વ્હાલી પૂર્ણાગીની(અર્ધાંગિની નહીં જ),
ધર્મ-કર્મ-જન્મપત્નીનાં શ્રીચરણો માં
જા,
તને જિંદગી સોંપી.
તારામાં વવાયો હું,
મારામાં તને રોપી.
જા, તને જિંદગી સોંપી.
એકે હઝારા તો હઝાર પછી કોણ
સાત જન્મે સંગીત ને આઠમે મૌન
16108 તો કાન્હાને
મારે એક ને એ ય તું ગોપી.
જા, તને જિંદગી સોંપી.
હું જાઉં ને તું બને ગંગા,નહીં ચાલે
તારાં વિના જીવન, ના હોય રેખા એ ભાલે.
સાથે જીવ્યાં તો મોક્ષેય સાથે જ,
શ્વાસ ખૂટે તારાં,મારાં ધબકારાં આટોપી.
બનું ગંગાજળ હું તારું,પી તારી અંતિમ કૉફી.
જા, તને જિંદગી સોંપી.
~ મિત્તલ ખેતાણી
Leave a Reply