✍ કુપ્પાલી વેંકટપ્પા પુટપ્પા ✍
👉 આમ તો આ નામ સામાન્યજન માટે અજાણ્યું જ લાગે
પણ સાહિત્યકારો અને ફિલ્મોના દિગ્જ્જો માટે નહીં જ
આજે સવારે જ ગુગલ ખોલ્યું
ત્યારે ગુગલે એકવાર પોતાનાં ડૂડલ પર એક એવી હસ્તીને જગ્યા પેલી જોઈ ત્યારે મન પ્રફુલ્લિત થઇ ગયું
સાચેજ આજ આપણો સાંસ્કૃતિક વારસો છે
દક્ષિણ ભારત જેટલું શિલ્પ સ્થાપત્યમાં માતબર છે એટલું જ એ સાહિત્યમાં પણ માતબર છે
એની કદાચ કોઈને ખબર ના પણ હોય એવું પણ બને !!!!
આવી મહાન હસ્તિનું નામ છે ——કુપ્પાલી વેંકટપ્પા પુટપ્પા !!!
👉 આ વ્યક્તિની આજે ૧૧૩મી જન્મજયંતિ છે
આ એજ વ્યક્તિ છે કે જેને પોતાનાં હુન્નરથી લોકોને અભિભૂત કર્યા હતાં
ગુગલે આજે પોતાનું ડૂડલ કન્નડ ભાષાનાં કવિ કુપ્પાલી વેંકટપ્પા પુટપ્પાને સમર્પિત કર્યું છે
👉 કુપ્પાલી વેંકટપ્પા પુટપ્પા એ કુવેંપૂ નામથી લખતાં હતાં
એમનો જન્મ ૨૯મી ડિસેમ્બર ૧૯૦૪માં મૈસૂરનાં કોપ્પા તાલુકામાં થયો હતો
એમણે કન્નાદ્ભાષામાં કવિતા, વાર્તાઓ, ઉપન્યાસ અને આલોચનાનું સર્જન કર્યું હતું
એ પહેલા કન્નડ લેખક હતાં જેમને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં
એટલું જ નહીં શ્રી ગીરીશ કર્નાડ જેઓ પોતે પણ એક સારા સાહિત્યકાર અને અભિનેતા અને દિગ્દર્શક છે
તેઓ આમનાં પર ફિલ્મ બનવી ચૂક્યાં છે !!!
👉 કુવેંપૂને રામાયણને નવી જ રીતે વ્યાખ્યાયિટ કરવાં માટે ખાસ જાણવામાં આવે છે
એમણે પોતાનાં પુસ્તક “શ્રી રામાયણ દર્શનમ”માં રામાયણને આધુનિક પરિપ્રેક્ષ્યમાં પેશ કર્યું હતું
જેને ઘણું જ પસંદ પણ કરવામાં આવ્યું હતું
એમને ૧૯૮૮માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યાં
એમણે કર્ણાટક રાજ્ય ગીત “જય ભારત …..”ની પણ રચના કરી હતી !!!
👉 જો તેમની રચનાઓ અને ફિલ્મોની વાત કરવામાં આવે તો ગિરીશ કર્નાડે કન્નડમાં એમનાં પર ફિલ્મ પણ બનાવી હતી
ગિરીશ કર્નાડે ૧૯૯૯માં “કનરુ હેગ્ગાડિથી ” નામની ફિલ્મ બનાવી હતી
જે કુવેંપૂનની નવલકથા “કનરુ સુબમ્મા હેગ્ગાડિથી” પર આધારિત હતી !!!
ફિલ્મની વાર્તા આઝાદીની પહેલાં એક પરિવારની હતી
આ ફિલ્મે ૨૦૦૦માં કન્નાદની બેસ્ટ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યો હતો
નવાઈની વાત તો એ છે કે
આ ફિલ્મ રીલીઝ થયાં પછી લોકોની દિલચશ્પી આ ઉપન્યાસમાં વધી ગઈ અને એની ૨૦૦૦ પ્રતો રિપ્રિન્ટ કરવામાં આવી હતી !!!
👉 જન્મ દિવસ મુબારક આ ઉત્તમાં સાહિત્યકારને !!!!
——– જનમેજય અધ્વર્યુ
🌹🥀💐🌻🌼🌷🌱🌿🍁
Leave a Reply