નીતિમત્તાનાં ધોરણ છે તો છે
ઊંચો આ કોલર છે તો છે
સાધન નહીં સાધ્યની જ કરી સાધના
સંઘર્ષ માટે લીલાં તોરણ છે તો છે
ભલે હારું જીવનનું મહાભારત
સત્ય પ્રત્યે સોફ્ટ કોર્નર છે તો છે
ઓગળવું પડે ભલે થવાં કેટાલિસ્ટ
જાત વ્હિસ્ટલ બ્લોઅર છે તો છે
ભગવાને રચ્યો દેવ -દાનવની વચ્ચે
માનવ એટલે મિડીઓકર છે તો છે
છું અયાચક હું સામાં ધરીશ તાંદુલ
ખુમારી માંહ્યલા ની ઓવનર છે તો છે
તમે કહી શકો જિદ્ આ પ્રણને
ભીષ્મ પ્રકૃતિ સ્ટબર્નર છે તો છે
દેવદુર્લભ સ્થિતપ્રજ્ઞતાનું છે વરદાન
પ્રેમ,કરુણાનું કન્ડિશનર છે તો છે
કાન્હો તારો તને જ મુબારક રાધા
મારો મીરા વંશ વૈરાગણ છે તો છે
જટાયુ,વિભીષણ,ત્રિજટાકર્મની છે માયા
જીવન કવચ કુંડળનું ડોનર છે તો છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply