અઢી અક્ષરનો ક્યારે ભાર જોયો?
કદી સ્પર્શી સદેહે પ્યાર જોયો ?
અમે મુઠ્ઠીમાં જગ કરવા નીકળ્યા,
હવા,પાણી નો પડતો માર જોયો ?
કરે છે સરહદો પર આખ રાતી,
વતનમાં શત્રુનો વેપાર જોયો ?
ગરીબીની નગરમાં આ દશા છે,
કબાડામા અમે ભંગાર જોયો.
દુઆ માંગી જે ઈચ્છાએ અમારી,
ફળી ગૈ’તો અજબ તહેવાર જોયો.
હતા દરિયામાં પણ હાથો તરસ્તા,
વિવશ સરદારને લાચાર જોયો.
હવે’સિદ્દીક’બધા બિરબલ છે અહિયાં,
નવા અકબરનો આ દરબાર જોયો.
~ સિદ્દીક ભરૂચી.
Leave a Reply