ્રીક દેવીદેવતાઓ જેવાં ચુસ્તદુરસ્ત હોય છે એવું બિલકુલ નથી. ત્યાં જાડિયાપાડિયાઓનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે, પણ ત્યાં બીચ કલ્ચર વિકસી ચૂક્યું હોવાને કારણે છરહરા શરીરવાળી માનુનીઓ સુંદર બિકીનિમાં પ્રગટ થઈને માહોલને રમણીય બનાવી મૂકે છે! ડિઝાઈન અને સ્ટાઈલના મામલામાં વન-પીસ અને ટુ-પીસ બિકીનિમાં રીતસર આંખો ચાર થઈ જાય એટલું વૈવિધ્ય છે. નાજુક દોરીવાળી સ્ટ્રિન્ગ બિકીનિ છે, ટેન્કીની અથવા કેમિકીની છે. ટેન્કીની એટલે ટેન્ક-ટોપ વત્તા બિકીનિ. એમાં ઉપરનું વસ્ત્ર ટોપ જેવું હોવાથી પેટ અને પીઠનો ભાગ ઢંકાય છે. થોન્ગ બિકીનિમાં નીચેના વસ્ત્રમાં ઓછામાં ઓછું, કેવળ જનનાંગ ઢંકાય એટલું કપડું વપરાતું હોવાથી બંને નિતંબ લગભગ આખા ખુલ્લા રહે છે, સુમો પહેલવાનની જેમ. ફ્લોરિડા (અમેરિકા)ના મેલબોર્ન બીચ અને અન્ય કેટલીક જગ્યાએ થોન્ગ બિકીનિ પહેરવા પર પ્રતિબંધ છે. જો તમે મોટા ઉપાડે નિતંબ પ્રદર્શન કરતી બિકીનિ પહેરો તો દંડ યા તો જેલ થઈ શકે છે! વચ્ચે મોનોકિની પ્રક્ારની એક બિકીનિ ઈન્ટ્રોડ્યુસ થઈ હતી, જેણે અમેરિકાના બિન્દૃાસ મિજાજ લોક્ોને પણ ધ્રૂજાવી મૂક્યા હતા. એમાં ગળા નીચેથી પસાર થતા પટ્ટા (સ્ટ્રેપ) સાથે કમર નીચેનું વસ્ત્ર જોડાયેલું હોય અને બંને સ્તનો તદ્દન ખુલ્લાં હોય. વિવાદૃ થઈ જવો સ્વાભાવિક્ હતો. આ પ્રક્ારનું સ્વિમવેર ક્ેવળ એક્ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનીનું રહી ગયું. વ્યાવહારિક ઉપયોગ ઓછો હોવાથી મોનોકિનીને આઉટ-ઓફ-સ્ટાઈલ થતાં વાર ન લાગી.

જાહેરમાં જલક્રીડા કરવા માગતી મુસ્લિમ સ્ત્રીઓ માટે એક લેબનીઝ-ઓસ્ટ્રેલિયન ડિઝાઈનરે ૨૦૦૭માં બુર્કીની ઈન્ટ્રોડયુસ કરી હતી. બુર્કીની એટલે બુરખા વત્તા બિકીનિ! બુર્કીની સ્વિમવેર કરતાં સ્પોર્ટ્સવેર જેવી વધારે દેખાય છે. ઢીલું, ફુલ-સ્લીવવાળું અને અતિ લાંબું ટોપ, નીચે પગની પાની સુધી પહોંચતું ટ્રેકસુટ જેવું પહેરણ અને માથા સાથે ચપ્પટ ચીપકી જતું હેડ-ગિયર. ટૂંકમાં,બુર્કીનીમાં સ્ત્રીનું કપાળ પણ ખુલ્લું રહેતું નથી. પેરિસના એક સ્વિમિંગ પુલમાં બુર્કીની પહેરીને નહાવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું હતું કે આ ફુલબોડી સ્વિમસુટ સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે!

એક અંદાજ પ્રમાણે સ્વિમવેર ઈન્ડસ્ટ્રીનું આંતરરાષ્ટ્રીય માર્કેટ ૧૩.૨૫ બિલિયન ડોલર એટલે કે આશરે ૮૦૬ અબજ રૂપિયા જેટલું અધધધ આર્થિક કદ ધરાવે છે. જેમાં ૭૦ ટકા હિસ્સો સ્ત્રીઓનાં સ્વિમવેરનો છે. એકલી અમેરિકન સ્ત્રીઓ જ વર્ષેદહાડે ૮ બિલિયન ડોલર એટલે કે લગભગ ૪૮૭ અબજ કરતાંય વધારે રૂપિયા ટુ-પીસ બિકીનિ પાછળ ખર્ચી નાખે છે. બ્રાઝિલની બિકીનિ સૌથી સેક્સી ગણાય છે. બ્લુ રંગની બિક્ીની સૌથી વધારે પહેરાય છે. અલબત્ત, સ્વિમવેરની સૌથી વધારે નિક્ાસ ચીન કરે છે. સનગ્લાસ, હેટ, બીચ-બેગ, બિકીનિ વેકસ વગેરે જેવી સ્વિમવેર એસેસરીઝનું પાછું અલગ માર્ક્ેટ છે. ટાપટીપ અને ફેશનના મામલામાં પુરુષો સ્ત્રીઓથી જોજનો પાછળ રહેવા જ સર્જાયા છે. પુરુષોનાં બોરિંગ સ્વિમવેર કુલ માર્ક્ેટના ૧૭ ટકા અને બાળક્ો ૧૩ ટકા ભાગ રોકે છે.

આજે બિકીનિ રાઉન્ડ વગરની બ્યુટી ક્ોન્ટેસ્ટની ક્લ્પના થઈ શક્તી નથી. મિસ વર્લ્ડ contestની શરુઆત ૧૯૫૧માં થઈ ત્યારે એનું ઓફિશિયલ નામ હતું, ફેસ્ટિવલ Bikini Contest! પણ ટુ-પીસ બિકીનિમાં ક્ન્યાઓને લટક્મટક્ ચાલતી જોઈને વિવાદૃ પેદૃા થઈ ગયો હતો. તેથી મિસ વર્લ્ડ ક્ોન્ટેસ્ટમાં બિકીનિ પર પ્રતિબંધ મૂકાઈ ગયો, જે વીસ વર્ષ સુધી ટક્ી રહ્યો.

સ્ત્રી હોય કે પુરુષ, શરીર ઘાટીલું હોય તો સ્વિમવેર શાનથી પહેરી શકાય છે, શાનથી પહેરવું જોઈએ. કેટરીના કૈફે પોતાના સ્ટેટસ અને ફિગરને શોભે એવી ઢંગની બિકીનિ પહેરવાને બદલે ફૂવડ જેવી બ્રા-પેન્ટી પહેરીને ભારતના શૂન્યવત્ બિકીનિ કલ્ચરની મોટી કુ-સેવા કરી નાખી છે! બાય ધ વે, રાજકોટવાસી પૂજા ચૌહાણ શું કરે છે આજકાલ?

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.