વાળી , દાબીને ગમે તેવું લખો?
હે કલમકારો!, ગઝલ જેવું લખો.
આંખની લાલાશ કે ‘તી કોઈને,
એમ નહિ, પણ હું કહું એવું લખો.
શે’રમાં પોતાનું જે મોઢું જુએ!
એ સમયને આપતો કેવું લખો!
રાતનું ભારણ છે , જે માથા ઉપર,
શબ્દ રૂપે એ બધું દેવું લખો.
જે વિશેષણ વાપરો ગમશે મને,
એ રીતે ચાહો અને એવું લખો.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply