મિત્રો વચ્ચે ખુલું ત્યારે તું યાદ આવે છે
રાત્રે ઝબકી જગાડતો તારો નાદ આવે છે
તું ક્યાં ભુલાઈ ને તું ક્યાં ભુલાવાની પણ
તને ભૂલવાનો જાત સાથે વિવાદ ચાલે છે
અસ્તિત્વની ચા માં સાકર બની તું ઓગળી
તને અલગ તારવા નો વ્યર્થ પ્રયાસ ફાલે છે
ઉભારો, વણાંકો, ખાડાંઓથી એવો ટેવાયો
વેનીલા જિંદગીનો હવે ક્યાં સ્વાદ આવે છે
તારે મારી સાથે જીવવું હતું ને મારે મરવું
આ ગડબડ ગોટાનો હજુ વિખવાદ ચાલે છે
અધરો ભૂલ્યા નથી હજું સ્વાદ અધરોનો
આ ભક્તને તુજ મંદિરનો જ પ્રસાદ ભાવે છે
રગેરગમાં વ્યાપક મારી તું છો તો ય શું
મારાં હાથમાં જોને ક્યાં તારી નાડ આવે છે
તું છો ફિનિક્સ સમી છો અમર મુજ હૈયે
સળગાવું તને તો પછી સાથે રાખ આવે છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply