દોસ્તીમાં વૅર કેવા થઈ ગયા?
બે દિશાચૂંબકના જેવા થઇ ગયા.
પ્રેમથી દરરોજ ભેટે છે મને,
આ દુ:ખો માણસના દેવા થઇ ગયા.
જે ગુનાહ ધોવા ગયા’તા ગંગમાં,
એ પછી એવાને એવા થઇ ગયા.
પ્હાંણ સમજી બેઠો મૂરખ હીરને,
જ્ઞાનીને મળ્યો તો મેવા થઇ ગયા.
શબ્દથી વર્સ્યા નયનના વાદળાં,
પાંપણે ટપકીને નેવા થઇ ગયા.
સારી ગઝલો વાંચવા ‘ યોગેશને’,
રોજ ‘સિદ્દીક’ એને હેવા થઇ ગયા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply