વીંટાળે સાપને, ફૂલ જાણે,
શિવ ઝેર પીવે અમૃત માને.
ભાર ગંગાનો સર ઝીલે એ,
પૃથ્વી બચાવવા કર્મ માને.
સુગંધી ફુલો સહુ દેવોને દઈ,
બીલી પત્રને સ્વીકૃત માને.
સ્હેજમા રીઝે ભોલે નાથ
ઓમ જાપને સતત માને
નાથ ભોળાને ભાવે નમે સહું
એ જગ આખા ને બાળ માને.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply