વિસ્મયથી સ્તબ્ધતા સુધીની યાત્રા છે
ખાલીપાથી લબ્ધતા સુધીની યાત્રા છે
સમજ સમજનો ફેર છે આ સમજણ
સફળતાથી સુફળતા સુધીની યાત્રા છે
ચક્ર,બાંસુરી બંને રાખવાં પડે હાથવગાં
ક્રૂરતાથી પ્રભુતા સુધીની યાત્રા છે
થશો મોટાં તોજ જો છોડશો મોટાઈને
લઘુતાથી ગુરુતા સુધીની યાત્રા છે
કર્મ અને ભજનમાં પ્રભુને વ્હાલું કર્મ
આચરણથી પટુતા સુધીની યાત્રા છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply