કર્ણભાર – મહાકવિ ભાસ
કર્ણ એટલે વીરતા સાથે વ્યક્તિત્વનો સુભગ સમન્વય
કર્ણ એ શૂરવીરતા અને દાન્વીર્તાનું પ્રતિક છે
કારણ સદાય ત્યાજેલો રહેલો છે
એજ એને મનમાં ખટકે છે
ક્યારેક કયારેક એ નાં વર્તનમાં પણ સ્પષ્ટ જણાઈ આવે છે
પણ તેમ છતાં તેના વ્યક્તિત્વને ઉની આંચ નથી આવતી
મેં પહેલા કયું છે તેમ —–
કવચ કુંડલ અને ધનુષ એ કર્ણના હાથમાં જ શોભે
આ વિષે ગુજરાતી-મરાઠી ભાષામ નવલકથા -નાટક -કવિતામાં સ્પષ્ટ કહેવાયું છે
અને હજીય કહેવાતું રહેશે !!!
પણ આપમાહન પત્રને ઉઠાવ સૌપ્રથમવાર આપ્યો હોય તો
સંકૃત નાટ્યકાર મહાકવિ ભાસે !!!
મહાભારત પછી જો કોઈએ અધિરથી કર્ણને મહત્વ આપ્યું હોય ઓ તે છે
મહાકવિ ભાસ અને એમનું નાટક “કર્ણભાર””
ત્યાર પછી જ બધા એમને જ અનુસર્યા છે
હા ….. કૈન્ક્નાવો દ્રષ્ટિકોણ અને કૈંક જુદું જ પાત્રા લેખન અવશ્ય થયું છે !!!
પણ એનો શ્રેય તો મહાકવિ :ભાસને જ આપવો પડે !!!!
“કર્ણભાર” એક અંકના કથાનકવાળું મહાભારતની કથાવસ્તુનો સંબદ્ધ વ્યાયોગ છે
દ્રોણાચાર્યના પરલોક સિધાવી જવાથી કૌરવ સેનાના સેનાપતિ કર્ણને બનાવાય છે
તથા આ ધર્મયુદ્ધ અને મહાયુધ્ધનો સમગ્રભાર કર્ણના શિરે આવી પડે છે
એટલેજ એનું શિર્ષક અપાયું છે ——-“કર્ણભાર “!!!!
“કર્ણભાર “શીર્ષકની વ્યાખ્યા વિદ્વાનોએ અનેક પરકારે કરી છે
પ્રોફેસર એ. ડી પુસાલકરની સહમતિમાં કાનોમાં ભારભૂત કુંડળોનું દાન કરીને અહી કર્ણની અદભૂત દાનશીલતા વર્ણિત કરાયેલી છે
અત: કાનોનાં આધારભૂત કુંડળોના દાનને કેન્દ્સ્થાને માનીને આ નાટકની રચના કરવાનું કારણ છે ——“કર્ણભાર ”
ડૉ. વિન્ટરનિસે “કર્ણભાર “ની વ્યાખ્યા કર્ણના કઠિન કાર્ય સાથે કરી છે
ડૉ. ભટ્ટની ધારણા છે કે કરણની ચિંતા જ ભારરૂપ થઇ ગઈ છે
આ વાતને ધ્યાનમાં રાખીને આ નાટકનું નામ “કર્ણભાર “પડ્યું છે
કેટલાક લોકોના મત પ્રમાણે કર્ણ દ્વારા પ્રાપ્ત યુદ્ધ કૌશલ એનાં પોતાનાં માટે ભારરૂપ બની ગયાં હતાં
અત: આ નાટકનું નામ “કર્ણભાર “પડ્યું !!!
આ નાટકમાં બે પાત્રોનું ચરિત્ર મુખ્યરૂપે ચિત્રિત છે
એક આ નાટકનો નાયક છે કર્ણ
અને બીજો છે બ્રાહ્મણ વેશધારી દેવરાજ ઇન્દ્ર
કર્ણના ચરિત્રની સૌથી મોટી વિશેષતા જે આમાં ઉભરીને સામે આવી છે
એ છે એની અપૂર્વ બ્રાહ્મણ નિષ્ઠા તથા મહતી દાનશીલતા !!!!
એ બ્રાહ્મણોને પોતાનું સર્વસ્વ આપી દેવાં સદાય તત્પર નજરે પદે છે
જયારે ઇન્દ્ર ગૌ સુવર્ણ આદિ લેવાનો અસ્વીકાર કરે છે ,ત્યારે કર્ણ પોતાનુંનાઠું પણ આપી દેવાની વાત કરે છે
બિલકુલ રાજા મહાબલિની જ જેમ જ !!!
કર્ણને વિશ્વાસ છે કે માર્યા પછી પણ યશ તો સ્થિર અને ચિરંજીવ જ રહેતો હોય છે —–
“હતેશુ દેહેશુ ગુણા ધરંતે” ।
કર્ણના ચરિત્રની બીજી મોટી વુંશેશ્તા છે એ એ દાનનાં કોઈ પ્રતિફળની ઈચ્છા નથી રાખતો !!!!
ઇન્દ્રના ચરિત્રમાં સ્વાર્થી રૂપના અતિરિક્ત અન્ય કોઈ વિશેષતા લક્ષિત નથી થતી
શાલ્યનું ચરિત્ર કોઈ વિશેષ પ્રભાવ નથી પાડી શક્યું !!!!
પોતાનાં લઘુ વિસ્તારમાં આ નાટક પૂર્ણ છે
કાવ્યરસના પૌરાણિક તથા નાટકીય તત્વોનો નિર્વાહ
આ બંને દ્રષ્ટિએ આ નાટક ઉચ્ચ કોટિનું બને છે
યદ્યપિ નાટકનો વિષય વીર રસ અને યુદ્ધ ભૂમિજોડેજ સંબંધ રાખે છે
પણ અ નાટકમાં કરુણરસની વિષમ પ્રભા નજરે પદે છે
આમ જોવા જઈએ તો એની આમાં જરૂર પણ નથી ‘ એ નિર્વિવાદ છે કે
“કર્ણભાર” એ સંસ્કૃત સાહિત્યનુ ઉત્તમ નાટક છે
અને એનાથી ભાસની કીર્તિમાં ચાર ચાંદ લાગી ગયાં હતાં !!!!
——– જનમેજય અધ્વર્યુ
Leave a Reply