,👌 આ ખાસ વાંચજો બધાં 👌
સન 1985થી ટીવી ન્યુઝ ચેનલમાં બે નામ બહુજ જાણીતાં થયાં છે
હિન્દીમાં વિનોદ દુઆનું
અને અંગ્રેજીમાં પ્રણવ રોયનું
એ પછી એક નામ ગાજયું અરુણ શૌરીનું
પણ એ રાજકારણમાં ખોવાઈ ગયાં…
પણ પ્રણવ રોય આ એ વિનોદ દુઆ આજે પણ ન્યુઝ ચેનલમાં કાર્યરત છે
આ બંન્ને વ્યક્તિઓ નિડર અને સ્પષ્ટવક્તા છે
હવે મૂળ વાત
વિનોદ દુઆ એક ન્યુઝ ચેનલમાં જન મન ગણકી બાત નામનો ટીવી શો ચલાવે છે
એનો 258મો એપિસોડ મને મારા કાકાએ મોકલ્યો
એ મેં 3 વાર જોયો એના પરથી જ આ લખવા માટે પ્રેરાયો છું
વિનોદ દુઆ આ શો કરંટ અફેર્સ માટે ચલાવે છે
અને એ એને જ માટે જાણીતાં છે
એમની ટિપ્પણીઓનો આજે પણ હું એટલો જ આશિક છું !!!
આ એપિસોડમાં હજી થોડાંક જ સમય પહેલાં પ્રિયંકા ચોપરા ઇસ્લામ-હિન્દૂ ધર્મની ટિપ્પણી માટે ચર્ચામાં આવી હતી
એમાં આપણા લોકોને કુદી પડવાની આદત છે
એમાંય ખાસ કરીને સોશિયલ મીડિયામાં
આ લોકો સમજ્યા કર્યા વગર જ ટ્વીટ કરતાં હોય છે
એમાં એક નામ બહુજ ચર્ચામાં આવ્યું
એ નામ છે —– અતુલ કોચરનું
એ ભાઈ એટલાં બધાં આવેશ અને ઉત્સાહમાં આવી ગયાં કે
એમણે ટ્વીટ કરી નાંખ્યું
ઇસ્લામ 2000 વર્ષથી હિંદુઓને આતંકીત કરી રહ્યો છે
આજ વાત Quontico સીરિયલમાં પ્રિયંકા ચોપરા એ કરી હતી …..
અતુલ કોચરની 2 હોટેલો છે
એક દુબઈમાં અને એક ઇંગ્લેન્ડમાં!
એમણે પ્રિયંકા ચોપરને ટ્વિટ કરી કહ્યું કે
” તમને આવી ટિપ્પણી કરી કહ્યું કે તમને શરમ આવવી જોઈએ આવું કહેવા બદલ !!!
પછી એમને ખબર પડી કે ઇસ્લામ 2000 વર્ષ જુનો નહીં
પણ 1400વર્ષ પુરાણો છે એવું પાછું એમણે કલેરીફિકેશન એક નાનકડી ટ્વીટ કરીને આપ્યું ….
પછી એમને એ ખ્યાલ આવ્યોકે કોઈ પણ ધર્મની આવી મજાક ના ઉડાવાય
આ ભૂલ એમને સમજાઈ
અને દુબઇ પોલીસ તો આમેય કડક જ છે
એ.ને હવે ખ્યાલ આવ્યો કે આવાં કૃત્ય બદલ એમને 5 વર્ષની સજા થઈ શકે એમ છે
પરિણામ એ આવ્યું કે એમને દુબઈની મેરિયેટ હોટલમાંથી કાઢી મુકાયા!!!
કાનૂની કાર્યવાહી શુ થશે એ તો હવે પછી ખબર પડશે!!!
વિનોદ દુઆ આને માટે એમ કહે છે કે
“કુકિંગ કરનારને ધાર્મિક બાબતો પર બોલવાનો શું અધિકાર ….. ચાર આની — આઠ આની શું કમાઈ લીધી એટલે તમને કૈં પણ બોલવાનો અધિકાર પ્રાપ્ત નથી થઈ જતો !!”
વિનોદ દુઆ અતુલ કોચરને લંડનમા મળ્યાં હતાં એની એક નાનકડી ઝલક પણ એમણે બતાવી છે !!
આ હોટેલમાં અતુલ કોચરે એમને કેકડાના પકોડા ખવડાવ્યા
આને માટે દુઆ એમ કહે છે કે
અત્યારે તો કોચર પોતે જ કેકડાના પકોડા જેવાં બની ગયાં છે!!!
પ્રિયંકા ચોપરાએ પોતાની ભૂલ કબૂલ કરી દીધી છે
આમ તો એ કલાકાર છે એને જે રોલ આપવામાં આવ્યો હતો અને જે બોલવાનું કહ્યું હતું એ હું બોલી છું
છતાં આ મારી આ ભૂલ હું કબૂલ કરું છું અને ભવિષ્યમા હું આવી કોઇ જ ભૂલ નહીં કરું
અને મને ભારતીયહોવાનો પૂર્ણ ગર્વ છે
પ્રિયંકા ચોપરા ફૌજી કુટુંબની છે
એટલે એણે ભારતીય શબ્દ વાપર્યો છે
હિન્દૂ શબ્દ નથી વાપર્યો!!
જયારે અતુલ કોચર એમ માને છે કે
ભારતીય અને હિંદુ એ એક જ વસ્તુ છે
હકીકતમાં એ એક ચીજ નથી હોતી!!!
Quantico ના એ એપીસમાં ભારતીય રાષ્ટ્રવાદીઓ બતાવ્યાં છે ….. હિન્દૂ રાષ્ટ્રવાદીઓ નહીં!!!
આ સવાલ સમગ્ર એન આર આઈઓનો છે
આણે માટે શ્રી મનોહર શ્યામ જોશીએ
ભા ભા ભા શબ્દ વાપર્યો છે
જેનો અર્થ થાય છે ———–
ભારતથી ભાગેલા ભારતીયો
જ્યારે તમારી પાસે એક સ્કીલ હોયય કે એક હુન્નરર હોય તે તમારે જરૂરી સામાન્ય જ્ઞાનની માહિતી માટે વોટ્સએપ નો સહારો લેવો પડતો હોય છે!!!
એ લોકો અહીંથી જે શીખીને ગયાં હોય છે એજ પ્રમાણેનું ત્યાં એક નાનકડું ભારત બનાવે છે
જ્યારે સાચું ભારત અને એની પ્રગતિ એમનાથી કોસો દૂર હોય છે આજ નક્કર વાસ્તવતા છે
જેને આપણે સ્વીકારવી જ રહી!!!
ત્યાં બેસીને ભારતીયોને જ્ઞાન આપવાનું બંધ કરો
અને જો દેશ સેવા કરવી જ હોય તો
પ્રધાન મંત્રી રિલીફ ફંડમાં ફાળો આપો
માતૃભૂમિની દેખભાળ રાખવા અવારનવાર અહીં આવતાં રહો
આજ ગુજારીશ છે મારી આપ સૌને!!!
આ શબ્દો મારાં નથી
શ્રી વિનોદ દુઆનાં છે!!!
———— જનમેજય અધવર્યુ
👍👍👍👍👍
Leave a Reply