સત્યનાં પક્ષે સમાજ રહેવાનો જ નથી
ન ગમે તેવું બોલે તે ગમવાનો જ નથી
કૈકેયીનાં કાન પણ નબળાં જ હોય છે
વનવાસ માટે વાંક મંથરાનો જ નથી
હોવો જ છે બ્રહ્મચર્યમાં પણ કૈંક વાંધો
તપભંગ માટે વાંક અપ્સરાનો જ નથી
પગ લંબાવવા છે સૌને પછેડીની બહાર
બે છેડાં જુદાંમાં વાંક તનખાનો જ નથી
હોય મનમાં કડવાશ તો ઘેરાશો રોગોથી
ડાયાબિટીસ માટે વાંક શર્કરાનો જ નથી
~ મિત્તલ ખેતાણી
Leave a Reply