પાણીની તાકાત
👉 આમ તો આ સ્ટેટસ હું પહેલાં પણ લખી ચુક્યો છું
પણ આજે વિશ્વજળ દિવસ છે
એટલે ફરીવાર ખાસ તમારાં માટે લખવાં પ્રેરાયો છું !!!!
👉 વાત છે બીજા વિશ્વયુદ્ધની
યુદ્ધ કેવી રીતે જીતાય છે એનું આ ઉત્તમ દ્રષ્ટાંત છે
આજ વાતને ભારતે કરેલી પાકિસ્તાન પર એર સ્ટ્રાઈકને પણ લાગુ પાડજો !!!
જર્મનીનો મહત્વાકાંક્ષી તાનાશાહ એડોલ્ફ હિટલર નો કેર વધતો જતો હતો
હજી અમેરિકાના પર્લ હાર્બર પર હુમલો થવાની વાર હતી
એટલેકે હજી અમેરિકાએ હજી યુધ્ધમાં નહોતું ઝંપલાવ્યું
હિટલર એક પછી એક દેશો સર કર્યે જતો હતો
એલાઈડ દેશો ખુબજ ચિંતિત હતાં
👉 યુદ્ધ સમયે ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી ચર્ચિલ જ હોય એવી ત્યાંની પ્રણાલી હતી
ચર્ચીલે ફ્રાંસ સાથે બેઠક યોજી
આમાં શું થઇ શકે એની ગહન વિચારણા થઇ
વાયુસેના સાથે પણ અનેક બેઠકો યોજાઈ
અન્ય સેનાની પાંખો સાથે પણ બેઠકો યોજાઈ
એમાં વાત આમ હતી કે
આ જર્મનીના શસ્ત્રોના કારખાના ક્યાં છે ?
એનો સપ્લાય જ જો બંધ થઇ જાય તો જર્મની હવાતિયા મારતું થઇ જાય
આ કામ કેવી રીતે શક્ય બને ?
બધાં વિચાર કરવાં લાગ્યાં !!!
એક જણે સુઝાવ કર્યો કે જર્મનીમાં બધાં શસ્ત્રોના કારખાના જર્મનીની જીવાદોરી “રહાઈન”નદીને કિનારે જ છે
પણ બધાં અનેકક્ષેત્રો અને નગરોમાં વિસ્તરેલાં છે
જે રહાઈન નદીને કિનારે જ વસેલાં છે
આ કામ જો કોઈ કરી શકે તો તો એ “પાણી”જ છે
આ રહાન નદી પર એક બંધ છે એ જો તોડવામાં આવે તો પાણી એટલા ફોર્સમાં આવે એટલે કે પૂર આવે કે આ કારખાનાં તણાઈ જ જાય
નેસ્તનાબુદ થઇ જાય !!!
👉 હવે પ્રશ્ન એ હતો કે આ બંધ તોડવા માટે કેટલી તાકાતનો બોમ્બ જોઈએ
એની પણ ગણતરીઓ કરવામાં આવી
એવાં ૫ બોમ્બ બનાવવમાં આવ્યાં
ફાઈટર પ્લેનો તૈયાર કરવામાં આવ્યાં
પાઈલોટોને યોગ્ય તાલીમ આપવામાં આવી
એટલે ઉંચે પ્લેન ઉડાડવા અને અને એટલે ઉંચેથી બોમ્બ ફેંકવો અને ટાર્ગેટ મીસ નથાય તેની તકેદારી રાખવી વગેરે વગેરે
આમ આ માટે પાંચ પ્લેનો તૈયાર કરાયા
છેક છેલ્લે તેમને એમ કહેવામાં આવ્યું કે તમારે આ જગ્યાએ જઈને બોમ્બ ફેંકવાનો છે ?
તેઓ તો તૈયાર જ હતાં
જર્મનીથી બચીને આ કાર્ય કરવાનું હતું ?
તેઓએ ખુબ કુશળતાથી આ કાર્ય પૂરું કર્યું
એ બંધ પર ૫ બોંબ ઝીંક્યા અને બંધ તુટ્યો અને કારખાના નાશ પામ્યા
૩ પ્લેન પાછાં આવ્યાં અને ૨ને જર્મનીને તોડી પાડયાં
પણ તેઓએ પોતાનું કામ તો કરી જ દીધું હતું !!!
આ જર્મનીની હારની શરૂઆત હતી
બાકીનું કામ અમેરિકા અને રશિયાના જનરલ વિન્ટરે કર્યું
અંતે જર્મની હાર્યું !!!
યુદ્ધ આવી રીતે લડાય છે !!!
અને
આ છે પાણીની તાકાત !!!!
👉 વિશ્વ જળ દિવસ ૨૨ માર્ચે આં નાનકડું નજરાણું ખાસ મારાં તરફથી સૌને !!!
——– જનમેજય અધ્વર્યુ
🛩✈🛩✈🛩✈
Leave a Reply