હું જ્યારે મને વઢું ત્યારે તું આવજે
હું જ્યારે મને કઠું ત્યારે તું આવજે
રણ હોય, જીવન કે પછી કંઈ પણ
હું મારાંથી ભાગું ત્યારે તું આવજે
સંજોગો વિપરીત, મિત્રો હોય સામે
ત્યજે છેલ્લું સગું ત્યારે તું આવજે
ખુદ ગુમાવું ભરોસો ખુદ ને ખુદાનો
હું મારાથી ફગું ત્યારે તું આવજે
વ્હાલાં પણ મૂકી દયે વ્હાલ અને
સુકાં આંસુએ રડું ત્યારે તું આવજે
ફરતો મૂડ નસીબ, કમનસીબી મારી
શિયાળે ધગધગું ત્યારે તું આવજે
જાગીશ તો જગ જાગશે સાથે પણ
બંધ આંખે જાગું ત્યારે તું આવજે
અયાચક છું ને રહેવા દેજે એજ મને
માંગ્યા વગર માંગુ ત્યારે તું આવજે
~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માંથી )
Leave a Reply