નિષ્ફળતાનું અભિવાદન
👉 એ તો દુનિયાનો દસ્તુર છે કે સૌ કોઈ સફળતાના જ પૂજક હોય છે
પણ એકાદ નિષ્ફળતા જો ભૂલેચૂકે આપણને મળી ગાઈને તો લોકો આપણી ગણના નિષ્ફળ માણસોમાં ગણતાં વાર નથી લગાડતાં હોતાં
શું નિષ્ફળતા કાયમી છે ?
“ના …..ને !!!”
તો પછી એનું ગીતુ શા માટે વારતહેવારે અને રોજબરોજ ગવાવું જોઈએ ?
કરોળીયાની વાત તો તમને ખબર હશે જ
એ એક વખતમાં જાળું ગુંથી શકતો જ નથી ?
છતાં પણ તે હિંમત હાર્યા વગર જાળું ગુંથ્યે જ જાય છે ને !!!
અંતે એ એમાં સફળ થાય છે જ ને !!!
👉 આપણે આપણા છોકરાઓને પરીક્ષામાં નાપાસ થાય તો
એનામાં કશી આવડત જ નથી
તું ભાઈ ભણવાનું છોડી ડે અનેકોઈ કામધંધે લાગી જા
તું તો સાવ જ ડફોળ છે એવું કહીને એનામાં રહેલાં રહ્યાંસહ્યાં આત્મવિશ્વાસ પર પૂર્ણવિરામ મૂકી દેતાં હોઈએ છીએ !!!
પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ સમાજ અને ઘરના મહેણાં ટોણાથી આત્મહત્યા કરી લેતાં હોય છે
સોશિયલ મીડિયા તો જાણે સમાજનો ઉદ્ધાર કરવાં નીકળ્યું હોય એમ જ વર્તે છે
અને પોતેજ સર્વેસર્વાં હોય છે એવું માનતું હોય છે
વિદ્યાર્થીઓ નાપાસ થાય તો સમાજ અને સ્કૂલની જવાબદારી શું
એના વિશેનો એક કાલ્પનિક પ્રસંગ જાણવાં જેવો છે
આ પ્રસંગવાર્તા દરેક વિદ્યાર્થીઓ-વાલીઓ અને શિક્ષક -શિક્ષિકાએ વાંચવી જોઈએ
નાકામયાબી એક નાનકડો પડાવ માત્ર છે ——આખરી પડાવ નહીં !!!
👉 તો લો આ રહ્યો એ કાલ્પનિક પ્રસંગ ——–
👉 આજે દસમાનું પરિણામ હતું
સુષ્મા ટીચર સવારથી જ ટેન્શનમાં હતાં ….. ખબર નહીં આ વખતે કયો અને કેટલાં છોકરાં નાપાસ થવાનાંછે? આ કારણે કોઈ અનિચ્છનીય પગલું ના ભરી લે !!!
હજી ગયા જ વરસે સ્કૂલનો એક હોનહાર વિદ્યાર્થી ચિંતને લોઅર ગ્રેડ મળવાનાં કારણે બહુજ બુરી રીતે આત્મહત્યા કરી લીધી હતી એ સ્કૂલ વોલીબોલ ટીમનો કેપ્ટન પણ હતો !!!
અને એક હોંશિયાર અને ખુબસુરત છાત્રા શિખા એક વિષયમાં નાપાસ થવાંને કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી ચુકી હતી
એ તો સારું થયું કે એ બચી ગઈ !!!
👉 આ ટેન્શન સુષ્મા મેડમને હતું
એટલે જયારે પરિણામ ઓનલાઈન આવ્યું તો સુષ્મા ટિચરે સૌથી પહેલાં અસફળ વિદ્યાર્થીઓ અને લોઅર ગ્રેડવાળાં વિદ્યાર્થીઓનાં નામ જોયાં
કુલ ચાર નામ હતાં
મનીષ, ઉમાકાંત, પ્રાચી અને સુરુચિ
એને તરત જ એ ચારેય વિદ્યાર્થીઓને ફોન કર્યો
“પ્રિય…..વિદ્યાર્થીઓ પરિણામ કૈંક ગોટાળો થયો લાગે છે સ્કૂલ પર મેસેજ આવ્યો છે તરતજ આવીને તમે ચારે સ્કુલના એસેમ્બલી હોલમાં મળો !!!
અને પછી તરત જ વોટસએપ મારફતે સફળતાને વરેલા વિદ્યાર્થીઓને ઝડપથી એસેમ્બલી હોલમાં એકઠાં થવાનું કહ્યું
પછી માત્ર બે જ કલાકમાં એસેમ્લી હોલ લગભગ ૫૫ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો અને એ લોકો બેચેનીપુર્વક સુષ્મા મેડમની રાહ જોવાં લાગ્યાં
ત્યાં એક મોટું સ્ટેજ સજાવવામાં આવ્યું હતું
ખુરશીઓ મુકવામાં આવી હતી
ગુલદસ્તા રાખવામાં આવ્યાં હતાં !!!
જેવાં શસુષ્મા મેડમ આવ્યાં કે હોલમાં ” શુભ સંધ્યા મેડમ”નાં નારાથી આખો હોલ ગુંજી ઉઠયો
એમાં ક્યાંક ખુશી હતી તો ક્યાંક ઉદાસી !!
સ્કુલના બીજાં કેટલાંક શિક્ષકો પણ મંચ પર હાજર હતાં
સુષ્મા મેડમે માઈક હાથમાં લઈને બોલવાનું શરુ કર્યું
“મારાં વ્હાલા વિદ્યાર્થી મિત્રો …….
સોરી ફોર ધ રોંગ ઇન્ફર્મેશન ….. પરિણામમાં કેટલીક ક્ષતિઓ રહી ગઈ હોવાનાં કારણે મેં માત્ર તમને બોલાવવાનો મેસેજ કર્યો હતો !!!”
મારે સફળતાને વરી ચુકેલા છાત્રો કરતાં જેઓ આ સફળતાને નથી વર્યા એમની સાથે મારે પહેલાં વાત કરવી છે અને હું એમને પહેલાં બોલાવવા માંગું છું
જેઓ હવે પછીનાં વર્ષે બહુ સારાં માર્કે પાસ થવાનાં છે એમને હું પ્રથમ બોલાવું છું
મોં ઉતરી ગયેલું હોવા છતાં અને માથું ઝુકાવીને એ ચારે વિદ્યાર્થી -વિદ્યાર્થીનીઓ એક પછી એક મંચ પર આવ્યાં
સુષ્મા મેડમે પહેલાં તો એ ચારયને શપથ લેવડાવી કે
તેઓ ચિંતન કે શીખાની જેમ કોઈ ખોટું પગલું ના ભરી બેસે !!!!
👉 પછી સુષ્મા મેડમે એ ચારેયનું મોં મીઠું કરાવ્યું અને કહ્યું —–
” તમે ચારેય આજે હારીને પણ જીત્યાં જ છો
તમે વિજેતા જ છો …… એક સામાન્ય હાર તમને કયારેય તોડી નહીં શકે
તમે ચારેય હવે પછોના એક વર્ષમાં તનતોડ મહેનત કરીને પોતાની જાતને સાબિત કરવાની છે
તમે ચારેય પોતપોતાનાં ઘરનાં અમુલ્ય રત્ન છો !!!
પૂછો જરા જઈને ચિંતનની માં ને એમને ચિંતન જોઈતો હતો જીવતો જાગતો……. એનું એ વર્ષે સફળ થવું જરૂરી હતું એ માં આજે પણ એના લાડલા દીકરાના ગમમાં ગામમાં રડી રહી છે !!!
અને તમારે જરાય શરમાવાની જરૂર નથી કે
તમે નાપાસ થયાં છો કે લોઅર ગ્રેડમાં આવ્યાં છો
નહીં તો સમગ્ર દેશમાં એવાં કેટલાંય બાળકો હારેલાં-થાકેલાં- નાસીપાસ થયેલાં બાળકો ભગવાન ના કરે) એ લોકો આત્મહત્યા કરી લેતાં હશે !!!
તમારે ચારેએ સમાજમાં એ ઉદાહરણ પૂરું પાડવાનું છે કે તમે લુઝર નથી તમે બધાં વિનર જ છો —— હવે પછીની નિર્ણાયક મેચના વિનર !!!
નાકામયાબી એક પડાવ છે ……. આખરી પડાવ નહીં !!! …….. એનાથી આગળ નીકળીને જ રહેવાનું છે તમારે !!!
👉 “એક અમેરિકન …… અમેરિકાનો ઓલ ટાઈમ ફેવરીટ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનનાં નામથી ઓળખાય છે
એ બહુ અવખ્ત નિષ્ફળ રહ્યાં હતાં પછી જ તેઓ અમેરિકાનાં પ્રમુખ બન્યાં હતાં
આને આજે એ આખો દેશ લિંકનના અમેરિકા તરીકે ઓળખાય છે
હવાઈ જહાજનો નિર્માતા અને શોધક રાઈટ બ્રધર્સે શરૂઆત એક સાયકલ દુકાનથી કરી હતી
થોમસ આલ્વા એડીસન ૩૦૦ વાર અસફળ રહ્યાં પછી જ બલ્બની શોધ કરી શક્યો હતો
મેક્સીમ ગોર્કી પ્રખ્યાત થયો તે પહેલાં એક કુતરા સાથે એક નાનકડી ઓરડીમાં રહેતો હતો !!!”
👉 “મેં મારી કાર્કીદીમાં ૯૦૦થી વધારે શોટ્સ મિસ કર્યા હતાં અને લગભગ ૩૦૦ મેચોમાં નાકામિયાબ રહ્યો હતો
૨૬ એવા મોકા આવ્યાં જયારે મેં વિનિંગ શોટસ ગુમાવ્યા હતાં
હું ઘણી ઘણી વખત નાકામિયાબ રહ્યો પણ ના ઉમ્મીદ નહીં…….. અને એજ કારણે હું સફળતાને વર્યો !!!
હે છાત્રો તમને ખબર છે આ કોની વાત છે તે
ધ ગ્રેટેસ્ટ બાસ્કેટબોલ પ્લેયર ……….”
તો છાત્રોએ તરત જ જાવાબ આપ્યો ——
“માઈકલ જોર્ડનની!!!”
એક છોકરો રામેશ્વરમમાં છાપું વેચતો હતો અને જેની બનાવેલી પહેલી મિસાઈલ નિષ્ફળ ગઈ હતી …….!!!”
એક વિદ્યાર્થીએ તરત જ જવાબ આપ્યો
“અબ્દુલ કલામ !!!”
આને તમે લોકો એ યુવકને પણ જાણતાં જ હશો કે જેને ન્યુઝ પેપરની ઓફિસમાંથી
“લેક ઓફ ઈમેજીનેશન એન્ડ ગુડ આઈડીયા” કહીને કાઢી મુકવામાં આવ્યો હતો
પરતું એણે આત્મહત્યા નહોતી કરી પણ એ માણસ પાછળથી વોલ્ટ ડીઝની બન્યો !!!
અવાજનાં બેતાજ બાદશાહ ક અને મીલેનીયમ અદાકાર અમિતાભ બચ્ચનને કલકતા રેડિયોએ તમારો આવાજ સારો નથી એમ કહી રીજેક્ટ કર્યો હતો એ તમને સૌને યાદ હશે જ ને !!!
આવાં તો કંઈ કેટલાય ઉદાહરણો ઇતિહાસમાં અને સમાજમાં પડયાં છે !!!”
મેડમે આપેલા ઉદાહરણોથી વિદ્યાર્થીઓનાં ચહેરા પર છવાયેલી ઉદાસી ખતમ થઇ રહી હતી
નાકામિયાબ થવાં છતાં પણ હિંમત ના તૂટવાં દેતાં
આજ છે “રીયલ વિનર”ની નિશાની
તો વિદ્યાર્થીગણ એ મને કહો કે સાચો વિનર કોણ છે ?
અને ચારેય એક સાથે બોલી ઉઠયાં
મનીષ
ઉમાકાંત
પ્રાચી
અને
સુરુચિ
👉 Wow…. નિષ્ફળતાનું આવું અભિવાદન ન તો પહેલાં ક્યાંય જોવાં મળ્યું હતું અને ના ક્યાંય જોવાં મળશે નહીં !!!
👉 ઉદાહરણો ક્યારે, ક્યાં અને કેવી રીતે વાપરવાં જોઈએ તેની આપણણે ખબર હોવી જોઈએ
આપણે જાણતાં તો બધું જ હોઈએ છીએ પણ એ જાણકારીથી કોઈનું જીવન બદલી શકતાં નથી
જાણકારીનો લાભ બધાંને જ મળવો જોઈએ
પણ એનો પણ એક યોગ્ય સમય છે
એ સમય જો જતો રહ્યો તો આપણું જ્ઞાન કે આપણી જાણકારી આપણા સુધી જ સીમિત રહે છે
એ કોઈનેય સાચો રાહ બતાવી શકતી નથી કે કોઈનેય સાચું માર્ગદર્શન પૂરું પાડી શકતી નથી !!!
આનાથી આપણા છોકરાંઓ જ નહીં પણ સમાજના બધાં જ છોકરાઓ કોઈ અનિચ્છનીય પગલું નહીં ભરે
અને સમાજમાં જ નહિ આ દુનિયામાં ગર્વથી માથું ઊંચકીને જીવી શકશે એમાં કોઈ શંકાને સ્થાન નથી
આ સુષ્મા મેડમ આપણા બધામાં છે તો એનો લાભ અન્ય વિદ્યાર્થીઓને આપો તો જ તેઓને એક નવું જીવન મળશે !!!
આ કરવાં જેવું છે અને આમ જ કરવું જોઈએ દરેકે !!!
કરી શકાય તો કરજો સૌ !!!
——– જનમેજય અધ્વર્યુ
🌺🌻🌹🥀🌷🌼🌸💐🌾
Leave a Reply