હવે એવી ક્યાં મહોબ્બત થાય છે
હવે એવી ક્યાં અદાવત થાય છે
સર્વસ્વ સોંપી દે વિરોધી સામેથી
ગાંધી જેવી ક્યાં બગાવત થાય છે
પત્ની ય બહેન જેમ સ્વીકારે જેને
હવે એવી ક્યાં રખાત થાય છે
ના નીકળે પહેલી રોટી ગાય માટે
હવે એવી ક્યાં બરકત થાય છે
મહેમાન છે પ્રભુનું સ્વરૂપ તો પણ
હવે એવી ક્યાં જમાવટ થાય છે
સંસ્કાર એજ વારસો છે સંતતીનો
હવે એવી ક્યાં બચત થાય છે
રામે વંદયો રાવણને માર્યા પછી ય
હવે એવી ક્યાં નફરત થાય છે
~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માંથી )
Leave a Reply