તારી સાથે મને પ્રેમ છે તો છે
પ્લેટોનિક કે જેમ તેમ છે તો છે
તું છો મારી ને રહેવાની કાયમ
ભલે હોય એ વહેમ છે તો છે
સહેલું કરવાં તો છે ખૂબ બધાં
અશક્ય કરવાની નેમ છે તો છે
કોઈ નથી રમવાં તેથી રમું એકલો
હારજીત વિનાની ગેમ છે તો છે
મનેય ખબર ના એ પાસ થવાનો
તારાં પર મારો ક્લેઈમ છે તો છે
ખુશીથી મરું ના માટે નથી આવતી
મુજ પર તારી રહેમ છે તો છે
~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માંથી )
Leave a Reply