વસ્તરો બદલવાનું, ચેહરાઓ ખીલવ્વાનું
લોક રોજ શીખ્યા છે, રાહમાં ભટકવાનું.
બેસવાદ ભોજનશી, સાવ કંટાળાજનક,
મોટી મોટી ગઝલોને ક્યાં સુધી રખડવાનું.
આગ ઠાલવું ક્યાં જઇ, પથ્થરોની સત્તા છે,
ચો તરફ લુટારા છે, ક્યાં રહી નીકળવાનું.
દોસ્ત, તૂટી તૂટીને આસ્થા બની પાગલ,
રોજ રોજ શક્તિને ઉત્સવો ઊજવ્વાનું!
તુ વિકાસ કરવામાં સાથ સૌનો માંગે છે,
પણ ધરાર બાકી છે લોકને સમજવાનું.
મારી જેમ એક શાયર,એટલું જ શીખ્યો છે,
કોઇને ગમે કે નહિ, પણ ગઝલતો લખવાનું.
કેટલું કરૂં ભેગું, થોડી આ સફર કાજે,
છેવટે તો આ ઘરને, થઈ જશે બદલવાનું.
સાથ કૈ નહીં આવે, આ ચમક દમક દુનિયા,
ભૂલ્યા નથી’ સિદ્દીક’ આપણે ઝઘડવાનું.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply