પત્ની જ પ્રેમિકા હોય ને પ્રેમિકા એ જ પત્ની હોય તેવાં દુર્લભ(!?) સમન્વયને પોખવાં, ફરીથી રજૂ છે, ‘પત્ની ચાલીસા’ નું મદમસ્ત કાવ્ય…
તું ભગવાનનાં પ્રમાણ જેવી છો
કાન્હાની સ્માઈલ જેવી છો
વાઈન ને ડીવાઇન જેવી છો
એટલે જ લપસી છે જિંદગી
તું કેળા ની છાલ જેવી છો
પરંપરાઓને શોભાવતી કેવી
તું મોડર્ન સ્ટાઇલ જેવી છો
ફ્લાઈંગ, તસતસતાં બંને તરસે
તું કીસે બચ્ચાંના ગાલ જેવી છો
દિવસે ના વધે એટલો વધે રાત્રે
તું પ્રેમમાં દાઢીનાં ફાલ જેવી છો
રુદન રોકવાં મા ના પાલવ જેવી
લુછવાં હાથવગા રૂમાલ જેવી છો
મુજ નાસ્તિકને બનાવ્યો પૂજારી
તું ભગવાનનાં પ્રમાણ જેવી છો
~ મિત્તલ ખેતાણી
Leave a Reply