તું મારા ફેસબુક નું સ્ટેટસ છો.
અસ્તિત્વની ધોળી નસ છો.
હું, તું, આપણે એટલું ઘણું જીવને,
જન્મોજન્મ તું એક જ બસ છો.
ચીંચોડા સમી પીડા ની ઘટમાળે,
તું બધું ભુલાવતો મીઠો રસ છો.
ભાગ્યે પાયું અમૃત ને મૃગજળ તોય,
હૈયાં ને હોંઠની તું કાયમી તરસ છો.
કરોડો જન્મનાં સત્કર્મો થકી મળી,
તું ઈશ્વર પાસે માંડ કઢાવેલ કસ છો.
‘તું મારી’ એ એક જ પર્યાપ્ત ,
તું જેવી છો એવી ખૂબ સરસ છો.
હું ક્યારેય ના આવું તારી તોલે,
તું સીતા સમો રામનો આદર્શ છો.
જગ જીતું જો તું હોય પડખે
અક્ષોહિણી ને બદલે મારે તું બસ છો.
~ મિત્તલ ખેતાણી
Leave a Reply